Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Zydus Lifesciences Limited Q4 Results : કંપનીએ શેર બાયબેકની કરી જાહેરાત, ભાવમાં થયો મોટો ઉછાળો

    3 weeks ago

    1

    0

    ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડના શેરોમાં 19 મેના રોજ મંગળવારે જોરદાર ઉછાળો જોવા મળ્યો. કંપનીના શેર 5 ટકાથી વધુ વધી દિવસના ઉચ્ચ સ્તર ₹1048 સુધી પહોંચ્યા હતા. જોકે બજાર બંધ થવાના સમયે થોડી નફાવસૂલી જોવા મળતા શેર અંતે લગભગ 2.80 ટકાના વધારા સાથે ₹1018 પર બંધ થયો હતો.કંપનીએ મજબૂત પરિણામો કર્યા જાહેર કંપની દ્વારા ₹1,100 કરોડના શેર બાયબેકની જાહેરાત, રોકાણકારો માટે ડિવિડન્ડ અને માર્ચ ત્રિમાસિકના મજબૂત પરિણામોને કારણે બજારમાં સકારાત્મક માહોલ બન્યો હતો. આ સમાચાર બાદ રોકાણકારોમાં ભારે રસ જોવા મળ્યો. કંપનીના બોર્ડે 95.65 લાખ ઈક્વિટી શેરના બાયબેકને મંજૂરી આપી છે. આ બાયબેક ટેન્ડર ઓફર રૂટ દ્વારા કરવામાં આવશે. કંપનીએ પ્રતિ શેર ₹1,150ની કિંમત નક્કી કરી છે. પ્રમોટર ગ્રુપ પણ આ બાયબેકમાં ભાગ લેશે. કંપનીએ 29 મે 2026ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે, જેના આધારે યોગ્ય શેરહોલ્ડરોની પસંદગી થશે. કંપનીનો નફો વાર્ષિક ધોરણે 8.7 ટકા વધ્યો માર્ચ ત્રિમાસિકમાં કંપનીનો નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 8.7 ટકા વધીને ₹1,272.5 કરોડ રહ્યો હતો, જ્યારે ગયા વર્ષે સમાન ગાળામાં તે ₹1,171 કરોડ હતો. કંપનીનું રેવન્યુ પણ 16.2 ટકા વધીને ₹7,587 કરોડ સુધી પહોંચ્યું હતું. કંપનીનું EBITDA 20.2 ટકા વધીને ₹2,554 કરોડ થયું છે અને EBITDA માર્જિન પણ વધીને 33.7 ટકા સુધી પહોંચ્યું છે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર શરવિલ પટેલએ જણાવ્યું કે FY26 કંપની માટે મજબૂત વર્ષ રહ્યું છે અને આગામી સમયમાં નવી પ્રોડક્ટ પાઇપલાઇન ગ્રોથને વધુ મજબૂત બનાવશે. ભારતના ફોર્મ્યુલેશન બિઝનેસમાં પણ 14 ટકાનો વધારો નોંધાયો છે. કંપનીએ FY26 માટે પ્રતિ શેર ₹1ના અંતિમ ડિવિડન્ડની પણ ભલામણ કરી છે, જેને 11 ઓગસ્ટ 2026ની AGMમાં મંજૂરી માટે રજૂ કરવામાં આવશે. આ પણ વાંચો : સિગારેટના શોખીનોને મોંઘવારીનો જોરદાર ઝટકો! ભાવ વધતા ધુમાડો હોલવાયોડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.
    Click here to Read more
    Prev Article
    After Twisha Sharma, Deepika Nagar's dowry deaths; Kangana Ranaut warns young women: 'No one is coming to save you'
    Next Article
    IPL 2026; वैभव ने छक्कों का बनाया अर्धशतक:25 गेंद पर तीसरी फिफ्टी पूरी की; एक सीजन में सबसे ज्यादा 50 छक्के, दुनिया के चौथे खिलाड़ी

    Related વેપાર Updates:

    Comments (0)

      Leave a Comment