Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    નેધરલેન્ડથી 1000 વર્ષ જૂના તમિલ દસ્તાવેજો ભારત આવશે:મોદીની હાજરીમાં કરાર; ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને ચિપ બનાવતી ડચ કંપની વચ્ચે પણ ડીલ

    3 weeks ago

    1

    0

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેધરલેન્ડ યાત્રા દરમિયાન 11મી સદીની ઐતિહાસિક ચોલ તામ્ર પટ્ટીકાઓને ભારત લાવવા પર સમજૂતી થઈ. આ લગભગ 1000 વર્ષ જૂના તમિલ દસ્તાવેજો છે, જેમાં ચોલ સામ્રાજ્ય સંબંધિત ઐતિહાસિક માહિતી છે. સમજૂતી હેઠળ 11મી સદીની ચોલ તામ્ર પટ્ટીકાઓ જલ્દી ભારત લાવવામાં આવશે. આ 21 મોટી અને 3 નાની તાંબાની પ્લેટોનો સંગ્રહ છે. આમાં મોટાભાગના લેખ તમિલ ભાષામાં લખાયેલા છે. મોદીએ કહ્યું કે આ પટ્ટીકાઓમાં રાજા રાજેન્દ્ર ચોલ પ્રથમ અને તેમના પિતા રાજા રાજરાજા ચોલ પ્રથમ સંબંધિત માહિતી નોંધાયેલી છે. તામ્ર પટ્ટીકાઓ તાંબાની બનેલી પ્લેટો હોય છે, જેના પર જૂના સમયમાં મહત્વની વાતો લખવામાં આવતી હતી. નિષ્ણાતોના મતે, 19મી સદીમાં જ્યારે યુરોપિયન દેશો ભારત અને એશિયાના અન્ય ભાગોમાં વેપાર અને રિસર્ચ કરી રહ્યા હતા, તે જ સમયગાળા દરમિયાન આ દસ્તાવેજો વિદેશ લઈ જવામાં આવ્યા હતા. ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને ASML વચ્ચે પણ સમજૂતી ધ હેગમાં ટાટા દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ઇલેક્ટ્રોનિક્સ અને ડચ કંપની ASML વચ્ચે પણ સમજૂતી થઈ. આ કરાર સેમિકન્ડક્ટર અને ચિપ ટેકનોલોજીના ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે છે. ASML વિશ્વની અગ્રણી ચિપ મશીન બનાવતી કંપનીઓમાંની એક છે, જ્યારે ટાટા ઇલેક્ટ્રોનિક્સ ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં રોકાણ વધારી રહી છે. ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને ડચ કંપની ASMLના પ્રતિનિધિઓ ડીલ પર હસ્તાક્ષર કરી રહ્યા છે, જ્યારે પીએમ મોદી અને પીએમ જેટન પાછળ ઊભા છે… નેધરલેન્ડના રાજા-રાણીને મળ્યા પીએમ મોદી શનિવારે મોદીએ નેધરલેન્ડના હેગ શહેરમાં ત્યાંના રાજા વિલેમ-એલેક્ઝાન્ડર અને રાણી મેક્સિમા સાથે મુલાકાત કરી. આ મુલાકાત શાહી મહેલ ‘પેલેસ હાઉસ ટેન બોશ’માં થઈ. બેઠક દરમિયાન ભારત અને નેધરલેન્ડના સંબંધોને વધુ મજબૂત કરવા પર ચર્ચા થઈ. બંનેએ શિક્ષણ, ટેકનોલોજી, સેમિકન્ડક્ટર, ડિજિટલ ટેકનોલોજી, વોટર મેનેજમેન્ટ અને ગ્રીન એનર્જી જેવા ક્ષેત્રોમાં સાથે મળીને કામ વધારવાની વાત કરી. નેધરલેન્ડના રાજા અને રાણીએ વડાપ્રધાન મોદીના સન્માનમાં ડિનરનું પણ આયોજન કર્યુ. મોદીએ 2019માં રાજા અને રાણીની ભારત યાત્રાને યાદ કરતા કહ્યું કે તે પ્રવાસથી બંને દેશોના સંબંધોને નવી મજબૂતી મળી હતી. પીએમ મોદીએ નેધરલેન્ડ સરકારની મહેમાનગતિ બદલ આભાર માન્યો. PM મોદી બોલ્યા- ભારતમાં રોકાણ કરવાનો અત્યારે સૌથી સારો સમય નેધરલેન્ડના હેગ શહેરમાં શનિવારે આયોજિત CEO રાઉન્ડ ટેબલ બેઠકમાં મોદીએ કહ્યું કે ભારતમાં રોકાણ અને વેપાર માટે આ સૌથી સારો સમય છે. તેમણે જણાવ્યું કે ટેક્સ, લેબર કાયદા અને સરકારી વ્યવસ્થામાં સુધારાને કારણે ભારતમાં મેન્યુફેક્ચરિંગ હવે સસ્તું અને સરળ બની ગયું છે. PM મોદીએ કહ્યું કે ઇલેક્ટ્રોનિક્સ, જે પહેલા મોટો આયાત ક્ષેત્ર હતો, તે હવે ભારતનો મોટો નિકાસ ક્ષેત્ર બની ગયો છે. ભારત અને નેધરલેન્ડ ગ્રીન હાઇડ્રોજન, ટેકનોલોજી અને ઇનોવેશન જેવા ક્ષેત્રોમાં સાથે મળીને કામ વધારશે. ભારતમાં 300થી વધુ ડચ કંપનીઓ કાર્યરત વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે થયેલ FTA (ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ) કરાર બંને પક્ષો માટે નવી તકો ખોલશે. સાથે જ બંને દેશો તેમની ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે કામ કરી રહ્યા છે. પીએમ મોદીએ ડચ કંપનીઓને ભારતમાં વધુ રોકાણ કરવા અપીલ કરી. તેમણે કહ્યું કે 300થી વધુ ડચ કંપનીઓ પહેલાથી જ ભારતમાં કામ કરી રહી છે અને ભારત ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા બની રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં વેપાર કરનારાઓને સારી તકો અને સારા પરિણામો મળશે. ------------------ આ સમાચાર પણ વાંચો… મોદી બોલ્યા- આ દુનિયા માટે આપત્તિઓનો દાયકો: પહેલા કોરોના, પછી યુદ્ધ, હવે ઉર્જા સંકટ, સ્થિતિ ન બદલાઈ તો દુનિયા ગરીબીમાં ધકેલાશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેધરલેન્ડના પ્રવાસે છે. તેમણે ધ હેગમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતા વિશ્વની વર્તમાન પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી. મોદીએ કહ્યું કે આજે માનવતા સામે ઘણા મોટા પડકારો છે. આ દાયકો આપત્તિઓનો દાયકો બની ગયો છે. દુનિયા પહેલા કોરોના, પછી યુદ્ધ અને હવે ઉર્જા સંકટ સામે ઝઝૂમી રહી છે.
    Click here to Read more
    Prev Article
    फ्रिज में भूलकर भी न रखें ये 5 सब्जियां, वरना स्वाद और पोषण दोनों हो जाएंगे खराब, जानें वजह
    Next Article
    મોંઘવારીનો ડામ : દિલ્હીમાં 3 દિવસમાં બીજી વખત CNGના ભાવ વધ્યાં, પ્રતિ કિલોએ 1 રૂ.નો વધારો

    Related ભારત Updates:

    Comments (0)

      Leave a Comment