West Bengal Politics: ભૂપેન્દ્ર યાદવને મળ્યા 14 બળવાખોર સાંસદ, શુભેન્દુ અધિકારી પણ રહ્યા હાજર
4 hours from now
TMC પાર્ટીમાં ચાલી રહેલી આંતરિક ખેંચતાણ વચ્ચે TMCના 14 સાંસદોએ દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્ર યાદવ સાથે મુલાકાત કરી છે. રસપ્રદ વાત એ છે કે આ બેઠક દરમિયાન પશ્ચિમ બંગાળના નેતા શુભેન્દુ અધિકારી અને ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી બિપ્લબ દેબ પણ હાજર હતા.શુખેન્દુ શેખરે આપ્યુ ટીએમસીમાંથી રાજીનામુ બીજી તરફ, રાજકીય હલચલ વચ્ચે ટીએમસીના વરિષ્ઠ નેતા શુખેન્દુ શેખરએ રાજ્યસભાના સાંસદ પદ તેમજ પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. તેમની આ જાહેરાત બાદ પાંચ સાંસદો તેમને મળવા પહોંચ્યા હોવાના અહેવાલ છે.લોકસભામાં TMCના ભાગલા નિશ્ચિત: સ્પીકરને સોંપાયો પત્રએકતરફ મમતા બેનર્જી 'ઈન્ડિયા' ગઠબંધનની બેઠકમાં વ્યસ્ત હતા, બરાબર તે જ સમયે (સોમવારે બપોરે 12:53 વાગ્યે) બળવાખોર જૂથે લોકસભા સ્પીકરની ઓફિસમાં એક મહત્વપૂર્ણ પત્ર સુપરત કર્યો હતો. ટીએમસીના વરિષ્ઠ સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારના નેતૃત્વમાં સોંપવામાં આવેલા આ પત્રમાં લોકસભામાં એક અલગ જૂથ બનાવવાનો દાવો કરવામાં આવ્યો છે.કુલ 28 સાંસદોમાંથી 20 બળવાખોર ઉલ્લેખનીય છે કે લોકસભામાં તૃણમૂલ કોંગ્રેસના કુલ 28 સાંસદો છે, જેમાંથી 20 સાંસદોએ આ બળવાખોર પત્ર પર હસ્તાક્ષર કર્યા હોવાનો દાવો કરાયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ જૂથમાં કાકોલી ઘોષ દસ્તીદાર ઉપરાંત પ્રસૂન બેનર્જી, પાર્થ ભૌમિક, શર્મિલા સરકાર, અસિત મલ, જગદીશ બસુનિયા, કાલિપદા સોરેન, અરૂપ ચક્રવર્તી, રચના બેનર્જી અને દેવ જેવા અગ્રણી ચહેરાઓ સામેલ હોવાની ચર્ચા છે. હાલમાં લોકસભા સ્પીકર ઓમ બિરલા દિલ્હીની બહાર હોવાથી આ પત્ર તેમની ઓફિસમાં જમા કરાવવામાં આવ્યો છે.ભાજપમાં નહીં, પરંતુ NDA ગઠબંધનનો હિસ્સો બનશેપત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે બળવાખોર સાંસદો સીધા ભાજપમાં જોડાઈ રહ્યા નથી. તેઓ તૃણમૂલ કોંગ્રેસના એક અલગ જૂથ તરીકે કાર્ય કરશે અને કેન્દ્રમાં સત્તારૂઢ એનડીએ (NDA) ગઠબંધનને સમર્થન આપશે. જો સ્પીકર દ્વારા આ પત્રને મંજૂરી આપવામાં આવશે, તો સંસદમાં મમતા બેનર્જીની પાર્ટી સત્તાવાર રીતે બે ભાગમાં વહેંચાઈ જશે.ચીફ વ્હીપના પદને લઈને ટેકનિકલ દાવપેચમમતા બેનર્જીએ તાજેતરમાં જ કાકોલી ઘોષ દસ્તીદારને ચીફ વ્હીપના પદ પરથી હટાવીને કલ્યાણ બેનર્જીની નિમણૂક કરી હતી. જોકે, કાકોલી ઘોષે દાવો કર્યો છે કે હાલમાં સંસદનું સત્ર ચાલુ ન હોવાથી લોકસભાના સત્તાવાર રેકોર્ડ પર હજુ પણ તેઓ જ ચીફ વ્હીપ છે. આ જ ટેકનિકલ આધાર પર તેમણે સ્પીકરને પત્ર સોંપ્યો છે.ધારાસભ્યો બાદ હવે સાંસદોનો વારોપશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામો બાદ તૃણમૂલ કોંગ્રેસના વિધાનસભ્ય દળમાં પહેલાથી જ ભંગાણ પડી ચૂક્યું છે. રિતબ્રત બેનર્જીની આગેવાની હેઠળ 58 ધારાસભ્યોએ અલગ જૂથની રચના કરી લીધી છે, જેને વિધાનસભા સ્પીકરે માન્યતા પણ આપી દીધી છે. ધારાસભ્યો બાદ હવે સંસદીય દળમાં પણ આ મોટો બળવો મમતા બેનર્જી માટે રાજકીય રીતે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.આ પણ વાંચો- આ એક જિલ્લો, ગણાય છે Litchi Capital of India, જાણો કયો ?
Click here to Read more