Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Peter Philipના Harriet Sperling સાથે લગ્ન, જાણો કેમ ચર્ચાનો વિષય છે આ પ્રસંગ?

    4 hours from now

    1

    0

    આ લગ્ન શનિવારે ઇંગ્લેન્ડના ગ્લોસ્ટરશાયરના કેમ્બલ સ્થિત ઓલ સેન્ટ્સ ચર્ચ ખાતે ખાનગી સમારોહમાં આયોજિત કરાયા હતા. બ્રિટિશ શાહી પરિવારમાં ગુંજી શરણાઇ બ્રિટનના રાજા ચાર્લ્સના ભત્રીજા પીટર ફિલિપ્સે નર્સ હેરિયેટ સ્પર્લિંગ સાથે લગ્ન કર્યા છે. 2024માં શરૂ થયેલી તેમની પ્રેમકથા હવે શાહી લગ્નમાં ફેરવાઈ છે. ભૂતપૂર્વ સિંગલ મધર હેરિયેટ હવે સત્તાવાર રીતે બ્રિટિશ રાજવી પરિવારનો ભાગ બની છે. આ દંપતીએ ઓગસ્ટ 2025માં તેમની સગાઈની જાહેરાત કરી હતી. પીટર ફિલિપ્સ અને હેરિયેટ સ્પર્લિંગ 2024માં રમતગમત સ્પર્ધા દરમિયાન મળ્યા હતા. બંને તેમની પુત્રીઓ સાથે આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ પછી, તેઓ અનેક જાહેર કાર્યક્રમોમાં સાથે દેખાવા લાગ્યા હતા. બન્નેના કામના ક્ષેત્રે છે અલગ જૂન 2024 માં, તેઓ રાજા ચાર્લ્સ અને રાણી કેમિલાના મહેમાન તરીકે રોયલ એસ્કોટમાં હાજરી આપી હતી. તેઓ ગયા વર્ષે પ્રિન્સ વિલિયમની ચેરિટી પોલો મેચ અને વિમ્બલ્ડનમાં રોયલ બોક્સમાં પણ સાથે દેખાયા હતા. 45 વર્ષીય હેરિયેટ સ્પર્લિંગ NHS એટલે કે, નેશનલ હેલ્થ સર્વિસ સાથે પીડિયાટ્રિક નર્સ છે. તે એક ફ્રીલાન્સ લેખિકા પણ છે. તે બાળકોમાં પ્રારંભિક માનસિક વિકાસ અને સારા વાલીપણાના વિષય પર કામ કરે છે. હેરિયેટ અને પીટર બન્નેના બીજા લગ્ન હેરિયેટ અગાઉ હેરિયેટ સેન્ડર્સ નામથી એક લેખ લખતી હતી. જેમાં તેણીએ એકલ માતા તરીકેના પોતાના અનુભવો શેર કર્યા હતા. તેણીએ લખ્યું હતું કે, તે અને તેની પુત્રી, જ્યોર્જીના 10 વર્ષ સુધી સાથે રહ્યા હતા. જ્યોર્જીના પણ લગ્નમાં હાજર હતી. આ પીટર ફિલિપ્સના પણ બીજા લગ્ન પણ છે. તેમના પહેલા લગ્ન 2008માં ઓટમ ફિલિપ્સ સાથે થયા હતા. તેમના 2021માં છૂટાછેડા થયા હતા. તેમને બે પુત્રીઓ છે, સવાન્ના અને આયલા. બ્રિટિશ શાહી પરિવારમાં નવા સભ્યનો પ્રવેશ હેરિયેટને તેના ભાઈ નિકોલસ સેન્ડર્સ ચર્ચમાં લઈ ગયા હતા. તેની માતા મેરી સેન્ડર્સ અને બહેનો લુઇસા અને રેબેકા પણ હાજર હતી. શાહી પરિવારના ઘણા સભ્યોએ લગ્નમાં હાજરી આપી હતી. જેમાં ઝારા અને માઇક ટિંડલ, પ્રિન્સેસ યુજેની, પ્રિન્સેસ બીટ્રિસ અને ડ્યુક અને ડચેસ ઓફ એડિનબર્ગનો સમાવેશ થાય છે. લગ્ન પછી, હેરિયેટ હવે શ્રીમતી ફિલિપ્સ તરીકે ઓળખાશે અને સત્તાવાર રીતે બ્રિટિશ શાહી પરિવારનો ભાગ બની છે. આ પણ વાંચોઃ બજારમાં ટ્રેનના સ્પેરપાર્ટ્સ કેમ નથી ઉપલબ્ધ, જાણો શું છે કારણ?
    Click here to Read more
    Prev Article
    Kerala HSCAP plus one trial allotment result 2026 out at hscap.kerala.gov.in: Direct link to check allotment status here
    Next Article
    16 વર્ષની ઉંમરે 15 વર્ષ મોટા સુપરસ્ટાર સાથે કર્યા લગ્ન, પછી સની દેઓલ સાથે જોડાયું નામ, આવી રહી ડિમ્પલ કપાડિયાની લવ સ્ટોરી!

    Related વિશ્વ Updates:

    Comments (0)

      Leave a Comment