Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    કાશ્મીરના ગુલમર્ગનો રોપ-વે બગડ્યો; 300 લોકોનું રેસક્યૂ:7 કલાક ઓપરેશન ચાલ્યું; 65 ટ્રોલી હવામાં ફસાઈ, કેટલીક તો 500 ફૂટની ઊંચાઈએ હતી

    2 weeks ago

    1

    0

    જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં એશિયાના સૌથી ઊંચા રોપવે ગોંડોલા (રોપવે)માં સોમવારે ટેકનિકલ ખામી સર્જાતાં લગભગ 300 પ્રવાસીઓ હવામાં ફસાઈ ગયા હતા. લગભગ સાત કલાક સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. રોપવેની 65 કેબિન બપોરે લગભગ 2 વાગ્યાથી હવામાં અટકી ગઈ હતી. કેટલીક કેબિન જમીનથી લગભગ 500 ફૂટની ઊંચાઈ પર હતી. એક કેબિનમાં 6 લોકો બેસી શકે છે. ભારે વરસાદ વચ્ચે SDRF, NDRF, સેના અને પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. સાંજે 8.30 વાગ્યે રેસ્ક્યુ સમાપ્ત થયું. ભારતીય સેનાએ X પર જણાવ્યું કે શરૂઆતના પાંચ કલાકમાં 179 પ્રવાસીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. મોટાભાગના લોકોને દોરડા અને સીડીઓની મદદથી નીચે ઉતારવામાં આવ્યા હતા. તેમાં ઘણી મહિલાઓ, બાળકો અને વૃદ્ધો પણ હતા. ગુલમર્ગ ગોંડોલા બે ફેઝમાં વહેંચાયેલું છે. પહેલો ફેઝ ગુલમર્ગને કોંગડોરી સાથે જોડે છે. બીજો તબક્કો કોંગડોરીથી અફરવાત સ્ટેશન સુધી જાય છે. બંને રૂટમાં કુલ 108 કેબિન કાર છે. શ્રીનગરથી ગુલમર્ગ ગોંડોલાનું અંતર 51 કિમી છે. ગુલમર્ગ ગોંડોલામાં 24 કલાકમાં બીજી વખત ટેકનિકલ ખામી સૂત્રો અનુસાર, ગુલમર્ગ ગોંડોલામાં રવિવારે પણ ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જોકે રિપેરિંગ બાદ સોમવારે સેવા ફરી શરૂ કરવામાં આવી હતી. 24 કલાકની અંદર બીજી વખત ફરીથી ટેકનિકલ ખામી સર્જાઈ, જેના કારણે સેંકડો પ્રવાસીઓ ફસાઈ ગયા.આ પહેલા ગુલમર્ગ ગોંડોલામાં 25 જૂન 2017ના રોજ અકસ્માત થયો હતો. તીવ્ર વાવાઝોડા દરમિયાન એક ઝાડ ગોંડોલાની કેબલ લાઇન પર પડ્યું હતું. આનાથી એક કેબિન જોરથી ઝૂલવા લાગી અને તેના કાચ તૂટી ગયા. કેબિનમાં સવાર લોકો લગભગ 100 ફૂટ નીચે પડી ગયા, જેના કારણે સાત લોકોનાં મોત થયા હતા. આ ઘટના અંગે જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું, "સરકાર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. બધા કેબિન અને અંદર ફસાયેલા પ્રવાસીઓ સુરક્ષિત છે. ટીમો બચાવ કામગીરી કરી રહી છે. ગભરાવાની કોઈ જરૂર નથી." જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ કહ્યું, હું કેબલ કાર કેબિનમાં ફસાયેલા પ્રવાસીઓ માટે બચાવ કામગીરી પર નજર રાખી રહ્યો છું. મેં DGPને સ્થળ પર જવા નિર્દેશ આપ્યો છે. પોલીસ, સેના, SDRF, DC અને SSP ની સંયુક્ત ટીમ સ્થળ પર હાજર છે. ગુલમર્ગ રોપવે દુનિયાનો સૌથી ઊંચી કેબલ કાર સિસ્ટમ ગુલમર્ગ રોપવે એશિયાનો સૌથી ઊંચી અને સૌથી લાંબી કેબલ કાર પ્રોજેક્ટ છે, અને તે દુનિયાનો બીજો સૌથી મોટો અને સૌથી ઊંચી કેબલ કાર સિસ્ટમ છે. તે બે તબક્કામાં ગુલમર્ગના આધારથી કોંગડોરી અને પછી અફરવત શિખર સુધી જાય છે. અહીંથી બરફીલા શિખરોનો ભવ્ય નજારો દેખાય છે. ગુલમર્ગ ગોંડોલા દેશના સૌથી લોકપ્રિય પર્યટન સ્થળોમાં ગણાય છે અને ઉનાળામાં અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચે છે. જોકે, ઘટના પછી સુરક્ષા ધોરણો અને જાળવણી અંગે સવાલો ઊભા થવા લાગ્યા છે.
    Click here to Read more
    Prev Article
    जिंदगी में खुश रहने वाले लोग चुपचाप छोड़ देते हैं ये 5 आदतें, आप भी जान लें सीक्रेट
    Next Article
    Awfis Q4 profit doubles, revenues up 20% YoY on GCC boom and AI-led expansion

    Related ભારત Updates:

    Comments (0)

      Leave a Comment