5 કેમેરા સાથે બે ધાંસુ Oppo સ્માર્ટફોન લોન્ચ, મોટી સિલિકોન કાર્બન બેટરી અને પાવરફુલ પ્રોસેસર
3 weeks ago
OPPO Find X9s And OPPO Find X9 Ultra Launch: ઓપ્પો Find X9 સીરિઝના બે સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયા છે. OPPO Find X9s અને OPPO Find X9 Ultra કંપનીના નવા સ્માર્ટફોન છે, જેની સૌથી મોટી ખાસિયત 5 કેમેરા અને મોટી બેટરી છે. આ ફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન પ્રોસેસર, 16 જીબી રેમ અને ક્વાડ રિયર કેમેરા સેટઅપ છે. આ ફોનમાં 7050mAh ની સિલિકોન કાર્બન બેટરી આવ છે, જે 100W વાયર્ડ ચાર્જિંગ સ્પોર્ટ કરે છે. Oppo Find X9 Ultra સ્પેસિફિકેશન અને બેટરી Oppo Find X9 Ultra ફોનમાં 6.82 ઇંચની QHD+ ProXDR AMOLED ડિસ્પ્લે આવે છે, જે 120Hz એડેપ્ટિવ રિફ્રેશ રેટ અને 3600 નિટ્સ સુધી બ્રાઇટનેસ સપોર્ટ કરે છે. આ ફોન Qualcomm Snapdragon 8 Elite Gen 5 પ્રોસેસર પર ચાલે કરે છે, જેમ 12GB RAM અને 512GB સ્ટોરેજ આવે છે. ઓપ્પો ફાઈન્ડ એક્સ9 અલ્ટ્રા ફોન Android 16 પર આધારિત ColorOS 16 પર રન કરે છે. તેમા 7050mAh ની મોટી સિલિકોન કાર્બન બેટરી છે, જે 100W ફાસ્ટ ચાર્જિંગ અને 50W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ કરે છે. Oppo Find X9 Ultra કેમેરા ઓપ્પો Find X9 Ultra ફોનની સૌથી મોટી ખાસિયત તેના 5 કેમેરા છે. આ ફોનમાં 200MP Sony LYT-901 પ્રાયમરી કેમેરો આવે છે, તેની સાથે જ 200MP 3x પેરિસ્કોમ ટેલીફોટો લેન્સ, 50MP નો 10x પેરિસ્કપો કેમેરા અને 50MP અલ્ટ્રા વાઇડ કેમેરો આવે છે. ફોનમાં Hasselblad ઇમેજિંગ મોડ, ડોલ્બી વિઝન 4K રેકોર્ડિંગ, 8Kડ વીડિયો સપોર્ટ અને O-Log2 કલર ટૂલ્સ પણ આવે છે. તો સેલ્ફી અને વીડિયો કોલ માટે 50 એમપીનો સેલ્ફી કેમેરા આવે છે. આ ફોનમાં કંપનીએ Hasselblad કેમેરા ટ્યૂનિંગ આપ્યું છે, જેનાથી પ્રોફેશનલ લેવલ ફોટોગ્રાફી અને કલર આઉટપૂટ મળે છે. Your Pocket Hasselblad is finally here.Pre-order the #OPPOFindX9Ultra now at ₹1,69,999, with exciting offers.#YourStoryMatters #CreateWithFind pic.twitter.com/FxaKHtET18 — OPPO India (@OPPOIndia) May 21, 2026 Oppo Find X9s: કોમ્પેક્ટ ફ્લેગશિપ સાથે Hasselblad ટ્યૂનિંગ ઓપ્પો ફાઈન્ડ એક્સ 9s ફોનમાં 6.59 ઇંચની ProXDR AMOLED ડિસ્પ્લે આવે છે, જે 120Hz રિફ્રેશ રેટ અને 3600 નિટ્સ સુધીની પીક બ્રાઇટનેસ પ્રદાન કરે છે. આ ફોન મીડિયાટેક Dimensity 9500s પ્રોસેસર પર ચાલે છે અને LPDDR5X RAM તેમજ UFS 4.1 સ્ટોરેજ સાથે આવે છે. Oppo Find X9s ફોન પણ Android 16 બેઝ્ડ ColorOS પર રન કરે છે. તેમા 7025mAh બેટરી છે, જે 80W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. કેમેરાની વાત કરીયે તો તેમા 50MPનો ટ્રિપલ કેમેરા સેટઅપ છે, જેમા Sony LYT 700 પ્રાયમરી કેમેરા, 3x પેરિસ્કોપ ટેલીફોટો અને અલ્ટ્રા વાઇડ કેમેરા સામેલ છે. આ ફોન ડોલ્બી વિઝન વીડિયો , AI ઇમેજિંગ ફીચર્સ અને 4K 60fps રેકોર્ડિંગ સપોર્ટ કરે છે, જે ફ્રન્ટ અને રિયર બંને કેમેરાથી શક્ય છે. આ ફોનમાં પણ સેલ્ફી અને વીડિયો કોલ માટે 50MP ફ્રન્ટ કેમેરો આવે છે. The wait is over!Pre-order the #OPPOFindX9s now at ₹79,999 for 12GB + 256GB and ₹89,999 for 12GB + 512GB.Available with exciting Pre-Order offers.#YourStoryMatters #CreateWithFind pic.twitter.com/69tsZ66Kif — OPPO India (@OPPOIndia) May 21, 2026 બંને સ્માર્ટફોન Oppo Find X9s અને Oppo Find X9 Ultra વોટરપ્રુફ અને ડસ્ટ ફ્રી છે, તેની માટે IP66, IP68 અને IP69 રેટિંગ મળ્યું છે. ઉપરાંત તેમા અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સ્કેનર અને AI બેસ્ડ પ્રોડક્ટિવિટી અને કેમેરા ફીચર્સ સામેલ છે. કનેક્ટિવિટી માટે આ સ્માર્ટફોનમા બ્લૂટૂથ 6.0, વાઇફાઇ 7, એનએફસી, ગ્લોનાસ, જીપીએસ અને ટાઇપ સી પોર્ટ જેવા ફીચર્સ મળે છે. આ પણ વાંચો | Lenovo નો પાવરફુલ ગેમિંગ ફોન લોન્ચ, મોટી ડિસ્પ્લે સાથે 8000mAh બેટરી Oppo Find X9s , Oppo Find X9 Ultra કિંમત ઓપ્પો Find X9 Ultra ફોનની કિંમત 1,69,999 રૂપિયા રાખવામાં આવી છે, જેમા 12GB RAM અને 512GB સ્ટોરેજ મળે છે. તો ઓપ્પો Oppo Find X9s ફોનનીકિંમત 79,999 રૂપિયાથી શરૂ થાય છે, જેમા 12GB રેમ + 256GB સ્ટોરેજ મળે છે. તો 12GBરેમ અને 512GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 89,999 રૂપિયા છે.
Click here to Read more


