મુંબઈ : વર્તમાન સપ્તાહમાં ક્રિપ્ટોકરન્સીઝ બજારમાં સતત ધોવાણ ચાલુ રહ્યું હતું અને ગુરુવારે બિટકોઈને ૬૨૦૦૦ ડોલરની સપાટી તોડી હતી. વૈશ્વિક મૂડી બજારમાં જાયન્ટ ટેક કંપનીઓ જેમ કે સ્પેસએકસ, ઓપનએઆઈ તથા એન્થ્રોપિકના આવી રહેલા જાહેર ઈક્વિટી ભરણાંમાં નાણાં નાખવા રોકાણકારો ક્રિપ્ટો કરન્સીઝ જેવી જોખમી એસેટસમાંથી પોતાના રોકાણ પાછા ખેંચી રહ્યા હોવાનું જણાય છે.ઉપર જણાવેલી ટેક કંપનીઓના જાહેર ભરણાં વર્તમાન વર્ષમાં મૂડી બજારની સૌથી મોટી ઘટના માનવામાં આવે છે. સ્પેસએકસ, ઓપનએઆઈ તથા એન્થ્રોપિક ઉપરાંત શકયત: ગુગલ આ ચાર મોટી ટેક કંપનીઓ વર્તમાન વર્ષમાં એકત્રિત રીતે અંદાજે ૩૫૦ અબજ ડોલરથી વધુનું ભંડોળ બજારમાંથી ઊભું કરવા યોજના ધરાવે છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર


