Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    ચોમાસું 7 દિવસથી એક જ જગ્યાએ અટક્યું:યુપીમાં વાવાઝોડું, 3 મોત, બિહારમાં વાવાઝોડું-વરસાદ, દિવસ દરમિયાન અંધારું છવાયું; આજે 22 રાજ્યોમાં વરસાદનું એલર્ટ

    1 hour ago

    1

    0

    ચોમાસાએ કેરળમાં 4 જૂને એન્ટ્રી કરી દીધી હતી. ત્યારબાદ 6 જૂન સુધીમાં તે પાંચ રાજ્યોમાં આગળ વધ્યું. હવે છેલ્લા 7 દિવસથી તે તમિલનાડુના ચેન્નઈ, મહારાષ્ટ્રના હરનાઈ અને બંગાળના સિલીગુડીમાં અટક્યું છે. જોકે, આગામી ત્રણ દિવસમાં તે ઝડપથી આગળ વધવાનો અંદાજ છે. ટૂંક સમયમાં ચોમાસું મહારાષ્ટ્ર, તેલંગાણા અને આંધ્રપ્રદેશના બાકીના ભાગોને પાર કરી લેશે. ગુજરાતને બાદ કરતાં બાકીના તમામ રાજ્યોમાં પ્રી-મોન્સૂનની અસર છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, પંજાબ, દિલ્હી, પશ્ચિમ બંગાળમાં વરસાદ થયો. બિહારમાં પટના, બક્સર, સુપૌલ સહિત 5 જિલ્લામાં વહેલી સવારે વાવાઝોડા સાથે વરસાદ થયો, અંધારું છવાયું. લોકોને ગાડીઓની લાઇટ ચાલુ કરીને ચાલવું પડ્યું. યુપીના ચિત્રકૂટમાં 4.5 કરોડ રૂપિયાના ઓડિટોરિયમની છત ઉડી ગઈ. ઇટાવા, સીતાપુર અને ફિરોઝાબાદમાં અકસ્માતોમાં 3 લોકોના મોત થયા. જ્યારે પંજાબના માનસામાં ભારે વાવાઝોડામાં લોખંડનો ગેટ પડવાથી 9 વર્ષના બાળકનું મોત થયું. રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં વાવાઝોડું આવ્યું. દિલ્હીમાં ખરાબ હવામાનને કારણે 2 ફ્લાઇટ જયપુર ડાયવર્ટ કરવામાં આવી. 22 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ આજે 22 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ છે. તેમાં રાજસ્થાન, એમપી, યુપી, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, દિલ્હી, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, તમિલનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને ગોવા શામેલ છે. જ્યારે ગુજરાત સિવાયના અન્ય તમામ રાજ્યોમાં વરસાદનું યલો એલર્ટ છે. 8 રાજ્યોમાં પારો 40°Cથી વધુ રહ્યો વરસાદ છતાં યુપી, દિલ્હી, રાજસ્થાન, એમપી, મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ અને હરિયાણાના ઘણા શહેરોમાં પારો 40°C થી વધુ રહ્યો. દેશમાં સૌથી વધુ પારો પંજાબના ભટિંડામાં નોંધાયો. અહીં પારો 46.2°C રહ્યો. જ્યારે રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પારો 45.9°C, યુપીના બાંદામાં 45.4°C, મહારાષ્ટ્રના બ્રહ્મપુરીમાં 45.5°C અને એમપીના ખજુરાહોમાં 45°C નોંધાયો. રાજ્યોમાંથી હવામાનની તસવીરો… આગામી બે દિવસના હવામાનનો અહેવાલ 12 જૂન: 13 જૂન: રાજ્યોમાં હવામાનની સ્થિતિ 1. રાજસ્થાન: આજથી હવામાન બદલાશે, 12 જિલ્લાઓમાં વાવાઝોડા-વરસાદનું એલર્ટ રાજસ્થાનમાં ગરમી અને ભેજથી પરેશાન લોકોને ગુરુવારથી રાહત મળવાની આશા છે. આજે જયપુર, અલવર સહિત 12 જિલ્લામાં વાવાઝોડા-વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ક્યાંક-ક્યાંક કરા પણ પડી શકે છે. તેની અસર 14 જૂન સુધી રહેવાની સંભાવના છે. 2. મધ્યપ્રદેશ: ગ્વાલિયર-જબલપુર સહિત 34 જિલ્લામાં વાવાઝોડું આવી શકે છે, કાલે કરા પડશે મધ્યપ્રદેશમાં પ્રી-મોન્સુન વરસાદ થઈ રહ્યો છે. બુધવારે 20થી વધુ જિલ્લામાં હવામાન બદલાયું હતું, જ્યારે ગુરુવારે ગ્વાલિયર-જબલપુર સહિત 34 જિલ્લામાં વાવાઝોડા-વરસાદનું એલર્ટ છે. મોરેના, ભીંડ, દતિયા, નિવાડીમાં શુક્રવારે કરા પડી શકે છે. 3. બિહાર: 7 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી; પટના સહિત 6 જિલ્લામાં વાવાઝોડું-વરસાદ બિહારમાં પટના, બક્સર, સુપૌલ સહિત 5 જિલ્લામાં વહેલી સવારે વાવાઝોડા સાથે વરસાદ થયો, અંધારું છવાયું. લોકોને ગાડીઓની લાઇટ ચાલુ કરીને ચાલવું પડ્યું. ગુરુવારે રાજ્યના 38 જિલ્લામાં વાવાઝોડા-વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 4. ઉત્તર પ્રદેશ: 10 શહેરોમાં વરસાદ, લખનઉમાં વાદળો છવાયા; તમામ 75 જિલ્લામાં એલર્ટ યુપીમાં પ્રી-મોન્સુન વરસાદ ચાલુ છે. ગુરુવારે સવારે પ્રયાગરાજ, મેરઠ, સહારનપુર, ગોંડા, દેવરિયા, બલિયા, સંભલ, બિજનૌર સહિત 10 શહેરોમાં તેજ પવન સાથે વરસાદ થયો હતો. હવામાન વિભાગે આજે રાજ્યના તમામ 75 જિલ્લાઓમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. 5. પંજાબ-ચંદીગઢ: 4 દિવસ વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, આજે 10 જિલ્લામાં કરા પડી શકે છે પંજાબ અને ચંદીગઢમાં 14 જૂન સુધી વરસાદ, વાવાઝોડું અને કેટલીક જગ્યાએ કરા પડી શકે છે. બુધવારે રાજ્યના સરેરાશ તાપમાનમાં નજીવો 0.1 ડિગ્રીનો તફાવત આવ્યો છે. જોકે, હજુ પણ તે સામાન્ય કરતાં 4.4 ડિગ્રી વધુ છે. સૌથી વધુ તાપમાન 46.2 ડિગ્રી બઠિંડામાં નોંધાયું છે. 6. હિમાચલ પ્રદેશ: આજે કરા પડવા અને વાવાઝોડાનું એલર્ટ, આગામી 6 દિવસ વરસાદની સંભાવના હિમાચલ પ્રદેશમાં આજથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થઈ રહ્યું છે. પહાડો પર આગામી 6 દિવસ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે આજે અને કાલે કાંગડા, કુલ્લુ, મંડી અને શિમલા જિલ્લામાં કરા પડવા અને વાવાઝોડા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. 7. છત્તીસગઢ: 60kmphની ઝડપે પવન ફૂંકાશે, 3-4 દિવસમાં પહોંચશે ચોમાસું છત્તીસગઢમાં ચોમાસાના પ્રવેશ માટે પરિસ્થિતિઓ અનુકૂળ બની ગઈ છે. આગામી 3 થી 4 દિવસમાં રાજ્યના કેટલાક ભાગોમાં ચોમાસું પહોંચી શકે છે. જ્યારે આજે આખા રાજ્યમાં ગાજવીજ સાથે 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ શકે છે.
    Click here to Read more
    Prev Article
    कौन है 'मेघा म्हात्रे'? जिसका किरदार निभाकर छा गईं कावेरी सेठ, फर्श से अर्श तक पहुंचाई टाइटन
    Next Article
    Droughts can drive antibiotic resistance in soil bacteria, research finds

    Related ભારત Updates:

    Comments (0)

      Leave a Comment