અમદાવાદની સાકાર હેલ્થકેરનો ઓન્કોલોજી સેક્ટરમાં દબદબો, વાર્ષિક નફામાં 74% અને આવકમાં 42% નો મોટો ઉછાળો
3 weeks ago
સાકાર હેલ્થકેર લિમિટેડ જે રિસર્ચ આધારિત API ઇન્ટિગ્રેટેડ EU GMP મંજૂર ઓન્કોલોજી ઓરલ્સ અને ઇન્જેક્શન મેન્યુફેક્ચરિંગ યુનિટ ધરાવે છે, તેણે 31 માર્ચ 2026ના રોજ પૂર્ણ થયેલા નાણાકીય વર્ષ માટે તેના ઓડિટેડ નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે. માર્ચ 2026 પૂર્ણ થયેલા Q4 FY26 માટે કંપનીએ રૂ. 11.02 કરોડનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ નોંધાવ્યો છે, જે Q4 FY25માં નોંધાયેલા રૂ. 5.76 કરોડના કન્સોલિડેટેડ નેટ પ્રોફિટની સરખામણીએ 91% YoY વૃદ્ધિ દર્શાવે છે. Q4 FY26 માટે ઓપરેશન્સમાંથી કન્સોલિડેટેડ આવક રૂ. 71.10 કરોડ રહી, જે Q4 FY25માં નોંધાયેલા રૂ. 50.24 કરોડની સરખામણીએ 42% YoY વૃદ્ધિ દર્શાવે છે. Q4 FY26 માટે EBITDA રૂ. 26.24 કરોડ (EBITDA Margin 37%) રહ્યો, જે Q4 FY25માં નોંધાયેલા રૂ. 15.72 કરોડ (EBITDA Margin 31%) ની સરખામણીએ 67% વૃદ્ધિ દર્શાવે છે. Q4 અને FY26 માટેના બિઝનેસ હાઇલાઇટ્સ Q4 અને FY26 દરમિયાન સાકાર હેલ્થકેરે 60થી વધુ ઓન્કોલોજી બિઝનેસ કોન્ટ્રાક્ટ પૂર્ણ કરીને તેના ઓન્કોલોજી બિઝનેસને વધુ મજબૂત બનાવ્યો છે, જ્યારે 35થી વધુ વધારાના કોન્ટ્રાક્ટ માટે ચર્ચાઓ હજુ ચાલુ છે. કંપનીએ વૈશ્વિક સ્તરે 250 ડોઝિયર્સ શેર કર્યા છે, જેમાંથી 125 સબમિટ કરવામાં આવ્યા છે અને 12ને રેગ્યુલેટરી ઓથોરિટીઝ તરફથી માર્કેટિંગ ઓથોરાઇઝેશન પ્રાપ્ત થયા છે. વધુમાં એબિરાટેરોન, જેમસાઇટાબિન, કાર્બોપ્લેટિન અને ડોસેટેક્સેલ સહિતના મુખ્ય પ્રોડક્ટ્સ માટે 11 ઓન્કોલોજી પ્રોડક્ટ ડોઝિયર્સને મંજૂરી મળી છે. એકોર્ડ-ઈન્ટાસ, ટોરેન્ટ UK & જર્મની, એમક્યુર, ગ્લેનમાર્ક અને ઝાયડસ સાથેના ઓન્કોલોજી ટેકનોલોજી ટ્રાન્સફર પ્રોજેક્ટ્સ પણ આગળ વધી રહ્યા છે, જેમાંથી 4 પ્રોજેક્ટ્સને UK અને EUમાં સાઇટ વેરિએશન મંજૂરી મળી છે. ફાઈનાન્શિયલ રિઝલ્ટ અંગે ટિપ્પણી કરતા મેનેજિંગ ડિરેક્ટર સંજય શાહે જણાવ્યું હતું કે, “Q4 સાકાર હેલ્થકેર માટે વધુ એક મહત્વપૂર્ણ પ્રગતિનો તબક્કો રહ્યો, જેમાં મજબૂત વર્ષ દર વર્ષની વૃદ્ધિ અને સુધરેલી નફાકારકતા સમગ્ર બિઝનેસમાં સ્થિર અમલીકરણને પ્રતિબિંબિત કરે છે. આ ક્વાર્ટરે અમારી કુલ ગ્રોથ સ્ટ્રેટેજી ઑન્કોલોજી વિભાગનું વધતું મહત્વ પણ દર્શાવ્યું, કારણ કે આ વિભાગ સતત વિસ્તરી રહ્યો છે અને ધીમે ધીમે કંપનીની ભવિષ્યની ગ્રોથ પ્રોફાઇલને આકાર આપી રહ્યો છે. આ પ્રગતિને વધતા પ્રોડક્ટ બેઝ, સુધરતા માર્કેટ પહોંચ અને મુખ્ય બજારોમાં વધતી એક્સપોર્ટ તકોનો ટેકો મળી રહ્યો છે. મંજૂરીઓ હવે લોન્ચ અને કોમર્શિયલ સપ્લાયમાં પરિવર્તિત થઈ જતાં અમને વિશ્વાસ છે કે બિઝનેસ વધુ મજબૂત અને ટકાઉ વૃદ્ધિના તબક્કામાં પ્રવેશી રહ્યો છે. ખાસ કરીને ઑન્કોલોજી પ્લેટફોર્મ વધતા વોલ્યુમ્સ, વધુ સારી ક્ષમતા ઉપયોગિતા અને સ્કેલ વધતા ઓપરેટિંગ લેવરેજનો લાભ લેવા માટે સારી સ્થિતિમાં છે. આગળ જોતા, FY27 કંપની માટે મહત્વપૂર્ણ વર્ષ બનવાની અપેક્ષા છે, જેમાં એક્સપોર્ટ ગતિ વધુ મજબૂત બનવાની અને ઓન્કોલોજી વોલ્યુમ્સમાં સતત વૃદ્ધિ થવાની શક્યતા છે, જે સાકાર હેલ્થકેરના આગામી વૃદ્ધિ તબક્કાને ટેકો આપશે.”
Click here to Read more


