Share Market News: સેન્સેક્સ નિફ્ટી 3 દિવસ બાદ સુધર્યા, કલ્યાણ જ્વેલર્સ તૂટ્યો
3 weeks ago
Share Market News Today Highlight In Gujarati : શેરબજારમા સળંગ ત્રણ દિવસના ઘટાડા બાદ બુધવારે સાંકડી વધઘટે આખરે સેન્સેક્સ નિફ્ટી સાધારણ વધીને બંધ થયા હતા. આજે સેન્સેક્સ 50 પોઇન્ટ વધી 74608 અને નિફ્ટી 33 પોઇન્ટ સુધરી 23412 બંધ થયો છે. સેન્સેક્સની ઇન્ટ્રા ડે ટ્રેડિંગ રેન્જ 75,191 થી74,134 હતી. સોનાની આયાત જકાત વધતા કલ્યાણ જ્વેલર્સ શેર તૂટ્યો છે. સેક્ટોરિયલ ઇન્ડેક્સમાં મેટલ, કેપિટલ ગુડ્સ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ વધ્યા હતા. શેરબજાર સૂંચકાક સેન્સેક્સ નિફ્ટી નેગેટિવે સેન્ટિમેન્ટથી ઘટાડે ખુલ્યા છે. સેન્સેક્સ 120 પોઇન્ટ ઘટી 74,439 ખુલ્યો છે. એનએસઇ નિફ્ટી સાધારણ ઘટી 23,362 ખુલ્યો છે. આઈટી શેર નરમ હતા જ્યારે ઓટો અને કેપિટલ શેર મજબૂત ટ્રેડિંગ કરી રહ્યા હતા. કસ્ટમ ડ્યૂટી વધવાથી સોના ચાંદીમાં ઉછાળો આવ્યો છે. સોના ચાંદીમાં ઉછાળો, કસ્ટમ ડ્યૂટી વધવાની અસર સોના ચાંદીના ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે. કેન્દ્ર સરકારે સોના ચાંદીની કસ્ટમ ડ્યૂટી 6 ટકાથી વધારીને 15 ટકા કરી છે. આયાત જકાત વધવાથી એમસીએક્સ સોનું 9200 રૂપિયા ઉછળીને 1,62,640 રૂપિય પ્રતિ 10 ગ્રામ બોલાયું છે. તો એમસીએક્સ ચાંદી વાયદો 16700 રૂપિયા ઉછળ્યો છે અને 1 કિલોનો ભાવ 2,95,800 રૂપિયા થયો છે. ક્રૂડ ઓઇલ ત્રણ દિવસ બાદ ઘટ્યું ક્રૂડ ઓઇલના ભાવ સતત દિવસની તેજી બાદ ઘટ્યા છે. બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 0.76 ટકા ઘટીને 106.95 ડોલર પ્રતિ બેરલ બોલાયું છે. તો WTI ક્રૂડ ઓઇલ લગભગ 101.5 ડોલર પ્રતિ બેરલ આસપાસ બોલાય છે. FII ₹ 1959 કરોડના શેર વેચ્યા, DII એ ₹ 7990 કરોડના શેર ખરીદયા વિદેશી રોકાણકારોની ભારતીય શેરબજારમાં વેચવાલી ચાલુ છે. શેરબજારના પ્રાથમિક આંકડા મુજબ મંગળવારે FII એ 1959 કરોડના શેર વેચ્યા છે, જ્યારે બીજી બાજુ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો એટલે કે DII એ ₹ 7990 કરોડના શેર ખરીદયા છે. DIIની ખરીદીથી શેરબજારને ટેકો મળ્યો છે.
Click here to Read more


