Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    નવતપામાં શરીરને અંદરથી કૂલ રાખવું છે?:આ 8 ફળો ઠંડક આપશે, 9 નેચરલ ડ્રિંક્સ લૂ સામે રક્ષણ આપશે; હેલ્થ રિસ્કથી બચવા 9 ટિપ્સ અપનાવો

    1 week ago

    1

    0

    નવતપાના 9 દિવસમાં ગરમી તેની પરાકાષ્ઠા પર હોય છે. આ દરમિયાન તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસની આસપાસ પહોંચી જાય છે. તેની સીધી અસર શરીર પર પડે છે. તીવ્ર તડકો, લૂ અને ઉચ્ચ તાપમાનથી થાક, ડીહાઇડ્રેશન, ચક્કર અને હીટ સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં, ખાનપાનને લઈને રોજિંદા જીવનમાં નાના-નાના ફેરફારો ખૂબ જ જરૂરી છે. ઠંડી તાસીરવાળા ફળો અને ડ્રિંક્સ શરીરને અંદરથી ઠંડુ રાખે છે અને દિવસભર ઊર્જા જાળવી રાખવામાં મદદ કરે છે. તેથી ‘કામના સમાચાર’ માં આજે એવા ફૂડ્સ વિશે વાત કરીશું, જે નવતપાની ભીષણ ગરમીમાં કૂલ અને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. સાથે જ જાણીશું કે- નિષ્ણાતઃ ડો. પૂનમ તિવારી, સિનિયર ડાયટિશિયન, ડો. રામ મનોહર લોહિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, લખનઉ પ્રશ્ન- નવતપા શું છે, આ દરમિયાન ગરમી કેમ વધી જાય છે? જવાબ- નવતપામાં 9 દિવસ સુધી પૃથ્વી સૂર્યની નજીક હોવાથી આકાશમાંથી અગનગોળા વરસે છે. સાથે જ ગરમ પવનો (લૂ) પણ ચાલે છે. આનાથી તાપમાન અચાનક વધી જાય છે અને તીવ્ર ગરમી અનુભવાય છે. પ્રશ્ન- નવતપાની આપણા શરીર પર શું અસર થાય છે? જવાબ- નવતપાની તીવ્ર ગરમી શરીરના તાપમાનને વધારી દે છે, જેનાથી પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સ ઘટવા લાગે છે. આની અસર એનર્જી લેવલ અને બોડી ફંક્શન પર પડે છે. આનાથી ઘણી પ્રકારની હેલ્થ પ્રોબ્લેમ્સ થઈ શકે છે. બધા હેલ્થ રિસ્ક ગ્રાફિકમાં જોઈએ- પ્રશ્ન- કયા લોકોને નવતપામાં વધુ હેલ્થ રિસ્ક હોય છે? જવાબ- નવતપાની ભીષણ ગરમીની અસર દરેક વ્યક્તિ પર પડે છે, પરંતુ કેટલાક લોકો તેના પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે. જેમ કે- પ્રશ્ન- નવતપાના સ્વાસ્થ્ય જોખમો ઘટાડવા માટે શું કરવું? જવાબ- નવતપામાં સ્વાસ્થ્ય જોખમોથી બચવા માટે શરીરને ઠંડુ રાખવું, પૂરતું પાણી પીવું અને યોગ્ય આહાર લેવો જરૂરી છે. આ માટે જીવનશૈલીમાં કેટલીક સાવચેતીઓ રાખવી જોઈએ. જેમ કે- પ્રશ્ન- કયા ફળો શરીરને કુદરતી ઠંડક આપે છે? જવાબ- નવતપામાં પાણીથી ભરપૂર અને ઠંડી તાસીરવાળા ફળો ખાવા ફાયદાકારક છે. આ ફળો શરીરને હાઈડ્રેટ રાખે છે, અંદરથી ઠંડક આપે છે અને ગરમીથી થતી સમસ્યાઓથી બચાવે છે. નીચે ગ્રાફિકમાં આવા ફળોની યાદી જોઈએ- ચાલો આ ફળોના ફાયદા સમજીએ- તરબૂચ શક્કરટેટી કેરી કાકડી નારંગી/મોસંબી અનાનસ દ્રાક્ષ કેળું પ્રશ્ન- આ ફળો ક્યારે અને કેવી રીતે ખાવા જોઈએ? જવાબ- યોગ્ય સમયે અને યોગ્ય રીતે ફળો ખાવાથી શરીરને ઠંડક અને હાઇડ્રેશનનો ફાયદો મળે છે. તેને મુદ્દાઓમાં સમજીએ- પ્રશ્ન- નવતપામાં કયા ડ્રિંક્સ શરીરને ઠંડુ રાખે છે? જવાબ- કેટલાક નેચરલ ડ્રિંક્સ નવતપાની ગરમીમાં શરીરને ઠંડુ રાખવામાં મદદ કરે છે. ગ્રાફિકમાં આવા નેચરલ કૂલિંગ ડ્રિંક્સની યાદી જોઈએ- ચાલો આ નેચરલ ડ્રિંક્સના ફાયદા સમજીએ- આમ પન્ના (કેરીનો બાફલો) છાશ લીંબુ પાણી બીલાંનું શરબત સત્તૂનો ઘોળ નારિયેળ પાણી શેરડીનો રસ જલજીરા કાકડી-ફુદીનાનું ડ્રિંક પ્રશ્ન- નવતપામાં કઈ વસ્તુઓ ખાવા-પીવાથી બચવું જોઈએ? જવાબ- કેટલીક વસ્તુઓ શરીરની ગરમી અને ડિહાઇડ્રેશનનું જોખમ વધારી દે છે. તેથી આવા ફૂડ્સ અને ડ્રિંક્સથી બચવું જરૂરી છે, ગ્રાફિકમાં જોઈએ- પ્રશ્ન- નવતપામાં કયા શારીરિક સંકેતોને બિલકુલ અવગણવા ન જોઈએ? જવાબ- આવા લક્ષણો દેખાય, તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો-
    Click here to Read more
    Prev Article
    मकर राशिफल 28 मई 2026: मकर राशि वाले काम से जुड़ी इन 4 बातों का रखें ध्यान, पढ़ें पूरा मकर राशिफल
    Next Article
    'ઓપ્પો એન્કો એર 5 પ્રો' ઇયરબડ્સ રિવ્યૂ:₹5000માં દમદાર સાઉન્ડ, પાવરફુલ ANC અને એડવાન્સ ફીચર્સ; પણ બોક્સ ખોલતા જ લાગશે મોટો ઝટકો

    Related જીવનશૈલી Updates:

    Comments (0)

      Leave a Comment