Fatty Liver Problem: શું દુબળા લોકોને ફેટી લીવરની સમસ્યા થઈ શકે, જાણો બીમારીના કારણો
3 hours from now
સામાન્ય રીતે જ્યારે પણ 'ફેટી લીવર'ની વાત આવે છે, ત્યારે લોકો તેને સ્થૂળતા, નિતંબ પર ચરબી જમા થવી કે વધતા વજન સાથે જોડે છે. મોટાભાગના લોકોની એવી માન્યતા છે કે આ સમસ્યા માત્ર એવા લોકોને જ થાય છે જેમનું વજન વધારે હોય. પરંતુ તબીબી વિજ્ઞાન અને તાજેતરના અભ્યાસો કંઈક અલગ જ બાબત કહે છે. લીવરમાં ચરબી જમા થવા પાછળ માત્ર શરીરનું વજન જ એકમાત્ર કારણ નથી. સામાન્ય અથવા ઓછું વજન ધરાવતી એટલે કે દુબળા-પાતળા લોકો પણ ફેટી લીવરનો શિકાર બની શકે છે. જાણો દુબળા લોકોમા આ બીમારી થવાના કારણો અને બચવાના ઉપાય.હેલ્ધી નહી દુબળા લોકોને થઈ શકે ફેટી લીવરની સમસ્યાએક મહત્વના અભ્યાસ અનુસાર, પાતળા લોકોમાં આ રોગના શરૂઆતના લક્ષણો બિલકુલ સ્પષ્ટ નથી હોતા, જેના કારણે તે લાંબા સમય સુધી પકડાતો નથી. તેથી, માત્ર વજનના આધારે લીવરની હેલ્થનું આકલન કરવું બિલકુલ ખોટું છે. જ્યારે કોઈ પાતળી વ્યક્તિને લીન ફેટી લીવર થાય છે, ત્યારે ચરબી તેના લીવરના કોષોમાં અંદરથી જમા થવા લાગે છે. શરૂઆતના તબક્કામાં આ બીમારી કોઈ સંકેત આપતી નથી (Silent Disease), પરંતુ સમય જતાં તે લીવરની કાર્યક્ષમતાને નબળી પાડે છે. આ સ્થિતિમાં વ્યક્તિને નીચે મુજબની અસરો થઈ શકે છે.દુબળા લોકોમાં ફેટી લીવરના લક્ષણોસતત અકારણ થાક લાગવો, શરીરમાં નબળાઈ અનુભવવી અથવા પેટના ઉપરના ભાગમાં ભારેપણું લાગવું. આ સ્થિતિ લાંબા સમય સુધી ધ્યાન બહાર રહે, તો લીવરમાં સોજો (બળતરા) વધી જાય છે. ગંભીર કિસ્સાઓમાં, તે આગળ જતાં લિવર ફાઇબ્રોસિસ, સિરૉસિસ (Liver Cirrhosis) અથવા લીવર ફેલિયર જેવી જીવલેણ સ્થિતિમાં પરિવર્તિત થઈ શકે છે. શરીરમાં આ લક્ષણો દેખાય તો સાવધાન થઈ જવું. એવું ના માનવું કે હું દુબળો છું તો લીવરની કોઈ બીમારી ના હોઈ શકે. શરીરમાં આ લક્ષણો દેખાય તો નિયમિત તપાસ કરાવી જેથી નિદાન કરી શકાય.દુબળા લોકોમાં ફેટી લીવર થવાના મુખ્ય કારણોપાતળા લોકોમાં લીવર પર ચરબી ચડવા પાછળ સ્વાસ્થ્ય સમસ્યા ઉપરાંત અન્ય કારણો પણ છે. આનુવંશિકતા, ખોટી અને અનિયમિત ખાવાની આદતો, ખોરાકમાં ખાંડ, સ્વીટ્સ અને પ્રોસેસ્ડ ફૂડનું વધુ પડતું સેવન, શારીરિક પ્રવૃત્તિ કે કસરતનો બિલકુલ અભાવ તેમજ ડાયાબિટીસ, હાઈ કોલેસ્ટ્રોલ અને મેટાબોલિક સમસ્યા ફેટી લીવરનું કારણ બને છે. પેટની જમણી બાજુએ સહેજ ભારેપણું કે દુખાવો થવો, ભૂખ ઓછી લાગવી, અસ્વસ્થતા અને સતત આળસ આવવી. સામાન્ય રીતે રૂટિન હેલ્થ ચેકઅપ કે સોનોગ્રાફી દરમિયાન જ આ રોગ પકડાય છે.ફેટી લીવરથી બચવાના ઉપાયવજન સામાન્ય હોવા છતાં લીવરને હેલ્ધી રાખવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. રોજિંદા ખોરાકમાં લીલા શાકભાજી, ફળો અને ફાઈબરયુક્ત સંતુલિત આહાર સામેલ કરો. પ્રોસેસ્ડ ફૂડ, પેકેજ્ડ જ્યુસ, કોલ્ડ્રિંક્સ અને વધુ પડતી ખાંડ વાળી વસ્તુઓથી દૂરી બનાવો. ભલે વજન વધારવું કે ઘટાડવું ન હોય, તો પણ લીવરના મેટાબોલિઝમને એક્ટિવ રાખવા માટે રોજ ૩૦ મિનિટ વોકિંગ, રનિંગ કે કોઈ પણ કસરત અવશ્ય કરો. બ્લડ સુગર (ડાયાબિટીસ) અને કોલેસ્ટ્રોલના સ્તરને હંમેશા કાબૂમાં રાખો. આ પણ વાંચો : LPG Gas Cylinder Hack: તમારો ગેસ સિલિન્ડર ઝડપથી ખાલી થઈ જતો હોય તો સાવધાન, માત્ર 5 મિનિટમાં લીકેજ ચેક કરો
Click here to Read more

