અમદાવાદમાં હાર પછી ચેન્નઈ ટુર્નામેન્ટમાંથી બહાર:ગુજરાતે 89 રને મેચ જીતી; ટીમના ત્રણ બેટર્સે ફિફ્ટી ફટકારી, ત્રણ બોલર્સે 3-3 વિકેટ ઝડપી
3 weeks ago
IPLમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નઈ સુપર કિંગ્સને 230 રનનો ટાર્ગેટ આપ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટૉસ હારતા પહેલી બેટિંગ કરવા ઉતરેલી ગુજરાતે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 229 રન બનાવ્યા છે. ગુજરાત તરફથી ત્રણ બેટર્સ ફિફ્ટી ફટકારી ગુજરાત માટે સાઈ સુદર્શને 53 બોલમાં 84 રનની શાનદાર ઇનિંગ્સ રમી, જેમાં 7 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ હતા. કેપ્ટન શુભમન ગિલે પણ 37 બોલમાં 64 રન બનાવ્યા અને બંનેએ પહેલી વિકેટ માટે 125 રનની ભાગીદારી કરી. છેલ્લી ઓવરોમાં જોસ બટલરે 27 બોલમાં અણનમ 57 રન ફટકાર્યા. બીજી તરફ વોશિંગ્ટન સુંદરે 3 બોલમાં 7 રન બનાવ્યા. ચેન્નઈ માટે મુકેશ ચૌધરી, સ્પેન્સર જ્હોન્સન અને અંશુલ કંબોજે એક-એક વિકેટ લીધી હતી. જ્યારે GTનો રાહુલ તેવટિયા રનઆઉટ થયો હતો. બન્ને ટીમની પ્લેઇંગ-11 ગુજરાત ટાઇટન્સ (GT): શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, નિશાંત સિંધુ, રાહુલ તેવતિયા, જેસન હોલ્ડર, રાશિદ ખાન, અરશદ ખાન, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ. ઇમ્પેક્ટ ઓપ્શન્સ: પ્રસિદ્ધ ક્રિષ્ના. ચેન્નઈ સુપર કિંગ્સ (CSK): સંજુ સેમસન (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), ઉર્વિલ પટેલ, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, મેથ્યુ શોર્ટ, અંશુલ કંબોજ, નૂર અહમદ, સ્પેન્સર જોન્સન, મુકેશ ચૌધરી અને ગુરજપનીત સિંહ. ઇમ્પેક્ટ ઓપ્શન્સ: કાર્તિક શર્મા.
Click here to Read more

