Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    A-1 લિમિટેડના નફામાં 417% નો તોતિંગ ઉછાળો, દેવામુક્ત કંપની હવે EV સેક્ટરમાં મચાવશે ધૂમ

    3 weeks ago

    1

    0

    ઈન્ડસ્ટ્રિયલ કેમિકલ્સના લોજિસ્ટિક્સ અને ટ્રેડિંગ ક્ષેત્રમાં અગ્રણી કંપની A-1 Limited એ માર્ચ 2026 દરમિયાન પૂર્ણ થયેલા Q4 FY26 અને સમગ્ર FY26 માટે મજબૂત નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે. માર્ચ 2026 પૂર્ણ થયેલા Q4 FY26 દરમિયાન કંપનીએ રૂ. 4.36 કરોડનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ નોંધાવ્યો છે, જે Q4 FY25 દરમિયાન નોંધાયેલા રૂ. 0.84 કરોડની સરખામણીએ 417.11% નો જબરદસ્ત વાર્ષિક વધારો દર્શાવે છે. Q4 FY26 દરમિયાન કંપનીની કન્સોલિડેટેડ ઓપરેશન્સ આવક રૂ. 145.27 કરોડ રહી, જે Q4 FY25માં નોંધાયેલા રૂ. 109.62 કરોડની સરખામણીએ 32.51% નો વૃદ્ધિદર દર્શાવે છે. કંપનીએ તાજેતરમાં તેના ઓપરેશનલ પ્રવાસમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ જાહેર કરી છે, જેમાં તેની 90% થી વધુ ફલીટ હવે દેવુંમુક્ત બની ગઈ છે. કંપની ઓક્ટોબર 2026 સુધી તમામ બાકી રહેલી વાહન સંબંધિત જવાબદારીઓ પૂર્ણ રીતે ચૂકવી 100% માલિકીની અને દેવુંમુક્ત ફલીટ તરફ આગળ વધી રહી છે. આ વ્યૂહાત્મક પગલું કંપનીની મજબૂત બેલેન્સ શીટને વધુ મજબૂત બનાવે છે અને નાણાકીય લવચીકતા વધારતા લાંબા ગાળાના સ્થિર વિકાસ માટે અનુકૂળ સ્થિતિ ઊભી કરે છે. દેવુંમુક્ત ફલીટ ફાઇનાન્સ ખર્ચ ઘટાડવા ઉપરાંત ઓપરેશનલ કાર્યક્ષમતા અને લાંબા ગાળાની નફાકારકતા પણ મજબૂત બનાવે છે. માર્ચ 2026 પૂર્ણ થયેલા FY26 દરમિયાન કંપનીએ રૂ. 5.99 કરોડનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ નોંધાવ્યો, જે FY25 દરમિયાન નોંધાયેલા રૂ. 3.65 કરોડની સરખામણીએ 64.12% નો વધારો દર્શાવે છે. FY26 દરમિયાન કંપનીની કન્સોલિડેટેડ ઓપરેશન્સ આવક રૂ. 342.91 કરોડ રહી, જે FY25ના રૂ. 331.49 કરોડની સરખામણીએ 3.44%નો વૃદ્ધિદર દર્શાવે છે. FY26 માટે EBITDA રૂ. 12.60 કરોડ (EBITDA Margin 3.67%) રહ્યો, જે FY25 દરમિયાન નોંધાયેલા રૂ. 10.23 કરોડ (EBITDA Margin 3.09%)ની સરખામણીએ 23.07%નો વધારો દર્શાવે છે. Share Market News: સેન્સેક્સ 790 પોઇન્ટ વધ્યો, IT શેરમાં ભારે વેચવાલી કંપનીના પ્રદર્શન અંગે પ્રતિભાવ આપતા હર્ષદ કુમારે જણાવ્યું હતું કે, “FY26 દરમિયાન કંપનીએ મજબૂત ઓપરેશનલ કાર્યક્ષમતા અને વધતા બિઝનેસ વોલ્યુમના આધાર પર નફાકારકતામાં સારો વિકાસ નોંધાવ્યો છે, જેને લઈ અમે ખુશી અનુભવી રહ્યા છીએ. Q4 FY26 દરમિયાન કંપનીના મુખ્ય બિઝનેસ સેગમેન્ટ્સમાં જોવા મળેલો મજબૂત પ્રદર્શન વધુ સારી એક્ઝિક્યુશન, વધતા બિઝનેસ વોલ્યુમ અને મહત્વપૂર્ણ બજારોમાં સતત વિસ્તરણના કારણે શક્ય બન્યો છે. અમે લાંબા ગાળાના તમામ સ્ટેકહોલ્ડર્સ માટે મૂલ્ય સર્જતા સ્કેલેબલ અને વૈવિધ્યસભર બિઝનેસ મોડલના નિર્માણ પર કેન્દ્રિત છીએ.” 2028 સુધીમાં A-1 Limited એક મલ્ટી-વર્ટિકલ ગ્રીન એન્ટરપ્રાઇઝ તરીકે વિકસવાનો લક્ષ્ય ધરાવે છે, જેમાં લો-એમિશન કેમિકલ ઓપરેશન્સ સાથે ક્લીન મોબિલિટી સોલ્યુશન્સનું સંકલન કરવામાં આવશે. કંપનીનું ટ્રાન્સફોર્મેશન તેને ભવિષ્ય માટે તૈયાર ESG આધારિત મિડ-કેપ લીડર તરીકે સ્થાપિત કરી રહ્યું છે, જેમાં વૈવિધ્યસભર આવક સ્ત્રોતો, સ્કેલેબલ મેન્યુફેક્ચરિંગ ક્ષમતાઓ અને વધતા ઇન્સ્ટિટ્યુશનલ માર્કેટ્સનો સમાવેશ થાય છે. પાંચ દાયકાની ઔદ્યોગિક એસિડ ટ્રેડિંગ, ડિસ્ટ્રિબ્યુશન અને લોજિસ્ટિક્સની વારસાગત પૃષ્ઠભૂમિ ધરાવતી કંપનીએ ગ્રીન એનર્જી અને સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટ તરફના ઝડપી પરિવર્તનને ધ્યાનમાં રાખી A-1 Sureja Industriesમાં પોતાની ભાગીદારી 45% થી વધારી 51% કરવાની મંજૂરી આપી છે, જેના કારણે તે કંપનીની સબસિડિયરી એન્ટિટી બનશે. આ ટ્રાન્ઝેક્શનનું એન્ટરપ્રાઇઝ વેલ્યુ રૂ. 100 કરોડ છે. વિત્તીય વર્ષ દરમિયાન કંપનીએ અનેક વ્યૂહાત્મક પહેલો દ્વારા પોતાની વૃદ્ધિની દિશાને વધુ મજબૂત બનાવી છે, જેમાં GNFC અને Solar Industries સાથે 10,000 મેટ્રિક ટન માટે કન્સન્ટ્રેટેડ નાઇટ્રિક એસિડ સપ્લાય માટેનું ટ્રાઇ-પાર્ટી એરેન્જમેન્ટ, રૂ. 127.50 કરોડનો ઇન્ડસ્ટ્રીયલ યુરિયા સપ્લાય ઓર્ડર અને A-1 Sureja Industriesમાં હિસ્સો વધારી 51% કરી ઇલેક્ટ્રિક મોબિલિટી સેગમેન્ટમાં પ્રવેશનો સમાવેશ થાય છે. કંપનીએ ભવિષ્યની વૃદ્ધિ પહેલોને ટેકો આપવા માટે 3:1 બોનસ ઇશ્યુ, 10:1 સ્ટોક સ્પ્લિટ અને ઓથોરાઇઝ્ડ શેર કેપિટલમાં વધારો જેવા મહત્વપૂર્ણ કોર્પોરેટ એક્શન પણ પૂર્ણ કર્યા છે.
    Click here to Read more
    Prev Article
    તેલ સંકટનો ભારતના અર્થતંત્ર પર કેટલો મોટો ખતરો છે? સરળ ભાષામાં સમજો | Explained
    Next Article
    Share Market News: સેન્સેક્સ 790 પોઇન્ટ વધ્યો, IT શેરમાં ભારે વેચવાલી

    Related વેપાર Updates:

    Comments (0)

      Leave a Comment