Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Share Market News: સેન્સેક્સ 790 પોઇન્ટ વધ્યો, IT શેરમાં ભારે વેચવાલી

    3 weeks ago

    1

    0

    Share Market News Today Highlight In Gujarati : શેરબજારમાં નીચા ભાવ ક્વોલિટી શેરમાં લેવાલીથી સેન્સેક્સ નિફ્ટી નોંધપાત્ર વધ્યા છે. આજે સેન્સેક્સ 790 પોઇન્ટ વધી 75398 અને નિફ્ટી 277 પોઇન્ટ વધી 23689 બંધ થયો છે. ઇન્ટ્રા ડેમાં સેન્સેક્સ 75,687 સુધી વધ્યો હતો. આજે બેંક અને ફાર્મા શેર વધ્યા હતા જ્યારે આઈટી અને ટેકનોલોજી શેરમાં વેચવાલીથી આઈટી ઇન્ડેક્સ 2 ટકા તૂટ્યો હતો. હેલ્થકેર અને મેટલ ઇન્ડેક્સ વધ્યા હતા. આજે બીએસઇની માર્કેટકેપ 4.3 લાખ કરોડ રૂપિયા વધી હતી. શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી ગુરુવારે સકારાત્મક ખુલ્યા છે. યુએસ માર્કેટ ઓલટાઇમ હાઇ અને એશિયન બજારોના મિશ્ર સંકેતોથી માર્કેટને સપોર્ટ મળ્યો છે. આજે સેન્સેક્સ 338 પોઇન્ટ સુધરીને 74,947 ખુલ્યો છે. નિફ્ટી 117 પોઇન્ટ વધીને 23,530 ખલ્યો છે. અદાણી પોર્ટ્સ 2.2 ટકા વધ્યો છે. તો ભારતી એરટેલ, ટાટા સ્ટીલ અને ટ્રેન્ટ જેવા શેર 1 થી અઢી ટકા સુધી વધ્યા હતા.  US શેરબજાર નાસ્ડેક ઓલટાઇમ હાઇ યુએસ શેરબજાર નાસ્ડેક કમ્પોઝિટ ઇન્ડેક્સ 1.2 ટકા વધીને 26402 લેવલ પર બંધ થયા છે, જે નવી ઐતિહાસિક ટોચ છે. જ્યારે ચિપમેકર્સ અને એઆઈ લિકંડ મેગાકેપ સ્ટોકમાં તેજીથી S&P 500 ઇન્ડેક્સ 0.58 ટકા વધીને 7444 બંધ થયો છે. એઆઈ અને આઈટી શેરમાં ઉછાળાથી યુએસ માર્કેટમાં તેજી આવી હતી.  ભારતી એરટેલ આફ્રિકન યુનિટમાં હિસ્સો વધારશે ભારતી એરટેલ કંપની 28,200 કરોડના શેર સ્વેપ થી એરટેલ આફ્રિકામાં 16 ટકા હિસ્સેદારી વધારશે. કંપનીના બોર્ડે ICILને 14.67 કરોડ નવા શેર જારી કરવા મંજૂરી આપી છે. તો Q4માં ભારતી એરટેલ કંપનીના નફામાં 10 ટકાથી વધુ વધારો થયો છે. તો APRU 259 રૂપિયાથી ઘટીને 257 રૂપિયા થયું છે. આજે ભારતી એરટેલ શેર અઢી ટકાના સુધારા સાથે 1832 રૂપિયા બોલાયો હતો. 
    Click here to Read more
    Prev Article
    A-1 લિમિટેડના નફામાં 417% નો તોતિંગ ઉછાળો, દેવામુક્ત કંપની હવે EV સેક્ટરમાં મચાવશે ધૂમ
    Next Article
    સોની Xperia 1 VIII ફોન લોન્ચ, 1TB સ્ટોરેજ સાથે પાવરફુલ પ્રોસેસર, કિંમત એક બાઇક જેટલી!

    Related વેપાર Updates:

    Comments (0)

      Leave a Comment