Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Alphનું ધાંસુ ટીઝર રિલીઝ! 34મા માળે આલિયા ભટ્ટે ખેલ્યો લોહીયાળ ખેલ, બોબી દેઓલનો લુક પણ છવાયો!

    4 hours from now

    1

    0

    બોલીવુડની ફેમસ એક્ટ્રેસ આલિયા ભટ્ટની જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે ફિલ્મ અલ્ફાનું ધાંસુ ટીઝર આવી ગયું છે. આમાં આલિયા ભટ્ટ અને બોબી દેઓલ વચ્ચે પિતા અને દીકરીનો શ્રેષ્ઠ અને મજબૂત સંબંધ જોવા મળી રહ્યો છે. આલિયા પોતાના એક્શન અવતારથી ફેન્સના દિલ જીતી રહી છે તો  બોબી દેઓલ તેને આના માટે ટ્રેનિંગ આપતા જોવા મળી રહ્યા છે. યશરાજ ફિલ્મ્સ દ્વારા 1 મિનિટ 55 સેકન્ડ લાંબું આ ટીઝર પોતાની યુટ્યુબ ચેનલ પરથી જાહેર કરવામાં આવ્યું છે. આલિયાના એક્શન અવતારે જીત્યા દિલ આલિયા ભટ્ટ અલ્ફામાં એક અલગ અને નવા અંદાજમાં જોવા મળશે. આ ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી જ ફેન્સ આના માટે ઉત્સાહિત હતા અને હવે આનું દમદાર ટીઝર જોયા પછી ફેન્સ વધુ ઉત્સાહિત થઈ ગયા છે. એનિમલમાં ધૂમ મચાવ્યા પછી બોબી દેઓલ હવે સ્પાય યુનિવર્સમાં ધમાલ મચાવતા જોવા મળશે. આમાં આલિયા તેમના પગલે ચાલતા જબરદસ્ત એક્શન સીન્સથી ફેન્સને હેરાન કરી રહી છે. બોબી દેઓલે આપી આલિયાને ટ્રેનિંગ ટીઝરની શરૂઆતમાં બોબી દેઓલ અને આલિયા ભટ્ટ કોઈ હોટલમાં બેઠેલા જોવા મળે છે. આલિયા ફિલ્મમાં અલ્ફા નામનું જ પાત્ર ભજવી રહી છે. તેને બાળપણથી જ અલ્ફા નામના એક સીક્રેટ પ્રોગ્રામથી માહિતગાર કરવામાં આવે છે અને આના માટે બોબી તેને મજબૂત અને કડક ટ્રેનિંગ આપે છે. ==34મા માળ પર ખેલાયો લોહિયાળ ખેલ સ્ટોરી આલિયાના પાત્રની આસપાસ ફરે છે. જ્યારે અલ્ફા 18 વર્ષની થાય છે ત્યારે બોબી તેને એક એડ્રેસ કાર્ડ ભેટમાં આપે છે, જેમાં 34મો માળ અને 3418 ફ્લેટ નંબર લખેલો હોય છે. આલિયા તેમને પૂછે છે કે ત્યાં શું કરવાનું છે? ત્યારે બોબી કહે છે કે, એ જ, જેની મેં તને ટ્રેનિંગ આપી છે. આ પછી આલિયા પોતાના પહેલા મિશન પર નીકળી પડે છે. 34મા માળ પર તે દુશ્મનો સામે લડતા જબરદસ્ત હિંસા કરે છે. અભિનેત્રી ક્યારેક ચપ્પુથી વાર કરે છે તો ક્યારેક દુશ્મનના માથામાં ગોળી મારી દે છે. ક્યારે રિલીઝ થશે 'અલ્ફા'? અલ્ફા યશરાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સની પહેલી ફીમેલ લીડ વાળી ફિલ્મ છે. આમાં આલિયા અને બોબી દેઓલની સાથે શરવરી વાઘ અને અનિલ કપૂર જેવા કલાકારો પણ જોવા મળશે. શિવ રવૈલના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ 3 જુલાઈએ સિનેમાઘરોમાં દસ્તક આપશે. આ પણ વાંચો-Actress Comeback : એ ફ્લોપ ફિલ્મ જેના કારણે પ્રીતિ ઝિન્ટા 8 વર્ષ સુધી બોલીવુડથી રહી દૂર,હવે કરી રહી છે ધમાકેદાર કમબેક!
    Click here to Read more
    Prev Article
    TMC-Congress Merger? Abhishek Banerjee-Rahul Gandhi Meeting Fuels Speculation Amid Crisis
    Next Article
    क्या आपने लौकी का कोफ्ता खाया है? ऐसे बनाएंगे तो मांग मांग कर खाएंगे बच्चे बूढ़े सभी, नोट करें रेसिपी

    Related મનોરંજન Updates:

    Comments (0)

      Leave a Comment