Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Sapna Choudharyના પતિ પર કોર્ટે કેમ લગાવ્યો મોટો પ્રતિબંધ? જાણો દિલ્હી કોર્ટનો કડક ચુકાદો

    1 hour from now

    1

    0

    જાણીતી અભિનેત્રી અને ગાયિકા સપના ચૌધરીને દિલ્હીની એક અદાલતે ઘરેલુ હિંસાથી મહિલાઓના રક્ષણ કાયદા હેઠળ વચગાળાનો રક્ષણ આદેશ (Interim Protection Order) આપ્યો છે. દ્વારકા કોર્ટના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (મહિલા અદાલત) એ આ મામલે સુનાવણી હાથ ધરી સપનાના પતિ પર કડક પ્રતિબંધો લાદી દીધા છે. કોર્ટના આદેશ અનુસાર, આગામી સુનાવણી સુધી તેના પતિ સપનાનો કોઈ પણ પ્રકારે સંપર્ક કરી શકશે નહીં, તેમજ તેના ઘર, કાર્યસ્થળ કે ફિલ્મ પ્રીમિયરના સ્થળોએ જવા પર પણ રોક લગાવી દેવામાં આવી છે.સપના ચૌધરી, પતિ હુમલા કરે તેવો ભયસપના ચૌધરી વતી કોર્ટમાં હાજર રહેલા એડવોકેટ પ્રીતિ સિંહે દલીલ કરી હતી કે, પતિના ત્રાસદાયક વર્તનને કારણે સપના પોતાનું ઘર છોડવા મજબૂર થઈ હતી અને હાલમાં તે નવી દિલ્હીના નજફગઢ ખાતે તેના માતા-પિતાના ઘરે રહે છે. વકીલે તાત્કાલિક સુરક્ષાની માંગ કરતા જણાવ્યું હતું કે, ૧૦ જૂન, ૨૦૨૬ના રોજ સપનાની ફિલ્મ "મોમાકુ" નું પ્રીમિયર યોજાવાનું છે. સપનાને ભય છે કે તેનો પતિ આ જાહેર સ્થળે આવીને તેને ધમકી આપી શકે છે, તેના પર હુમલો કરી શકે છે અથવા હોબાળો મચાવીને તેની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે છે. તેથી સપનાની સુરક્ષા માટે આ વચગાળાનો આદેશ અત્યંત જરૂરી હતો.સપના ચૌધરીના પતિ પર પ્રતિબંધઅદાલતે સપના ચૌધરી દ્વારા રજૂ કરાયેલા સોગંદનામા, ઈજાઓ દર્શાવતા ફોટોગ્રાફ્સ અને ઘરેલુ હિંસાના આરોપોને સમર્થન આપતી ઓડિયો રેકોર્ડિંગ ધરાવતી પેન ડ્રાઇવ સહિતના તમામ પ્રાથમિક પુરાવાઓની ગંભીરતાથી સમીક્ષા કરી હતી. કોર્ટે સપના ચૌધરીના પતિ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો. કોર્ટના આદેશ મુજબ સપના ચૌધરીનો પતિ તેના ઘર, ઓફિસ (કાયમી કે કામચલાઉ) અથવા ફિલ્મ પ્રીમિયરના સ્થળે જઈ શકશે નહીં અને કોઈ પણ પ્રકારની હિંસા આચરી શકશે નહીં. સપના ચૌધરીને પ્રોટેકશન આપવાો કોર્ટનો આદેશસ્થાનિક SHO અને પ્રોટેક્શન ઓફિસરને આ આદેશનું ચુસ્તપણે પાલન કરાવવા અને જરૂર પડે સપના ચૌધરીને પૂરતી સુરક્ષા પૂરી પાડવા આદેશ આપ્યો છે. કોર્ટે પ્રોટેક્શન ઓફિસરને આ મામલે ઘરેલુ ઘટના અહેવાલ (Domestic Incident Report - DIR) દાખલ કરવા નિર્દેશ આપ્યો છે અને પતિને સમન્સ પાઠવ્યું છે. આ હાઈ-પ્રોફાઈલ કેસની આગામી સુનાવણી ૨૫ જુલાઈ, ૨૦૨૬ ના રોજ નિયત કરવામાં આવી છે, જેમાં સંબંધિત વધુ દસ્તાવેજો રજૂ કરવામાં આવશે.આ પણ વાંચો : Sapna Chaudhary સાથે તેના પતિએ કરી મારઝૂડ, પુરાવા જોઈ અદાલતે સંભળાવ્યો મોટો ચુકાદો!
    Click here to Read more
    Prev Article
    Us Iran Tension : અમારૂ મિશન પૂર્ણ થયુ, હોર્મુઝ પાસે ઇરાનના 3 ઠેકાણાઓ પર હુમલા પછી બોલ્યુ અમેરિકા
    Next Article
    Ekadashi Tulsi Puja Rules: एकादशी पर तुलसी को जल देना चाहिए या नहीं? जानें सही नियम और पूजा विधि

    Related મનોરંજન Updates:

    Comments (0)

      Leave a Comment