Bihar: પટનામાં NEETની તૈયારી કરતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ રીતે મોત, હોસ્ટેલના રૂમમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી
1 week ago
પટનામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. NEETની તૈયારી કરી રહેલી વિદ્યાર્થિની શ્રુતિ કુમારીનું હોસ્ટેલમાં શંકાસ્પદ હાલતમાં મોત થયું છે. મંગળવારે સવારે પત્રકાર નગર વિસ્તારમાં આવેલા રાધે કૃષ્ણ હોસ્ટેલના રૂમમાં તેણી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી.છેલ્લા કેટલાક દિવસોથી તે માનસિક રીતે પરેશાન હતી ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ આત્મહત્યાનો મામલો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે પોલીસ તમામ પાસાઓથી તપાસ કરી રહી છે. મૃતક શ્રુતિ કુમારી મૂળ સમસ્તીપુરની રહેવાસી હતી અને વર્ષ 2024થી પટનામાં રહીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહી હતી. તેની મિત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી તે માનસિક રીતે પરેશાન હતી. શ્રુતિ શાંત સ્વભાવની અને અભ્યાસપ્રેમી વિદ્યાર્થીની હતી હોસ્ટેલ સંચાલિકાએ જણાવ્યું કે સોમવારે રાત્રે શ્રુતિએ સામાન્ય રીતે ભોજન લીધું હતું અને ત્યારબાદ પોતાના રૂમમાં જતી રહી હતી. તેઓએ કહ્યું કે શ્રુતિ શાંત સ્વભાવની અને અભ્યાસપ્રેમી વિદ્યાર્થીની હતી. મંગળવારે સવારે લાંબા સમય સુધી શ્રુતિ રૂમમાંથી બહાર ન નીકળતાં બાજુના રૂમમાં રહેતી વિદ્યાર્થીનીઓને શંકા ગઈ હતી. અનેક વખત દરવાજો ખખડાવ્યા છતાં કોઈ જવાબ ન મળતા દરવાજો ખોલવામાં આવ્યો, જ્યાં શ્રુતિ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. વિદ્યાર્થીનીઓએ તરત જ હોસ્ટેલ સંચાલન અને પોલીસને જાણ કરી હતી. મોબાઈલ અને દસ્તાવેજો જપ્ત આ મામલામાં એક યુવકનું નામ પણ સામે આવી રહ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ વિદ્યાર્થીની કોઈ વ્યક્તિગત કારણસર પરેશાન હતી. જોકે પોલીસ દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. પોલીસના જણાવ્યા અનુસાર, સવારે આશરે 9:30 વાગ્યે ઘટનાની જાણ થઈ હતી. તપાસ દરમિયાન વિદ્યાર્થીનીનો મોબાઈલ ફોન, ઓળખપત્ર અને અન્ય મહત્વના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. હાલ સુધી કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી. તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમને પણ બોલાવવામાં આવી છે અને ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. આ પણ વાંચો : NEET Paper Leak મામલે શશી થરૂરે કહ્યું 'આ વિશ્વાસઘાત છે, આવું ફરી વખત ના થવું જોઈએ'
Click here to Read more
