Box Office પર કરોડોના બજેટનું સૂરસૂરિયું! વર્ષ 2026ની આ 5 મોટી ફિલ્મોએ પ્રોડ્યુસર્સને કર્યા બરબાદ!
3 weeks ago
વર્ષ 2026માં અત્યાર સુધી ઘણી બધી ફિલ્મો રિલીઝ થઈ છે, જે લોકોને પોતાના દીવાના બનાવી શકી નથી. આ ફિલ્મો બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ સાબિત થઈ છે. વર્ષ 2026ની 5 ફિલ્મો જેણે મેકર્સના પૈસા ડૂબાડી દીધા છે. ઇક્કીસ લિસ્ટમાં પહેલું નામ દિવંગત એક્ટર ધર્મેન્દ્રની ફિલ્મ 'ઇક્કીસ' નું આવે છે. આ મૂવી બનાવવા માટે લગભગ 60 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ મૂવીએ બોક્સ ઓફિસ પર માત્ર 32 કરોડ રૂપિયાનો કારોબાર કર્યો હતો. આ મૂવી ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ હતી. દો દીવાને શહર મેં બીજા નંબરે મૃણાલ ઠાકુર અને સિદ્ધાંત ચતુર્વેદીની ફિલ્મ 'દો દીવાને શહર મેં' નું નામ આવે છે. આ મૂવી લોકોને ખાસ પસંદ આવી નહોતી અને બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ સાબિત થઈ હતી. આ મૂવી બનાવવા પાછળ 30-35 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો, જ્યારે મૂવી માત્ર 8 કરોડ રૂપિયા જ કમાઈ શકી હતી. હેપ્પી પટેલ ત્રીજા સ્થાન પર 'હેપ્પી પટેલ' નું નામ સામેલ છે. આ મૂવીમાં આમિર ખાન, વીર દાસ, ઇમરાન ખાન અને મોના સિંહ જેવા કલાકારો જોવા મળ્યા છે. જણાવી દઈએ કે આ ફિલ્મને બનાવવા માટે 25 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જોકે, આમિર ખાનની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર માત્ર 8 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તૂ યા મૈં ચોથા નંબરે વર્ષ 2026માં રિલીઝ થયેલી શનાયા કપૂર અને આદર્શ ગૌરવની ફિલ્મ 'તૂ યા મૈં' નું નામ સામેલ છે. આ મૂવી લોકોને કંઈ ખાસ પસંદ આવી નથી. ફિલ્મને બનાવવા પાછળ 20 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો, પરંતુ મૂવી બોક્સ ઓફિસ પર માત્ર 7 કરોડ રૂપિયાનો જ કારોબાર કરી શકી હતી. વધ 2 લિસ્ટમાં છેલ્લું નામ નીના ગુપ્તા અને સંજય મિશ્રાની મૂવી 'વધ 2' નું આવે છે. આ ફિલ્મ સિનેમાઘરોમાં લોકોને ખાસ પસંદ આવી નહોતી, પરંતુ ફિલ્મ 'વધ 2' એ ઓટીટી (OTT) પર જોરદાર ધૂમ મચાવી છે. આ મૂવીનું બજેટ 10 કરોડ રૂપિયા હતું, જ્યારે ફિલ્મ માત્ર 4 કરોડ રૂપિયા જ કમાઈ શકી હતી. આ પણ વાંચો-Bharti Singh : લગ્નના 9 વર્ષ બાદ પતિ હર્ષથી છૂટાછેડા લઈ રહી છે ભારતી સિંહ? કોમેડી ક્વીને તોડ્યું મૌન!
Click here to Read more
