Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Summerમાં છાશ કોણે ના પીવી જોઈએ, શું કહે છે હેલ્થ એક્સપર્ટ

    3 weeks ago

    1

    0

    ઉનાળાની ઋતુમાં છાશ પીવી સ્વાસ્થ્ય માટે અમૃત સમાન ગણાય છે. તે શરીરને હાઇડ્રેટ રાખે છે અને પેટને ઠંડક આપે છે. એટલે જ ગરમીમાં ભારતીય ઘરોમાં છાશ પીવાની પરંપરા છે. સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોવા છતાં છાશ દરેક માટે યોગ્ય નથી. આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન અનુસાર, કેટલીક ખાસ શારીરિક સ્થિતિઓ અથવા બીમારીઓ ધરાવતા લોકોએ ગરમીમાં પણ છાશ પીવાનું ટાળવું જોઈએ અથવા ખૂબ જ મર્યાદિત માત્રામાં સેવન કરવું જોઈએ. કોઈ કારણ છાશ પીવી જ હોઈએ તો બપોરના સમયે જ પીવાની હેલ્થ એક્સપર્ટે સલાહ આપી.ગરમીમાં આ લોકોએ છાશ પીવાનું ટાળવું સાંધાના દુખાવા અને વા-ની સમસ્યા : જે લોકોને ગંભીર સાંધાનો દુખાવો, ગઠિયા (Arthritis) કે વા ની તકલીફ હોય તેમણે ખાટી છાશ પીવાનું બિલકુલ ટાળવું જોઈએ. છાશની પ્રકૃતિ અને તેનો ખાટો સ્વાદ શરીરમાં વાયુ અને સોજો વધારી શકે છે, જેનાથી સાંધાનો દુખાવો અને અકડન વધી જાય છે. શરદી, ઉધરસ કે અસ્થમાના દર્દીઓ: જો તમને વારંવાર શરદી-ઉધરસ થઈ જતી હોય, સાઇનસની તકલીફ હોય કે અસ્થમા (દમ) ની બીમારી હોય, તો છાશ પીવામાં ખાસ ધ્યાન રાખવું. છાશની તાસીર ઠંડી હોય છે. ખાસ કરીને ફ્રિજની ઠંડી છાશ અથવા સાંજના સમયે છાશ પીવાથી કફ વધી શકે છે અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. કિડનીની બીમારી કે સોજાની સમસ્યા : કિડની સંબંધિત બીમારીઓથી પીડાતા લોકો અથવા જેમના શરીરમાં વોટર રીટેન્શન (પાણી ભરાઈ રહેવાને કારણે સોજા આવવા) ની સમસ્યા હોય, તેમણે ડૉક્ટરની સલાહ વિના છાશ ન પીવી જોઈએ. છાશમાં સોડિયમ અને પોષક તત્વો વધુ માત્રામાં હોય છે, જે નબળી કિડની પર ફિલ્ટરેશનનું ભારણ વધારી શકે છે. ત્વચાના રોગો : જો તમને એક્ઝિમા, સોરાયસિસ, ખંજવાળ કે વારંવાર ત્વચા પર એલર્જી થતી હોય, તો વધુ ખાટી છાશ પીવાનું ટાળો. આયુર્વેદ અનુસાર, ખાટી વસ્તુઓનું વધુ પડતું સેવન લોહીને દૂષિત કરી શકે છે, જેનાથી સ્કિન એલર્જી અને ખંજવાળની સમસ્યા વધી શકે છે. ઉનાળામાં છાશ પીવાના ફાયદા ઉનાળામાં છાશ શરીરને ઠંડુ રાખવામાં મદદ કરી શકે છે. લોકો માને છે કે તેનું સેવન કરવાથી હીટ સ્ટ્રોક અને ડિહાઇડ્રેશનનું જોખમ ઓછું થાય છે. છાશમાં રહેલા પ્રોબાયોટિક્સ આંતરડાના સ્વાસ્થ્યને સારું રાખવામાં મદદ કરે છે અને ગેસ, કબજિયાત અને એસિડિટીથી પણ રાહત આપે છે. તેમાં ચરબી ઓછી હોવાથી વજન ઘટાડનાર પીણું છે. છાશમાં હાજર પોટેશિયમ અને મેગ્નેશિયમ બ્લડ પ્રેશરને સંતુલિત રાખવામાં મદદ કરી શકે છે. હૃદયના સ્વાસ્થ્યને ફાયદો કરે છે. 
    Click here to Read more
    Prev Article
    TS PGECET exam date postponed: Check complete details here
    Next Article
    Box Office પર કરોડોના બજેટનું સૂરસૂરિયું! વર્ષ 2026ની આ 5 મોટી ફિલ્મોએ પ્રોડ્યુસર્સને કર્યા બરબાદ!

    Related જીવનશૈલી Updates:

    Comments (0)

      Leave a Comment