Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Delhi: રાહુલ ગાંધીમાં કન્સિસ્ટન્સીનો અભાવ, india ગઠબંધનની બેઠક પહેલા દિલ્હીમાં પોસ્ટર વૉર

    3 hours from now

    1

    0

    ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ને ટક્કર આપવા અને એક થઈને આગળ વધવા માટેની વ્યૂહરચનાઓની ચર્ચા કરવા માટે વિપક્ષી 'INDIA' ગઠબંધનના ઘટક પક્ષો સોમવારે (8 જૂન) ના રોજ બેઠક મળી રહી છે.  ઇન્ડિયા ગઠબંધનની બેઠક કોંગ્રેસના રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે, તૃણમૂલ કોંગ્રેસના મમતા બેનર્જી અને અભિષેક બેનર્જી, સમાજવાદી પાર્ટી (એસપી) ના વડા અખિલેશ યાદવ, રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) ના તેજસ્વી યાદવ અને શિવસેના (યુબીટી) ના ઉદ્ધવ ઠાકરે સહિત 23 વિપક્ષી પક્ષોના ટોચના નેતાઓ રાષ્ટ્રીય રાજધાનીના 'કોન્સ્ટિટ્યુશન ક્લબ' ખાતે આયોજિત આ બેઠકમાં હાજરી આપી છે.  પરંતુ આ બેઠક પહેલા દિલ્હીમાં પોસ્ટર વોર શરૂ થઇ ગયું. દિલ્હીમાં વિપક્ષના પોસ્ટર લગાવાયા દિલ્હીના અનેક મુખ્ય ચોકડીઓ પર લગાવવામાં આવેલા પોસ્ટરોમાં NCP (શરદ જૂથ)ના વડા શરદ પવાર, તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જી, DMK નેતા ઉદયનિધિ સ્ટાલિન અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના નિવેદનો મુખ્ય રીતે દર્શાવવામાં આવ્યા છે. આ પોસ્ટરોમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી અંગે ટિપ્પણીઓ છે. બેઠક પહેલા તેમના દેખાવથી રાજકીય વાતાવરણ વધુ ગરમાયું છે. એક પોસ્ટરમાં કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધીમાં સુસંગતતાનો અભાવ છે અને તેમાં શરદ પવારનો ફોટોગ્રાફ છે. સમાચાર એજન્સી ANI દ્વારા X પર શેર આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. 
    Click here to Read more
    Prev Article
    Jennifer Winget to marry Singapore-Based businessman Ishmael William soon? What we know so far
    Next Article
    Earthquake Video : ફિલિપાઇન્સમાં ભયાનક ભૂકંપ, વીડિયો જોયા પછી તમારા રૂંવાટા ઉડી જશે

    Related ભારત Updates:

    Comments (0)

      Leave a Comment