Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Vivoનો નવો 5G ફોન લોન્ચ, 32MP ફ્રન્ટ કેમેરા અને 6500mAh બેટરી

    4 hours from now

    1

    0

    Vivo V70 Lite 5G Launch : વીવો વી70 લાઇટ સ્માર્ટફોન લોન્ચ થયો છે. કંપનીએ હાલ Vivo V70 Lite ફોન માત્ર UAEમાં રજૂ કર્યો છે. લેટેસ્ટ 5G વીવો વી70 લાઇટ ફોનમાં ફાસ્ટ ચિપસ્ટ મળે છે, જે સારું પર્ફોર્મન્સ આપે છે. આ વીવો ફોનમાં AMOLED ડિસ્પ્લે, 50 એમપી પ્રાયમરી કેમેરા, 6500mAh બેટરી સહિત ઘણા ફીચર્સ આવે છે. ચાલો જાણીયે કિંમત અને ખાસિયત Vivo V70 Lite કિંમત વીવો V70 Lite ફોન બે મેમરી અને કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે. જેમા એક મોડલ બ્લેક અને બીજો ગોલ્ડન કલરમાં આવે છે. Vivo V70 Lite ફોનના 8GB LPDDR4X RAM અને UFS 3.1 સ્ટોરેજથી સજ્જ છે, આ ફોનના 8GB + 128GB મોડલની કિંમત 1,099 AED (લગભગ ₹28,550) છે જ્યારે 8GB + 256GB વેરિયન્ટની કિંમત 1,299 AED (લગભગ ₹33,750) છે. Vivo V70 Lite સ્પેસિફિકેશન સ્પેસિફિકેશનની વાત કરીયે તો વીવો V70 Liteનું ડિસ્પ્લે હાર્ડવેર પાછલા મોડલ જેવું જ દેખાય છે. ફોનમાં FHD+ રિઝોલ્યૂશન અને 120Hz રિફ્રેટ રેટ વાળી 6.77 ઇંચની AMOLED ડિસ્પ્લે મળે છે. આ ફોનમાં 3,000 નિટ્સ સુધી પીક બ્રાઇટનેસ છે. વીવો વી70 લાઇટ ફોનમાં OriginOS 6 છે, જે એન્ડ્રોઇડ 16 પર ચાલે છે. ડિવાઇસને પાવર આપવા માટે તેમા મીડિયાટેક Dimensity 7400 Turbo ચિપસેટ આવે છે, જે V60 Lite ફોનમાં વપરાયેલી Dimensity 7360 કરતા અપગ્રેડ છે. બંને ચિપસેટ ઘણા અંશે એક જેવા છે, પરંતુ Dimensity 7400 Turbo માં ARM Cortex A78 પર્ફોર્મન્સ કોરની સ્પીડ 2.5 GHz થી વધીને 2.6 GHz થઇ ગઇ છે, જેનાથી પ્રોસેસિંગમાં થોડું બુસ્ટિંગ મળે છે. આ પણ વાંચો | Huawei Nova Y74 લોન્ચ, મોટી સિલિકોન કાર્બન બેટરી અને વોટરપ્રુફ, બજેટ સ્માર્ટફોનમાં પ્રીમિયમ ફીચર Vivo V70 Lite કેમેરા ફોટોગ્રાફી માટે વીવો V70 Lite ફોનમાં 50MP પ્રાયમરી કેમેરા આવે છે, જેમાં f/1.8 અપર્ચર વાળો IMX882 સેન્સર અને 8MP અલ્ટ્રાવાઇડ લેન્સ મળે છે. ફોનની ડિસ્પ્લેમાં પંચ હોલ કટઆઉટની અંદર 32MP નો ફ્રન્ટ કેમેરા મળે છે, જેનાથી સેલ્ફી ફોટો ક્લિક અને વીડિયો કોલ થશે. આ ફોનમાં ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપ્યું છે. આ ફોનમાં 6500mAh બેટરી આપી છે, જે 90W વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ કરે છે. કંપનીનો દાવો છે કે, આ ડિવાઇસ લાંબા સમયસુધી બેકઅપ આફે છે. ઉપરાંત વોટરપ્રુફ અને ડસ્ટ ફ્રી ક્ષમતા માટે આ ફોનને IP65 રેટિંગ મળ્યું છે.
    Click here to Read more
    Prev Article
    IND vs AFG Live Score: अफगानिस्तान 152 रन पर ऑलआउट, भारत ने दिया फॉलोआन
    Next Article
    TS POLYCET 2026: First phase seat allotment result released at tgpolycet.nic.in, direct link to download here

    Related વેપાર Updates:

    Comments (0)

      Leave a Comment