Delhi-NCRમાં માત્ર 2 દિવસમાં ફરી વધ્યા CNGના ભાવ, આમ જનતાને મોંઘવારીનો મોટો ઝટકો!
3 weeks ago
રાજધાની દિલ્હીમાં સામાન્ય લોકોને મોંઘવારીનો ફટકો ફરી એકવાર લાગ્યો છે. અહીં બે દિવસમાં ફરી એકવાર CNG મોંઘો થયો છે. દિલ્હી ઉપરાંત નોઈડા અને ગાઝિયાબાદમાં પણ CNGના ભાવ વધ્યા છે. આજથી CNGની કિંમતોમાં 1 રૂપિયાનો વધારો થયો છે. આ સાથે હવે દિલ્હીમાં પ્રતિ કિલો CNGની કિંમત 80.09 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે નોઈડા અને ગાઝિયાબાદમાં પ્રતિ કિલો CNGની કિંમત 88.70 રૂપિયા હશે. બે દિવસમાં આ બીજી વખત ભાવ વધારો છે. આ પહેલા 15 મેના રોજ CNGની કિંમતોમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ઈરાનમાં ચાલી રહેલા તણાવની અસર 15 મેના રોજ જ દિલ્હીમાં પ્રતિ કિલો 2 રૂપિયા લેખે CNGના ભાવ વધારવામાં આવ્યા હતા. એક પછી એક સામાન્ય જનતા પર મોંઘવારીનો માર સતત પડી રહ્યો છે. 15 મેના રોજ જ દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ પણ વધારવામાં આવ્યા હતા. CNGના ભાવમાં વધારાની સીધી અસર સામાન્ય લોકો પર પડશે. આની અસર રોજિંદી તમામ વસ્તુઓ પર જોવા મળશે. ઈરાનમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો થયો હતો વધારો શુક્રવારે જ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં પણ પ્રતિ લિટર 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. રાજધાનીમાં પેટ્રોલની કિંમત 94.77 રૂપિયાથી વધીને 97.77 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. જ્યારે ડીઝલ હવે 87.67 રૂપિયાના બદલે 90.67 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે. છેલ્લા ચાર વર્ષમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં આ પ્રથમ વધારો છે. કાચા તેલની વધતી વૈશ્વિક કિંમતોને કારણે ઓઈલ માર્કેટિંગ કંપનીઓની ખોટ વધવાને લીધે આ વધારો કરવામાં આવ્યો છે. આ વધારો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે સરકાર ઈંધણના વપરાશને ઘટાડવા અને દેશના તેલ આયાત ખર્ચને નિયંત્રિત કરવા માટે પગલાં લઈ રહી છે. આ પણ વાંચો- Trivandrum- Delhi રાજધાનીના બે કોચમાં લાગી આગ, દિલ્હી-મુંબઈ રેલ માર્ગ પ્રભાવિત, બળીને ખાખ થયો થર્ડ AC
Click here to Read more
