Dhokla Recipe: બજાર જેવા જાળીદાર ઢોકળા કેવી રીતે બનાવવા? નોંધી લો રેસીપી
2 days ago
Instant Dhokla Recipe In Gujarati : ઢોકળા ખમણ પ્રખ્યાત ગુજરાતી વાનગી છે. ચણાના લોટ માંથી બનેલા ઢોકળા નરમ અને જાળીજાર સ્પોન્જી જેવી રચના માટે તેની ખાસિયત છે. જ્યારે કંઇક હળવું અને સ્વાદિષ્ટ ખાવાની ઇચ્છા હોય ત્યારે ઘણા લોકો ઢોકળા ખાય છે. ઢોકળા નરમ અને સ્પોન્જી હોય તો જ ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. જો તમને પણ બજાર જેવા એકદમ સોફ્ટ અને જાળીદાર ખમણ ઘરે બનાવવાની ઇચ્છા છે, તો તેની અમુક ટીપ્સ ધ્યાનમાં રાખવી જોઇએ. ઢોકળા બનાવવા માટે સામગ્રી ચણાનો લોટ – 1 કપ સોજી – 2 ચમચી દહીં – 1/2 કપ પાણી – 1/2 કપ ખાંડ – 1 ચમચી મીઠું – સ્વાદ અનુસાર હળદર – 1/4 ચમચી લીંબુનો રસ – 1 ચમચી બેકિંગ સોડા – 1 ચમચી ઢોકળાનો વઘાર કરવા માટે સામગ્રી તેલ – 1 ચમચી રાઇ – 1 ચમચી લીલા મરચાં કાપેલા – 2 મીઠા લીમડાના – 8-10 ખાંડ – 1 ચમચી પાણી – 1/2 કપ લીંબુનો રસ – 1 ચમચી Soft Spongy Dhokla Recipe : જાળીદાર ઢોકળા બનાવવાની રીત ઘરે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવા માટે એક વાસણમાં ચણાનો લોટ અને સોજી લો. ત્યારબાદ તેમા દહીં, મીઠું, હળદર અને ખાંડ ઉમેરો. હવે તેમા થોડું પાણી ઉમેરીને ખીરું તૈયાર કરો. એક વાત ધ્યાનમાં રાખવાની છે કે, પાણી ઉમેર્યા બાદ ઢોકળાના ખીરાને 2-3 મિનિટ સુધી સારી રીતે હલાવો, જેથી ચણાના લોટના ગઠ્ઠા ન રહે. આમ કરવાની ઢોકળા સ્પોન્જી બનશે. ઢોકળાના ખીરાને 10 થી 15 મિનિટ ઢાંકીને મૂકી રાખો. ઢોકળા બનાવવા માટે હંમેશા સ્ટીમરમાં પાણી ગરમને તૈયાર રાખો.કોઇ થાળી કે ટ્રેમાં તેલ લગાવીને બાજુમાં રાખો. હવે ખીરામાં લીંબુનો રસ અને બેકિંગ સોડા નાંખો, ત્યારબાદ 1 ચમચી પાણી નાંખી ચમચા વડે ખીરાને સારી એક જ દિશામાં ફેંટી લો. આમ કરવાથી ઢોકળા નરમ બનશે અને સારી રીતે ફુલશે. હવે તરત જ ઢોકળાના ખીરાને તેલ લગાવેલી થાળી કે ટ્રેમાં રેડો અને સ્ટીમરમાં બાફવા મૂકી દો. સ્ટીમરમાં 12 થી 15 મિનિટ સુધી મધ્યમ તાપે બાફો. ત્યારબાદ ઢોકળામાં ચાકુ કે કોઇ અણીવાળી વસ્તુ ઘુસાડો, જો ચાકુ પણ ચણાનો લોટ લાગ્યા વગર બહાર આવી જાય તો સમજવું કે ઢોકળા બરાબર બફાઇ ગયા છે. જો ચણાનો લોટ લાગેલો હોય તો તેને વધુ 5 મિનિટ સુધી બાફો. ઢોકળા બફાઇ ગયા બાદ તેને ચોરસ કે લંબચોરસ કદમાં કાપીને એક મોટા વાસણમાં મૂકો. ઢોકળા વઘારવાની રીત ઢોકળા બફાય ગયા બાદ તેનો વઘાર કરવાની તૈયાર કરો. તેની માટે એક કડાઇમાં 1 કે 2 ચમચી તેલ ગરમ કરો. તેમા રાઇ, મીઠા લીમડા અને લીલા મરચા સાંતળી લો. પછી તેમા ખાંડ, પાણી અને લીંબુનો રસ ઉમેરો. આ વઘારને ઢોકળા ઉપર રેડો, પછી સારી રીતે મિક્સ કરો. ટેસ્ટી ઢોકળા લીલી ચટણી કે કઢી સાથે પીસરો. આ પણ વાંચો | ઉનાળામાં શરીરને ઠંડુ રાખશે દેશી પીણું, આ રીતે ફાલસા શરબત બનાવો જાળીદાર ઢોકળા બનાવવા માટેની ટિપ્સ ખીરાને સારી રીતે હરાવ્યો, તેનાથી તેમા હવા ભરાય છે. બેકિંગ સોડા ઉમેર્યા પછી ખીરાને વધુ હલાવશો નહીં. સ્ટીમર પાણી ગરમ કરીને પહેલાથી તૈયાર રાખવું. ઢોકળા બાફતી વખતે ઢાંકણને વારંવાર ખોલશો નહીં. વઘાર કરવાથી ઢોકળા વધુ નરમ અને સ્વાદિષ્ટ બને છે.
Click here to Read more

