Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    England vs india : ઈંગ્લેન્ડ સામે ભારત હાર્યું, ઋચા ઘોષની શાનદાર ઈંનિગ એળે ગઈ

    4 hours from now

    1

    0

    વિમેન્સ T20 વર્લ્ડ કપની તૈયારીઓ વચ્ચે ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામે પોતાનો બીજો અને અંતિમ વોર્મ-અપ મેચ રમ્યો.આ મેચમાં ભારતીય ટીમ 5 રનથી હારી ગઈ.કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ ખાતે રમાયેલી,ઈંગ્લેન્ડની મહિલા ટીમે છેલ્લી ઓવરમાં ટીમ ઈન્ડિયાને હરાવી દીધી.આ મેચમાં રિચા ઘોષે તોફાની ઇનિંગ રમી હોવા છતાં, તે ટીમને વિજય તરફ દોરી શકી નહીં.ઈંગ્લેન્ડે મોટો સ્કોર બનાવ્યોપહેલા બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 171 રનનો વિશાળ સ્કોર બનાવ્યો.ઓપનર એમી જોન્સે 64 રનની શાનદાર ઇનિંગ રમી,જ્યારે કેપ્ટન નેટ સાયવર-બ્રન્ટે 57 રનનું યોગદાન આપ્યું.ડેની ગિબ્સન 30 રન બનાવી અણનમ રહી.આ દરમિયાન ભારત તરફથી શ્રેયંકા પાટિલે 2 વિકેટ લીધી.શેફાલી વર્મા,રેણુકા સિંહ,રાધા યાદવ અને શ્રી ચારણીએ એક-એક વિકેટ લીધી.રિચા ઘોષ ફાઇટીંગ ઇનિંગ રમીજવાબમાં ભારતની શરૂઆત ખરાબ રહી. સ્મૃતિ મંધાના ફક્ત 1 રન બનાવીને આઉટ થઈ ગઈ અને શેફાલી વર્મા પણ 13 રન બનાવીને આઉટ થઈ ગઈ. આ દરમિયાન, યાસ્તિકા ભાટિયા (15), હરમનપ્રીત કૌર (17) અને ભારતી ફુલમાલી (18) એ ટૂંકી ઇનિંગ્સ રમી, પરંતુ વિકેટોના સતત પતનથી રન રેટ ધીમો પડી ગયો. જોકે,રિચા ઘોષે એક છેડો પકડી રાખ્યો અને 36 બોલમાં 68 રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી. આ ઇનિંગ્સમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થતો હતો.14 જૂને પાકિસ્તાન સામે પોતાની પહેલી મેચ રમશેરિચા ઘોષ ટીમ ઇન્ડિયાને વિજયની ખૂબ નજીક લાવી હતી. જ્યારે તે આઉટ થઈ ત્યારે ટીમને છેલ્લા 3 બોલમાં 6 રનની જરૂર હતી, જેના કારણે ટીમ 5 રનથી મેચ હારી ગઈ. આ લક્ષ્યના જવાબમાં, ટીમ ઇન્ડિયા 19.5 ઓવરમાં 166 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. હવે ટીમ ઇન્ડિયા આ ટુર્નામેન્ટમાં 14 જૂને પાકિસ્તાન સામે પોતાની પહેલી મેચ રમશે.આ પણ વાંચો - T20 વર્લ્ડ કપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ-વોલ્ટેજ મુકાબલો, જાણો કોનો હાથ ઉપર?
    Click here to Read more
    Prev Article
    PM Modiએ 12 વર્ષના કાર્યકાળ પૂર્ણ થવા અંગે કહ્યુ, 'NDA સરકારના આગમન સાથે બદલાયુ દેશનું ભાગ્ય'
    Next Article
    भास्कर अपडेट्स:पुरी मंदिर को भगवान जगन्नाथ से जुड़े तीन नामों आनंद बाजार, श्री पतितपावन, श्री जगन्नाथ मंदिर प्रशासन का पेटेंट मिला

    Related રમતગમત Updates:

    Comments (0)

      Leave a Comment