Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    વૈભવ સૂર્ચવંશીના મિત્ર અયાન રાજની આક્રમક બેટિંગ, 35 ફોર અને 9 સિક્સર સાથે 83 બોલમાં બેવડી સદી ફટકારી

    4 hours from now

    1

    0

    Ayan Raj : વૈભવ સૂર્યવંશી પોતાના બેટિંગથી કમાલનું પ્રદર્શન કરી રહ્યો છે અને સમગ્ર વિશ્વમાં તેના નામથી બિહારનું નામ પણ ગુંજી રહ્યું છે. હવે તેના પછી બધાની નજર આ રાજ્યમાંથી આવતા અન્ય પ્રતિભાશાળી બેટ્સમેનો પર પણ રહેવાની છે. આ યાદીમાં એક અન્ય નામ અયાન રાજનું છે, જેને વૈભવનો બાળપણનો મિત્ર પણ કહેવામાં આવી રહ્યો છે. ઘણા મીડિયા રિપોર્ટ્સ અને જૂની તસવીરો અનુસાર વૈભવથી એક વર્ષ નાનો અયાન તેનો મિત્ર છે. હવે અયાન પણ પોતાની બેટિંગથી હેડલાઇન્સ બનવા લાગ્યો છે. અયાન રાજે 83 બોલમાં 210 રન ફટકાર્યા જુનિયર લેવલે વૈભવ સૂર્યવંશી સાથે રમી ચૂકેલો અયાન રાજ મુઝફ્ફરપુરનો રહેવાસી છે અને માત્ર 14 વર્ષની ઉંમરે તે સતત ચર્ચામાં રહ્યો છે. તે જિલ્લા કક્ષાની અંડર-16 ક્રિકેટ લીગમાં શાનદાર પ્રદર્શન કરીને ચર્ચામાં આવ્યો છે. એક મેચમાં અયાને 83 બોલમાં 210 રનની ઝંઝાવાતી ઈનિંગ રમીને બધાનું ધ્યાન ખેંચ્યું છે. આ ઈનિંગમાં અયાને 35 ફોર અને 9 સિક્સર ફટકારી હતી. 327 રન બનાવીને પણ ચર્ચામાં આવ્યો હતો આ લીગમાં સંસ્કૃતિ ક્લબ તરફથી રમતી વખતે અયાને ઝંઝાવાતી બેવડી સદી ફટકારી હતી. તેની ઈનિંગને સહારે સંસ્કૃતિ ક્લબ એકેડેમીએ 30 ઓવરમાં 4 વિકેટે 464 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો. આ પહેલા પણ ગત વર્ષે અયાનનું નામ ત્યારે ચર્ચામાં આવ્યું હતુ જ્યારે આ ખેલાડીએ માત્ર 13 વર્ષની ઉંમરે ત્રેવડી સદી ફટકારી હતી. 30 ઓવરની મેચમાં આ જ જ ટીમ માટે રમતા તેણે 134 બોલમાં 327 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં અયાને 41 ફોર અને 22 સિક્સર ફટકારી હતી. ભારત-ઇંગ્લેન્ડ ટી20 શ્રેણીના સમયમાં ફેરફાર, જાણો હવે મેચો ક્યારથી શરૂ થશે બિહારથી વધુ એક સ્ટાર આવી શકે છે વૈભવ સૂર્યવંશીની પસંદગી તાજેતરમાં ટીમ ઈન્ડિયાની ટી20 ટીમમાં કરવામાં આવી છે. આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડના આગામી પ્રવાસ ઉપરાંત વૈભવની પસંદગી એશિયન ગેમ્સની ટીમમાં પણ કરવામાં આવી છે. તેણે માત્ર 15 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ટીમમાં પસંદગી કરીને ઈતિહાસ રચી દીધો હતો. હવે અયાનની એક વર્ષની અંદર આવી જ બે ઈનિંગને કારણે ભારતને બિહારમાંથી વધુ એક સ્ટાર મળી શકે છે તેવી વાતો વધુ તીવ્ર બની છે.
    Click here to Read more
    Prev Article
    4 मई के बाद ममता बनर्जी से मिली, उस दिन...; TMC बागी सांसद शताब्दी राय ने बताई पार्टी छोड़ने की वजह
    Next Article
    सेंसेक्स डे-हाई से 630 अंक गिरकर 73,983 पर बंद हुआ:निफ्टी भी 23,215 पर आया; मेटल, बैंकिंग और रियल्टी शेयरों में बिकवाली

    Related રમતગમત Updates:

    Comments (0)

      Leave a Comment