FIFA World Cup 2026માં નથી રમી રહી ટીમ ઈન્ડિયા, પરંતુ 3 ભારતીય મૂળના ખેલાડીઓ પર રહેશે ફેન્સની નજર
1 week ago
ભારતે ક્રિકેટના મેદાનમાં પોતાની છાપ છોડી દીધી છે, પરંતુ ફૂટબોલમાં ટીમ ઈન્ડિયા ઘણી પાછળ છે. આ જ કારણ છે કે ટીમ ઈન્ડિયા આ વર્ષના FIFA વર્લ્ડકપમાં ભાગ લઈ શકી ન હતી. ટીમ ઈન્ડિયા ભલે FIFA વર્લ્ડ કપનો ભાગ ન હોય, પરંતુ ત્રણ ભારતીય મૂળના ખેલાડીઓ ચોક્કસપણે આ ટુર્નામેન્ટમાં પોતાનું કૌશલ્ય દર્શાવતા જોવા મળશે. આ વર્ષનો FIFA વર્લ્ડ કપ 11 જૂનથી શરૂ થઈ રહ્યો છે. તમને આ ત્રણ ભારતીય મૂળના ખેલાડીઓ વિશે જણાવી દઈએ. સરપ્રીત સિંહ ન્યુઝીલેન્ડ તરફથી રમશે ન્યુઝીલેન્ડની ટીમ 2026માં ફિફા વર્લ્ડ કપમાં ભાગ લેશે. આ ટીમમાં સરપ્રીત સિંહનો પણ સમાવેશ થશે, જેના મૂળ ભારતના પંજાબમાં છે. 27 વર્ષના ખેલાડીનો જન્મ ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં પંજાબી મૂળના માતાપિતાને ત્યાં થયો હતો. તે ન્યુઝીલેન્ડ ટીમ માટે આક્રમક મિડફિલ્ડર તરીકે રમે છે. તેને ટીમ માટે 26 મેચ રમી છે, જેમાં 3 ગોલ કર્યા છે અને 7 આસિસ્ટ આપ્યા છે. કતાર તરફથી રમી શકે છે નિઆલ મેસન 29 વર્ષનો નિઆલ મેસનનો જન્મ ઈંગ્લેન્ડમાં ભારતીય માતા અને અમેરિકન પિતાને ત્યાં થયો હતો. તેને બાળપણથી જ ફૂટબોલ પ્રત્યે પ્રેમ હતો અને તેણે તેને ક્યારેય છોડ્યો નથી. તે તેના કરિયર દરમિયાન સ્પેન, ઈંગ્લેન્ડ અને કતારમાં રમ્યો છે. 2021 માં, તે કતાર ગયો અને તેના પ્રભાવશાળી પ્રદર્શનથી તેને કતારની સિનિયર ટીમમાં સ્થાન મેળવ્યું. તે આ વર્લ્ડકપમાં કતાર માટે ડેબ્યૂ કરી શકે છે. તહસીન મોહમ્મદના મૂળ કેરળ સાથે જોડાયેલો છે 19 વર્ષના યુવા ફૂટબોલ ખેલાડી તહસીન મોહમ્મદ કેરળનો છે. તેના માતા-પિતા કેરળના છે. તે આ ફિફા વર્લ્ડકપમાં કતાર તરફથી રમતો જોવા મળી શકે છે. તેને અત્યાર સુધીમાં કતાર માટે 2 મેચ રમી છે અને 2024 ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં પણ અફઘાનિસ્તાન સામે ટીમ માટે રમ્યો હતો. આ પણ વાંચો: Vaibhav Sooryavanshi પર થયો પૈસાનો વરસાદ, ઓરેન્જ કેપ સહિત આ એવોર્ડ જીત્યા
Click here to Read more

