Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    FPI Tax Relief: વિદેશી રોકાણકારોની વેચવાલી રોકવા માસ્ટર સ્ટ્રોક, સરકારી બોન્ડ પર LTCG ટેક્સ નાબૂદ

    1 day ago

    1

    0

    FPI Tax Relief On Government Securities : શેરબજારમાંથી વિદેશી રોકાણકારોનું પલાયન રોકવા માટે ભારત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે વિદેશી સંસ્થાકીય રોકાણકાર (FPI) ને સરકારી જામીનગીરી (G-Sec) માં રોકાણ કરવા પર લાગતા લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ નાબૂદ કર્યો કર્યો છે. આઅંગે શુક્રવારે નોટિફિકેશન જારી કર્યું છે.  સરકારી જામીનગીરીમાં રોકાણ પર FPIને કર રાહત ઉલ્લેખનિય છે કે, અમેરિકા ઇરાન યુદ્ધ બાદ વૈશ્વિક આર્થિક અસ્થિરતાથી વિદેશી રોકાણકારો ભારતીય બજારોમાંથી સતત રોકાણ પાછું ખેંચી રહ્યા છે. એફપીઆઈ શેરબજારમાં જંગી વેચવાલી કરી રહ્યા છે, જેના કારણે સેન્સેક્સ નિફ્ટી સતત ઘટી રહ્યા છે. આવી સ્થિતિમાં FPI Outflows રોકવા માટે સરકારી બોન્ડમાં રોકાણ પર કર રાહત આપી વિદેશી રોકાણકારોને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. આ કર રાહત, જે 1 એપ્રિલ, 2026 થી પાછલી અસરથી અમલમાં આવશે, તેનો હેતુ લાંબા ગાળાની વિદેશી મૂડી આકર્ષવાનો છે. આ નોટિફિકેશન દ્વારા આવકવેરા કાયદામાં સંશોધન કરીને આ કર મુક્તિ આપી છે. સરકારે લાંબા ગાળાની અને સ્થિર મૂડીરોકાણ આકર્ષિત કરવા માટે સરકારી બોન્ડ પર લાંબા ગાળાના મૂડી લાભ કર નાબૂદ કરવાની ઘોષણા કરી છે, કારણ કે આ રોકાણ લાંબા ગાળાના હોય છે. FPIની ભારતીય બજારમાં વેચવાલી સમાચાર એજન્સી ભાષા મુજબ, આ નિર્ણય એવા સમયે લાવોય છે જ્યારે વિદેશી રોકાણકારોએ ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ભારતીય શેરબજારમાંથી 2.6 લાખ કરોડ રૂપિયાથી વધારે રોકાણ પાછું ખેંચ્યું છે. જે વર્ષ 2025ના કૂલ 1.66 લાખ કરોડ રૂપિયાની FPI વેચવાલી કરતા ઘણું વધારે છે.  ન્યૂઝ એજન્સી ભાષાના જણાવ્યા અનુસાર, વિદેશી રોકાણકારોની વેચવાલીનું કારણ વૈશ્વિક અનિશ્ચિતતા છે. એકલા જૂનના પ્રથમ ત્રણ દિવસમાં વિદેશી રોકાણકારોએ ઇક્વિટીમાંથી લગભગ 34,000 કરોડ રૂપિયા પાછા ખેંચ્યા હતા, જેના કારણે રૂપિયા પર વધારાનું દબાણ આવ્યું હતું. જો કે, વિદેશી રોકાણકારોએ ફુલ એક્સેસ રૂટ (એફએઆર) હેઠળ ડેટ માર્કેટમાં 17,000 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કર્યું છે. બીજી બાજુ ચાલુ વર્ષે અત્યાર સુધીમાં તેમણે સામાન્ય ક્રેડિટ મર્યાદા હેઠળ લગભગ 4,000 કરોડ રૂપિયા અને વોલન્ટરી રિટેન્શન રૂટ (વીઆરઆર) દ્વારા 340 કરોડ રૂપિયા ઉપાડ્યા છે. એફઆઈઆઈ ને હાલમાં ઇક્વિટી અને ડેટ રોકાણોમાંથી મળતા લાભ પર 12.5 ટકાના દરે લાંબા ગાળાના કેપિટલ ગેઇન ટેક્સ ચૂકવવો પડે છે. આ પણ વાંચો | Explained: શેરબજારોનું રેન્કિંગ કેવી રીતે નક્કી થાય છે, સાઉથ કોરિયાએ ભારતને કેવી રીતે પાછળ છોડી દીધું?  જુલાઈ, 2024 માં રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટમાં, નાણામંત્રી નિર્મલા સીતારમણે મોટાભાગની સંપત્તિ પર LTCGT દર 10 ટકાથી વધારીને 12.5 ટકા કર્યો હતો. ભારતમાં લિસ્ટેડ શેર પર શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ (એસટીસીજી) આવકવેરા અધિનિયમની કલમ 111 એ હેઠળ 15 ટકા છે. રૂપિયો રેકોર્ડ તળિયે પહોંચ્યા બાદ સરકારે તેને નિયંત્રિત કરવાના પ્રયાસો વધારી દીધા છે. ગયા મહિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્ય પૂર્વના સંકટને કારણે ક્રૂડ ઓઇલની વધતી કિંમત વચ્ચે વિદેશી હૂંડિયામણ બચાવવા લોકોને અપીલ કરી હતી. 
    Click here to Read more
    Prev Article
    बिकनी पहन पूल में उतरीं ग्लैमरस मॉम सोनारिका, 6 महीने की हुई बेटी तो मनाया ऐसा जश्न, सोशल मीडिया पर छा गई तस्वीरें
    Next Article
    ‘Hai Jawani Toh Ishq Hona Hai’ Review: Critics Say Varun Dhawan Can’t Fully Rescue Pooja Hegde and Mrunal Thakur’s Loud, Humourless Entertainer

    Related વેપાર Updates:

    Comments (0)

      Leave a Comment