અમેરિકાએ ઈરાની રડાર સાઇટ્સ પર હુમલો કર્યો:ઈરાને કુવૈત-બહેરીન પર 7 બેલિસ્ટિક મિસાઈલો દાગી; ટ્રમ્પે કહ્યું- ઈરાનની મિસાઈલ ક્ષમતા હવે માત્ર 22% જ બચી છે
11 hours ago
અમેરિકાએ જણાવ્યું છે કે તેની સેનાએ ગોરુક અને કેશ્મ આઇલેન્ડ પર ઈરાની રડાર સાઇટ્સ પર હુમલો કર્યો છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)ના જણાવ્યા અનુસાર, પહેલા હોર્મુઝમાં ઈરાનના 4 અટેક ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા, ત્યારબાદ આગામી હુમલા રોકવા માટે રડાર સાઇટ્સને નિશાન બનાવવામાં આવી હતી. આના જવાબમાં IRGCએ કહ્યું કે તેણે હોર્મુઝ સ્ટ્રેટ પાસે દુશ્મનના ઠેકાણાઓ પર મિસાઈલ હુમલો કર્યો છે. CENTCOMના જણાવ્યા મુજબ, ઈરાને કુવૈત અને બહેરીન તરફ 7 બેલિસ્ટિક મિસાઈલો દાગી હતી, જેમાંથી 6 મિસાઈલોને હવામાં જ રોકી દેવામાં આવી હતી, જ્યારે સાતમી મિસાઈલ પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકી નહોતી. આ દરમિયાન, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે અમેરિકી હુમલા બાદ ઈરાનની મિસાઈલ ક્ષમતા ઘણી નબળી પડી ગઈ છે અને તેની પાસે હવે માત્ર 21-22% મિસાઈલો જ બચી છે. જોકે, ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલ મુજબ, અમેરિકી ગુપ્તચર એજન્સીઓનું માનવું છે કે ઈરાને તેની 33માંથી 30 મિસાઈલ સાઇટ્સ ફરીથી કાર્યરત કરી દીધી છે અને તેની પાસે હજુ પણ આશરે 70% મિસાઈલ ભંડાર ઉપલબ્ધ છે. ઈરાની રડાર સાઇટ્સ પર હુમલાનો વીડિયો… છેલ્લા 24 કલાકના 5 મોટા અપડેટ્સ… ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેનો બ્લોગ જુઓ…
Click here to Read more
