Global Peace Indexમાં ભારત સૌથી આગળ, અમેરિકા, રશિયા, ઇઝરાયેલ, ઇરાનને મુક્યા પાછળ
4 hours from now
વિશ્વના સૌથી શાંતિ પ્રિય દેશો અંગેના નવા અહેવાલમાં આ માહિતી બહાર આવી છે. ભારતે મેળવ્યો કયો ક્રમ ? શાંતિપૂર્ણ દેશોની યાદીમાં ભારત અમેરિકા, ઇઝરાયલ અને રશિયા જેવા દેશો કરતાં આગળ છે. જોકે, ગયા વર્ષની સરખામણીમાં ભારતનો ક્રમ ઘટ્યો છે. 2025માં ભારત 124મા ક્રમે હતું, જ્યારે આ વર્ષે તે 127મા ક્રમે પહોંચ્યુ છે. શાંતિપ્રિય દેશોના સર્વેક્ષણમાં ભારતે 2.409 સ્કોર મેળવ્યો છે. રેન્કિંગ મુજબ, ભારત 127મા ક્રમે છે. 1161 સ્કોર સાથે આઇસલેન્ડ વિશ્વનો સૌથી શાંતિપ્રિય દેશ છે. આઇસલેન્ડ સતત 19 વર્ષથી વિશ્વનો સૌથી શાંતિપ્રિય દેશ રહ્યો છે. પાકિસ્તાન અને અમેરિકા પણ ભારતથી પાછળ શાંતિપ્રિય દેશોની યાદીમાં અમેરિકા 134મા ક્રમે છે. જેનો સ્કોર 2535 છે. વેનેઝુએલા 133મા ક્રમે છે. ઈરાન આ યાદીમાં 144મા ક્રમે છે. અમેરિકાએ આ વર્ષે બંને દેશો સામે યુદ્ધો લડ્યા હતા. 2025માં અમેરિકા 130મા ક્રમે હતું. રેન્કિંગમાં તેના ઘટાડાનું એક મુખ્ય કારણ વિવિધ આંતરરાષ્ટ્રીય સંઘર્ષોમાં તેની વધતી લશ્કરી સંડોવણી હોવાનું માનવામાં આવે છે. તુર્કીએ તેનું રેન્કિંગ સુધાર્યું છે અને હાલમાં તે 136મા ક્રમે છે. દરમિયાન, પાકિસ્તાન 152મા ક્રમે છે. ગયા વર્ષે પાકિસ્તાનનું રેન્કિંગ છ સ્થાન નીચે ગયું છે. 2025માં તે 146મા ક્રમે હતું. આનો અર્થ એ થયો કે પાકિસ્તાનની સ્થિતિ પ્રમાણમાં વધુ અશાંત બની ગઈ છે. દક્ષિણ એશિયામાં, ભૂટાન આ ક્ષેત્રમાં સૌથી શાંતિપ્રિય દેશ છે. ત્યારબાદ શ્રીલંકા, નેપાળ અને બાંગ્લાદેશનો ક્રમ આવે છે. ભારત પછી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનું સ્થાન છે. સૌથી શાંતિપૂર્ણ મુસ્લિમ દેશ એટલે કતાર શાંત દેશોની યાદીમાં કતાર 31મા ક્રમે છે. કુવૈત 49મા ક્રમે છે અને ઓમાન 60મા ક્રમે છે. ગલ્ફ વોરને કારણે પણ આ દેશોના રેન્કિંગ પર અસર પડી છે. શાંતિપૂર્ણ દેશોની યાદીમાં ઇઝરાયલનો રેન્ક સુધર્યો છે, પરંતુ તેમ છતાં, ઇઝરાયલ 160મા ક્રમે છે. શાંતિપૂર્ણ દેશોની યાદી દર વર્ષે બહાર પાડવામાં આવે છે. આ યાદીમાં બાહ્ય અને આંતરિક સંઘર્ષો તેમજ લોકશાહી સંબંધિત મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવે છે. આ પણ વાંચોઃ મમતા બેનર્જી TMCને કોંગ્રેસમાં ભેળવવા તૈયાર!, અભિષેક બેનર્જીએ Rahul Gandhi સમક્ષ મૂકી શરતો
Click here to Read more