Grocery Shopping Tips: મોંઘવારીના સમયમાં રાશન ખરીદતી વખતે આટલું ધ્યાન રાખો, બિનજરૂરી ખર્ચ નહીં થાય
3 days ago
How To Manage A Budget At Home: મોંઘવારી વધતા ગૃહિણીઓ માટે ઘર ખર્ચ મેનેજ કરવામાં મુશ્કેલી પડી રહી છે. મધ્ય પૂર્વનું યુદ્ધ હવે સામાન્ય માણસના રસોડાને પણ અસર કરવા લાગ્યું છે. પેટ્રોલ ડીઝલ, ગેસની કિંમત વધવાની સાથે સાથે દૂધથી લઈને તેલ મસાલા, ચાની ભૂકી પાન અને ચોખા, કઠોશ દાળ સુધી બધું મોંઘું થઈ ગયું છે. જો તમે ઘર માટે રાશન ખરીદતી વખતે સાવધાની નહીં રાખો તો તમારું માસિક બજેટ ખોરવાઇ શકે છે. નકામા ખર્ચથી બચવા માટે તમારે જાગૃત રહેવાની જરૂર છે. જો તમે એક મહિના માટે કરિયાણાની ખરીદી કરતી વખતે ઓફર અને ડિસ્કાઉન્ટની શોધમાં અમુક ભૂલો કરો છો, તો તે તમારા રાશનની કિંમતમાં વધારો કરી શકે છે. જો કમાણી ઓછી હોય અને ખર્ચ વધારે હોય, તો તમારે સ્માર્ટ શોપિંગ ટ્રિક અપનાવવી જોઈએ. ખરીદી માટેની યાદી બનાવો જો તમે ઇચ્છો છો કે તમારા રસોડાનું બજેટ ખોરવાઇ નહીં, તો હંમેશાં રાશન ખરીદવાની પહેલા એક યાદી તૈયાર કરો. મોટાભાગના લોકોની સૌથી મોટી ભૂલ એ છે કે લોકો બજારમાં જતા પહેલા ઘરમાં શું છે અને શું ખરીદવું તે નક્કી કરતા નથી. આ કારણે ઘણી વખત ટ્રોલી બિનજરૂરી વસ્તુઓથી ભરાઇ જાય છે. ઓફર જોવા માટે ઉતાવળ ન કરો ઘણા લોકો જ્યારે "એક મફત" અથવા બમ્પર ડિસ્કાઉન્ટ જુએ છે ત્યારે તેમની જરૂરિયાત કરતાં વધુ સામગ્રી ખરીદે છે. આને કારણે કુલ ખર્ચ વધી જાય છે. તેથી ફક્ત તે જ વસ્તુઓ પર ઓફરનો લાભ લો જેનો વધુ અથવા નિયમિતપણે ઉપયોગ કરવામાં આવે છે. ઘરમાં રહેલી સામગ્રી ચેક કરો જો તમે ક્યારેય સામાન ખરીદવા જાઓ છો, તો ઘરમાં રાખેલા રાશનનો જથ્થો ચેક કરો. આવું ન કરવાથી એક જ વસ્તુ વારંવાર ખરીદવામાં આવે છે. જુનો માલ પડ્યો રહે છે અને બગડી શકે છે. નાનું પેકિંગ હંમેશા સસ્તું નથી હોતું ઘણા લોકો માને છે કે નાના પેકેટ ખરીદવાથી ખર્ચ ઘટે છે, જ્યારે ઘણી વખત મોટા પેકેટની કિંમત ઓછી હોય છે. તેથી, કંઈપણ ખરીદતી વખતે, પેકેટ પર લખેલા કિંમત અને વજનની સરખામણી કરવાની ખાતરી કરો. બ્રાન્ડ્સની તુલના ન કરો ઘણી વાર આપણે એક બ્રાન્ડની વસ્તુ ખરીદ્યા બાદ તે સારી નીકળતા વારંવાર તે જ બ્રાન્ડની વસ્તુ ખરીદીયે છીએ. ઘણા લોકો વર્ષોથી એક જ બ્રાન્ડ ખરીદે છે અને કિંમતોની તુલના કરતા નથી. તેથી કેટલીકવાર વિવિધ બ્રાન્ડ્સની કિંમત અને ગુણવત્તાની તુલના કરો. આ પણ વાંચો | વેજ ઇડલી રેસીપી, સ્વાદ સાથે શરીર માટે પૌષ્ટિક આહાર ઓનલાઇન અને ઓફલાઇન કિંમતોની સરખામણી ન કરવી આજે ઘણી વખત ઓનલાઇન પ્લેટફોર્મ અને સ્થાનિક દુકાનોની કિંમતોમાં તફાવત જોવા મળે છે. ખરીદી કરતા પહેલા માલની કિંમતોની તુલના કરો. આનાથી કુલ બિલમાં ફરક પડી શકે છે.
Click here to Read more

