Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Gulmarg Cable Car Stuck: ટેકનિકલ ખામી સર્જાતા કેબલ કાર હવામાં ઠપ્પ, 300 પ્રવાસી ફસાયા

    2 weeks ago

    1

    0

    ગોંડોલા કેબલ કાર સેવામાં ટેકનિકલ ખામી સર્જાતા તે અચાનક બંધ થઈ હતી. ઘટનાસ્થળે અંધાધૂંધી ફેલાઇ હતી. બચાવ કામગીરી શરુ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટેકનિકલ સમસ્યાને કારણે ગોંડોલા સેવા તાત્કાલિક બંધ કરવી પડી હતી. માહિતી મળતાં, સેનાની 9મી રાજ રાઇફલ્સ, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને નાગરિક વહીવટીતંત્રની સંયુક્ત બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. બચાવ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે તંગમાર્ગના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને તહસીલદાર પણ પહોંચ્યા હતા. બચાવ કામગીરી દરમિયાન પ્રવાસીઓને બચાવવા અને બહાર કાઢવાનું કામ ઝડપી ગતિએ ચાલુ કર્યુ હતુ. મુસાફરોને સુરક્ષિત બહાર કઢાયાપ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ગોંડોલા અચાનક બંધ થવાથી મહિલાઓ અને બાળકો સહિત ઘણા પ્રવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો. જોકે, વહીવટીતંત્રે પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું જાહેર કરતાં જણાવ્યું હતું કે તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા છે અને બચાવ કામગીરી સરળતાથી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન, તકનીકી ટીમો સ્થળ પર તૈનાત કરવામાં આવી છે. તેઓ કેબલ કારમાં ખામી સર્જાવાના કારણની તપાસ કરી રહ્યા છે અને ગોંડોલા સેવા ફરી શરૂ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. પ્રવાસીઓ માટે આકર્ષક સ્થળ ગુલમર્ગ અધિકારીઓએ ખાતરી આપી છે કે સંપૂર્ણ સલામતી નિરીક્ષણ પછી જ સેવા ફરી શરૂ કરવામાં આવશે. ગુલમર્ગ ગોંડોલા એશિયાની સૌથી ઊંચી કેબલ કાર સેવા અને વિશ્વની મુખ્ય કેબલ કાર સેવાઓમાંની એક માનવામાં આવે છે, જ્યાં દર વર્ષે ભારત અને વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચે છે. આ પણ વાંચોઃ  ઓર્કેસ્ટ્રા અને ડાન્સ ગ્રુપમાં બાળકોના ઉપયોગ પર SCની લાલ આંખ, કેન્દ્ર અને NHRCને નોટિસ
    Click here to Read more
    Prev Article
    Jyeshtha Adhik Purnima 2026: Tips for the day to enhance your lunar energy
    Next Article
    आंखों में काला चश्मा और साथ में फ्रॉक पहने पत्नी जेनेट... अमेरिकी विदेश मंत्री Marco Rubio ने किया ताजमहल का दीदार, Photos

    Related ભારત Updates:

    Comments (0)

      Leave a Comment