Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Huawei Nova Y74 લોન્ચ, મોટી સિલિકોન કાર્બન બેટરી અને વોટરપ્રુફ, બજેટ સ્માર્ટફોનમાં પ્રીમિયમ ફીચર

    1 day ago

    1

    0

    Huawei nova Y74 Launch: હ્યુવેઇ નવો બજેટ સ્માર્ટફોન Huawei nova Y74 વૈશ્વિક બજારમાં લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન એવા યુઝર્સ માટે ઉત્તમ વિકલ્પ છે, જેઓ ઓછી કિંમતમાં મોટી બેટરી, મોટી ડિસ્પ્લે અને લાંબા સમય સુધી ઉપયોગ કરી શકાય તેવું ડિવાઇસ માંગે છે. કંપનીએ આ ડિવાઇસમાં મોટી સિલિકોન કાર્બન 6620mAh બેટરી, 50MP કેમેરા, 90Hz ડિસ્પ્લે અને 40W ફાસ્ટ ચાર્જિંગ જેવા ઘણા ફીચર આપ્યા છે. ચાલો જાણીયે લેટેસ્ટ હ્યુવેઇ નોવા વાય 74 સ્માર્ટફોનની કિંમત અને ફીચર Huawei nova Y74 સ્પેસિફિકેશન હ્યેવેઇ નોવા Y74 ફોનમાં 6.67 ઇંચની મોટી LCD ડિસ્પ્લે છે, જે 90Hz રિફ્રેશ રેટ અને HD+ રિઝોલ્યુશન અને 850 નિટ્સ સુધી પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે. આ ફોનની ડિસ્પ્લે Weter Touch સપોર્ટ કરે છે, એટલે કે ભીના હાથે પણ ફોન વાપરી શકાય છે. બહું ઓછા બજેટ સ્માર્ટફોનમાં આ ફીચર મળે છે.  પર્ફોર્મન્સની વાત કરીયે તો Huawei nova Y74 ફોનમાં 8GB RAM અને 256GB સુધી સ્ટોરેજ મળે છે. હ્યુવેઇ કંપનીએ તેની વેબસાઇટ પર nova Y74 ફોનના ચિપસેટની જાણકારી આપી નથી. જો કે રિપોર્ટ મુજબ આ ફોનમાં Kirin 8000 સીરિઝ ચિપસેટ મળી શકે છે.  હ્યુવેઇ નોવા Y74 ફોનની સૌથી મોટી ખાસિયત મોટી સિલિકોન 6620mAh બેટરી છે. કંપનીનો દાવો છે કે, આ ફોન ફુલ ચાર્જ કરવા પર લગભગ 24.9 કલાક સુધી ઓનલાઇન વીડિયો પ્લેબેક અને લગભગ 48 દિવસ સુધી કોલિંગ બેકઅપ આપે છે.  હ્યુવેઇ નોવા Y74 ફોનમાં 40W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ મળે છે. હ્યુવેઇ કંપનીના મતે આ ફોન લગભગ 30 મિનિટમાં શૂન્ય થી 53 ટકા સુધી ચાર્જ થઇ જાય છે. માત્ર 15 મિનિટના ચાર્જિંગમાં  યુઝર્સને લગભગ 5 કલાક સુધી વીડિયો પ્લેબેક સપોર્ટ મળે છે.  Huawei nova Y74 કેમેરા ફોટોગ્રાફી માટે હ્યુવેઇ nova Y74 ફોનમાં 50MP પ્રાયમરી રિયર કેમેરો મળે છે. કેમેરા મોડ્યૂલ સ્ક્વાયર ડિઝાઇનમાં છે. જે ફોનને પ્રીમિયમ લુક આપે છે. તો સેલ્ફી અને વીડિયો કોલ માટે ફોનમાં 8MP ફ્રન્ટ કેમેરા આવે છે. હ્યુવેઇ નોવા વાય 74 ફોન બ્લેક અને બ્લૂ કલરમાં ઉપલબ્ધ છે. જો કે કંપનીએ હજી સુધી આ સ્માર્ટફોનની કિંમત જાહેર કરી નથી. આ પણ વાંચો | મોટોરોલાનો વોટરપ્રુફ ફોન Edge 70 Pro+ લોન્ચ, 6500mAh બેટરી અને 50MPના ચાર કેમેરા હ્યુવેઇ નોવા વાય 74 ફોનમાં EMUI 12 આઉટ ઓફ ધ બોક્સ મળશે. કનેક્ટિવિટી માટે ફોનમાં NFC, Bluetooth 5.1 અને ડ્યુઅલ સિમ 4G સપોર્ટ મળે છે. કંપનીએ તેમા પોતાનો ખાસ સપોર્ટ X Button પણ ઉમેર્યો છે, જેનાથી યુઝર્સ પોતાની મનપસંદ એપ્લિકેશન કે શોર્ટકટ્સ લોન્ચ કરવા માટે કસ્ટમાઇઝ કરી શકે છે. બ્રાન્ડના મતે હ્યુવેઇ નોવા Y74 ફોનને SGS 5-Star Drop Resistance સર્ટિફિકેશન મળ્યું છે અને તે 1.8 મીટર સુધીના ઉંડા પાણીમાં પડ્યા બાદ પણ સુરક્ષિત રહે છે.
    Click here to Read more
    Prev Article
    Sensex Today: शेयर बाजार गिरावट के साथ बंद, निफ्टी 23400 के नीचे आया, सेंसेक्स भी लुढ़का
    Next Article
    TCS Nashik Case: Victim Was Allegedly Pressured To Abandon Hindu Rituals & Embrace Islam | News18

    Related વેપાર Updates:

    Comments (0)

      Leave a Comment