Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    IND-AFG ટેસ્ટ: ત્રીજા દિવસની રમત થોડીવારમાં શરૂ થશે:અફઘાનિસ્તાન પર ફોલોઓનનું જોખમ, 113 રનમાં 5 વિકેટ ગુમાવી; ભારત 451 રન આગળ

    1 hour ago

    1

    0

    ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહેલી એકમાત્ર ટેસ્ટનો બીજો દિવસ પણ ભારતના નામે રહ્યો. ન્યૂ ચંદીગઢમાં અફઘાનિસ્તાને 113 રન બનાવવામાં 5 વિકેટ ગુમાવી દીધી. ટીમ હજુ પણ ભારતથી 451 રન પાછળ છે. ફોલોઓન બચાવવા માટે અફઘાનિસ્તાનને વધુ 252 રન બનાવવા પડશે. ત્રીજા દિવસની રમત સવારે 9:30 વાગ્યે શરૂ થશે. માનવ સુથારને 3 વિકેટ ડેબ્યૂ કરી રહેલા લેફ્ટ આર્મ સ્પિનર ​​માનવ સુથારે પોતાની પહેલી જ ઓવરના ચોથા બોલ પર અબ્દુલ મલિકની વિકેટ લઈને શરૂઆત કરી. ત્યારબાદ તેણે રહેમાનુલ્લાહ ગુરબાઝ અને અફસર ઝઝાઈને પણ પેવેલિયન મોકલ્યા. સુથારે 21 રન આપીને 3 વિકેટ લીધી. તેના સિવાય પ્રસિદ્ધ ક્રિષ્નાએ બે વિકેટ લીધી. રહેમત પાસેથી અપેક્ષાઓ અફઘાનિસ્તાનની આશાઓ રહેમત શાહ પર ટકેલી છે, જે 43 રન બનાવીને અણનમ છે. તેની સાથે અઝમતુલ્લાહ ઓમરઝાઈ અને નીચલા ક્રમના બેટર્સે મોટી ભાગીદારી કરવી પડશે. ગિલ-રાહુલની સદી, 3 બેટર્સે ફિફ્ટી ફટકારી મેચમાં ભારતે બેટિંગમાં સંપૂર્ણપણે પ્રભુત્વ જમાવ્યું. કેપ્ટન શુભમન ગિલ (126), કેએલ રાહુલ (100), રિષભ પંત (81), સાઈ સુદર્શન (81) અને વોશિંગ્ટન સુંદર (અણનમ 52)ની ઇનિંગ્સના આધારે ટીમે 564/8 પર ઇનિંગ્સ ડિક્લેર કરી. આ ટેસ્ટ ક્રિકેટમાં અફઘાનિસ્તાન સામે ભારતનો સૌથી મોટો સ્કોર પણ છે. મોહમ્મદ સિરાજે પણ 12 બોલમાં 22 રનની ઇનિંગ્સ રમી. અફઘાનિસ્તાન તરફથી મોહમ્મદ સલીમ સફીએ 6 વિકેટ લીધી. ઝિયાઉર રહેમાન અને હશમતુલ્લાહ શાહિદીને એક-એક વિકેટ મળી.
    Click here to Read more
    Prev Article
    शेयर बाजार में भारी गिरावट! सेंसेक्स 800 अंक के करीब गिरा, निफ्टी 23105 के पास, खुलते ही क्यों फिसला मार्केट?
    Next Article
    Market Opening Bell: Sensex, Nifty tumble over 1% amid weak global cues, IT stocks under pressure

    Related રમતગમત Updates:

    Comments (0)

      Leave a Comment