India GDP: ભારતીય અર્થતંત્રનો મજબૂત દેખાવ, FY26માં GDP દર વધીને 7.7 ટકા થયો
22 hours ago
India Eco omyGDP Growth : ભારતનું અર્થતંત્ર નાણાકીય વર્ષ 2025-26માં 7.7 ટકાના દરે વૃદ્ધિ પામ્યું, જ્યારે વર્ષ 2024-25માં દેશનો વિકાસદર 7.1 ટકા નોંધાયો છે. આંકડાકીય અને યોજના અમલીકરણ વિભાગ (MoSPI) દ્વારા શુક્રવારે ભારતના જીડીપી દરના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે, વૈશ્વિક આર્થિક અસ્થિરતા, ક્રૂડ ઓઇલમાં ઉછાળો, રૂપિયામાં ઘટાડા જેવા અવરોધો વચ્ચે ભારતની અર્થવ્યવસ્થતા મક્કમ ગતિથી આગળ વધી છે. MoSPI મંત્રાલયના આંકડા મુજબ નાણાકીય વર્ષ 2025-26ના જાન્યુઆરી માર્ચ ક્વાર્ટરમાં ભારતનો આર્થિક વૃદ્ધિદર 7.8 ટકા નોંધાયો છે. જે ડિસેમ્બર ક્વાર્ટર 2025માં 8 ટકા હતો. આ સાથે જ એપ્રિલ-જૂન 2025 (6.7% થી 6.8%) અને જુલાઈ-સપ્ટેમ્બર 2025 (8.4% થી 8.3%) માટેના GDP વૃદ્ધિ અંદાજોમાં પણ નજીવો સુધારો કરવામાં આવ્યો છે. શુક્રવારે જાહેર કરાયેલા 7.7% ના સંપૂર્ણ વર્ષના GDP વૃદ્ધિ દરનો આંકડો, જેને કામચલાઉ અંદાજ કહેવામાં આવે છે, તે MoSPIના ફેબ્રુઆરીમાં જાહેર કરાયેલા 7.6% ના બીજા એડવાન્સ અંદાજ કરતા વધારે છે. વર્ષ 2024-25માં ભારતનો GDP 7.1% વધ્યો હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ 2026-27 માટેનો તેનો અંદાજ 6.9% થી ઘટાડીને 6.6 ટકાના થોડાક કલાક બાદ જ સરકારી મંત્રાલય દ્વારા GDP દરના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. ધિરાણનીતિ જાહેર કરવાની સાથે આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ ચેતવણી આપી હતી કે જ્યારે સ્થાનિક માંગ સ્થિર રહે છે અને ઉત્પાદન અને સેવા ક્ષેત્રોની પ્રવૃત્તિમાં વધારો ચાલુ રહે છે, ત્યારે "કેટલાક ક્ષેત્રોમાં મંદીના પ્રારંભિક સંકેતો છે". મધ્યસ્થ બેંકના નવા અનુમાન મુજબ, એપ્રિલ-જૂન 2026માં વૃદ્ધિ દર 6.6%, જુલાઈ-સપ્ટેમ્બર 2026 માં 6.3%, ઓક્ટોબર-ડિસેમ્બર 2026 માં 6.5% અને જાન્યુઆરી-માર્ચ 2027 માં 6.8% રહી શકે છે. આ પણ વાંચો | RBI એ ₹ 1.14 લાખ કરોડનું સોનું વેચ્યું? રિપોર્ટ વિશે સરકારે કરી સ્પષ્ટતા સમાચાર એજન્સી ભાષા મુજબ, મંત્રાલયે જણાવ્યું હતું કે સ્થિર ભાવે દેશની GDP કદ નાણાકીય વર્ષ 2025-26 માં વધીને ₹ 323.12 લાખ કરોડ થવાનો અંદાજ છે, જે 2024-25 માટે ₹299.89 લાખ કરોડના પહેલા સુધારેલા અંદાજ કરતા વધારે છે. તો વર્તમાન કિંમતે જીડીપનું કદ વર્ષ 2025-26માં 346.36 લાખ કરોડ રહેવાનો અનુમાન છે, જે વર્ષ 2024-25ના 318.07 લાખ કરોડ રૂપિયાની તુલનામાં 8.9 ટકાનો વધારો દર્શાવે છે.
Click here to Read more

