IPL 2026: હાર્દિક પંડ્યાને દંડ, KKR સામે હાર બાદ મુંબઇ ઈન્ડિયન્સના કેપ્ટનને આ હરકત કરવી ભારે પડી
3 weeks ago
Hardik Pandya Controversy In IPL 2026: હાર્દિક પંડ્યા માટે ખરાબ સમાચાર આવ્યા છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026 (IPL 2026) માં બુધવારે (20 મે) કોલકાતા નાઇટ રાઇડર્સ સામે હાર બાદ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને દંડ ફટકારવામાં આવ્યો હતો. રનઅપમાં જતી વખતે હાર્દિક પંડ્યાએ ગુસ્સામાં સ્ટેમ્પ પરથી બેલ્સ નીચે પાડી દીધા હતા. આ કારણે તેની મેચ ફીની 10 ટકા રકમ કાપવામાં આવી છે. તેને એક ડીમેરિટ માર્ક પણ આપવામાં આવ્યો હતો. હાર્દિક પંડયાએ આઇપીએલના ખેલાડીઓ અને ટીમ ઓફિસિઅલ્સ માટે આચારસંહિતાના લેવલ 1નું ઉલ્લંઘન કર્યું હતુ. હાર્દિક પંડયાએ આઇપીએલની આચારસંહિતાની કલમ 2.2નો ભંગ કર્યો હતો, જેમાં મેચ દરમિયાન ક્રિકેટના સાધનો કે કપડાં કે ફિલ્ડના સાધનોને નુકસાન થવાની બાબત છે. આ ઘટના કોલકાતા નાઈટ રાઈડર્સની ઈનિંગની 10મી ઓવરના ચોથા બોલ પર બની હતી. હાર્દિક પંડ્યા તેના રનઅપ પર પરત જતી વખતે સ્ટમ્પ પરથી બેલ્સ (Bails) નીચે પાડી દીધા હતા. મુંબઈ ઈન્ડિયન્સની એક મેચ બાકી મેચની વાત કરીએ તો કોલકાતા નાઈટ રાઈડર્સે સાત બોલ બાકી હતા ત્યારે 148 રનનો ટાર્ગેટ હાંસલ કર્યો હતો અને હાર્દિક પંડયાએ બે ઓવરમાં વિકેટ ઝડપતાં 13 રન આપ્યા હતા. પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ ચાલુ વર્ષે આઇપીએલના પ્લે ઓફમાં પ્રવેશવાની રેસમાંથી બહાર થઈ ચૂકી છે. MI ટીમ માત્ર ચાર મેચ જીતી શકી છે અને પોઈન્ટ ટેબલમાં 9માં નંબર પર છે. મુંબઇ ઈન્ડિયન્સ ટીમ રવિવારે આઈપીએલ 2026 ની છેલ્લી મેચ રાજસ્થાન રોયલ્સ સામે રમશે. MI vs KKR મેચ બાદ પોઈન્ટ ટેબલ કેકેઆરે મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને પોઈન્ટ ટેબલમાં મોટી છલાંગ લગાવી હતી અને સીએસકેને પાછળ છોડી દીધી હતી. તે જ સમયે, કેકેઆર અને મુંબઈની મેચ પછી, વૈભવ ઓરેન્જ કેપ પર કબજો કરે છે, જ્યારે પર્પલ કેપ ભુવીના નામે છે. BCCI ને વર્લ્ડ કપ 2027 વિશે સતાવી રહી છે આ ચિંતા? ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર ભારતીય ક્રિકેટ બોર્ડને શંકા છે કે, રોહિત શર્મા ઓક્ટોબર-નવેમ્બર, 2027માં યોજાનારા વન ડે વર્લ્ડ કપ સુધી ફિટ રહી શકશે. રોહિત હેમસ્ટ્રિંગની ઈજાના કારણે ત્રણ સપ્તાહ સુધી આઇપીએલમાં રમી શક્યો ન હોવાથી પસંદગીકારોએ તેનો ફિટનેસ રિપોર્ટ માંગ્યો હતો. હાર્દિક પંડયાની ચિંતા એ છે કે તે 10 ઓવર ફેંકી શકશે કે નહીં. સંપૂર્ણ અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.
Click here to Read more

