Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    વિદેશમાં જઇને ભારતીયોનું નામ ન બગાડો, કેમ ભડક્યા હર્ષ ગોયેન્કા અને IPS અરુણ બોથરા?

    6 days ago

    1

    0

    તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વિષય ખૂબ જ ચર્ચામાં છે – વિદેશી પ્રવાસ દરમિયાન ભારતીય પ્રવાસીઓનું વર્તન. પ્રખ્યાત ઉદ્યોગપતિ હર્ષ ગોયેન્કાએ સ્વિસ હોટલ 'આર્ક-એન-સીલ' દ્વારા ભારતીય મહેમાનો માટે ખાસ બહાર પાડવામાં આવેલા નિયમોનો ફોટો શેર કરીને એક ગંભીર ચર્ચા શરૂ કરી છે. આ હોટલના નિયમોમાં ભારતીયોને શાંત રહેવા અને જમતી વખતે શિસ્ત પાળવાની સૂચના આપવામાં આવી છે, જે વાંચીને કોઈપણ ભારતીયને આઘાત લાગે તે સ્વાભાવિક છે. ભારતીય પ્રવાસીઓના અનેક વીડિયો થયા છે વાયરલ આ કોઈ એકલદોકલ ઘટના નથી. છેલ્લા કેટલાક સમયથી અમેરિકા, વિયેતનામ અને યુરોપના અનેક દેશોમાંથી ભારતીય પ્રવાસીઓના એવા વીડિયો વાયરલ થયા છે, જેમાં તેઓ જાહેર સ્થળોએ કે વિમાનમાં પિકનિક જેવું વાતાવરણ બનાવી રહ્યા છે, મોટેથી ગીતો વગાડી રહ્યા છે કે અસભ્ય રીતે વર્તી રહ્યા છે. હર્ષ ગોયેન્કાએ જાપાનનું ઉદાહરણ આપીને ભારતીયોને આત્મમંથન કરવા જણાવ્યું છે કે, જો ભારતને વૈશ્વિક મહાસત્તા બનવું હોય, તો માત્ર આર્થિક પ્રગતિ પૂરતી નથી, પરંતુ નાગરિક શિષ્ટાચાર અને જવાબદાર વર્તન પણ એટલું જ અનિવાર્ય છે. IPS અધિકારી અરુણ બોથરાએ આપી કડક પ્રતિક્રિયા આ મુદ્દે ઓડિશાના એડિશનલ ડીજીપી અને IPS અધિકારી અરુણ બોથરાએ પણ કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, "પાસપોર્ટ હોવો એ માત્ર અધિકાર નથી, પરંતુ તે દેશના પ્રતિનિધિ તરીકેની એક જવાબદારી પણ છે." તેમણે સૂચન કર્યું છે કે જે લોકો વિદેશમાં પોતાના અસભ્ય વર્તનથી દેશનું નામ ખરાબ કરે છે, તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને જરૂર પડે તો તેમનો વિદેશ પ્રવાસ કરવાનો અધિકાર પણ થોડા વર્ષો માટે રદ કરવો જોઈએ. ભારતીયોનું વર્તન નક્કી કરે છે ભારતની છબી જાહેર સ્થળોએ નાચવું, મોટેથી વાત કરવી કે નિયમોનું ઉલ્લંઘન કરવું એ અન્ય પ્રવાસીઓ માટે અસહ્ય બની જાય છે અને તે ત્યાંના લોકોના મનમાં ભારતીયો પ્રત્યે નકારાત્મક છબી બનાવે છે. ભવિષ્યમાં વિઝાના કડક નિયમો જેવી મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે આપણે આપણી નાગરિક ભાવનાને 'અપગ્રેડ' કરવાની તાતી જરૂર છે. વિદેશમાં આપણે માત્ર એક વ્યક્તિ નથી, પરંતુ ભારતનું પ્રતિબિંબ છીએ. આપણું વર્તન એ નક્કી કરે છે કે વિશ્વ આપણને કેવી રીતે જોશે. સમય આવી ગયો છે કે આપણે શિસ્ત અને અન્યના આદરને આપણા જીવનનો હિસ્સો બનાવીએ, જેથી વિશ્વભરમાં ભારતનું ગૌરવ વધે, ન કે બદનામી થાય. આ પણ વાંચોઃ UPI Payment New Rules: નકલી નામનો ખેલ ખતમ! UPI દ્વારા આજથી બદલાઈ ગઈ પૈસા મોકલવાની પદ્ધતિ!
    Click here to Read more
    Prev Article
    India to get new flex fuel motorcycle, car this week: All you need to know
    Next Article
    सोना ₹864 गिरकर ₹1.56 लाख का 10 ग्राम हुआ:ऑलटाइम हाई से ₹20 हजार नीचे आया, चांदी आज ₹450 सस्ती होकर ₹2.63 लाख किलो हुई

    Related ભારત Updates:

    Comments (0)

      Leave a Comment