Iran-America War : ઈરાન શાંતિ કરાર કરવા ઈચ્છે છે પણ અમે તેનાથી સંતૃષ્ટ નથી: ડોનાલ્ડ ટ્રમ્પ
2 weeks ago
અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી થવાની આશાઓ ફરી એકવાર ધૂંધળી બની રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે ઈરાન તરફથી સમજૂતીનો ડ્રાફ્ટ મોકલવામાં આવ્યો હતો, પરંતુ અમેરિકા હાલની શરતોથી સંતોષમાં નથી. અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખુલ્લું કરવા તૈયાર ટ્રમ્પના જણાવ્યા મુજબ, “અમે ઈરાન સાથે ડીલ કરીશું અથવા પછી કામ પૂરું કરીશું,” જેનો અર્થ કડક સૈન્ય કાર્યવાહી તરફ ઈશારો તરીકે લેવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે ઈરાન હાલની સ્થિતિમાં અમેરિકાની સામે લાંબા સમય સુધી ટકી શકશે નહીં. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે થોડા કલાકો પહેલાં ઈરાનની સરકારી ટીવીએ દાવો કર્યો હતો કે અમેરિકા તરફથી એક સમજૂતીનો ડ્રાફ્ટ મોકલવામાં આવ્યો છે. આ ડ્રાફ્ટ મુજબ અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખુલ્લું કરવા તૈયાર છે અને બદલામાં ઈરાન યુદ્ધ પહેલાની સ્થિતિમાં વેપાર અને શિપિંગ પુનઃસ્થાપિત કરશે. જોકે અમેરિકાએ આ દાવાને નકારી કાઢીને તેને ખોટો ગણાવ્યો છે. અમેરિકા ફરીથી કડક પગલાં લઈ શકે ટ્રમ્પે વધુમાં કહ્યું કે ઈરાન હવામાં વાતો કરી રહ્યું છે અને વાસ્તવિક સ્થિતિથી દૂર છે. તેમણે ચેતવણી આપી કે જો જરૂરી બનશે તો અમેરિકા ફરીથી કડક પગલાં લઈ શકે છે. ટ્રમ્પે આ પણ જણાવ્યું કે તેમને મિડટર્મ ચૂંટણીની કોઈ ચિંતા નથી અને અમેરિકાનું મુખ્ય લક્ષ્ય ઝડપી રીતે સંઘર્ષનો અંત લાવવાનો છે. જોકે હાલની સ્થિતિમાં સમજૂતી અંગે બંને દેશો વચ્ચે મતભેદ યથાવત છે. આ ઘટનાક્રમથી મધ્ય પૂર્વમાં પહેલેથી જ તણાવપૂર્ણ સ્થિતિ વધુ જટિલ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પણ વાંચો : Pakistan: પાકિસ્તાન સરકારને આતંકીઓની ખુલ્લી ધમકી,'જો ઇઝરાયેલ સાથે સંબંધો રાખ્યા તો તબાહ કરી દઈશું'
Click here to Read more
