Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Karnavati University: કર્ણાવતી યુનિવર્સિટીમાં દિક્ષાંત સમારોહ યોજાયો, 1400 વિદ્યાર્થીઓને અપાઈ પદવી

    6 months ago

    1

    0

    Karnavati University: અમદાવાદ સ્થિત કર્ણાવતી યુનિવર્સિટી ખાતે આજે ભવ્ય દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં અંદાજે 1,400 સ્નાતક વિદ્યાર્થીઓને તેમની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગનો મુખ્ય આકર્ષણ ભારતીય વાયુ સેનાના વડા એર ચીફ માર્શલ એ. પી. સિંહ રહ્યા હતા, જેમણે સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી અને તેમને યુનિવર્સિટી દ્વારા લિટરેચરની માનદ ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. હવે ફરી આપણે લીડ કરવાનું છે - ભારતીય વાયુ સેનાના વડા ભારતીય વાયુ સેનાના વડા એર ચિફ માર્શલ એ પી સિંહે જણાવ્યું હતું કે, હું પોતે ધોરણ 12 પાસ થયો છું. ધોરણ 12મા હતો, ત્યારબાદ એનડીએમાં શામેલ થયો હતો. ટીચર કહેતા શું કરવું, કુટુંબના લોકો કહેતા શું કરવું. આ વચ્ચે હું એનડીએ પાસ કરી એરફોર્સ એકેડેમીમાં જોડાયો હતો. તે સમયે એરફોર્સ ઈન્સ્ટ્રક્ટર હતી, જે શિખવતા અને તમે ઓફિસર બનતા હતા. ઘણા સમયથી પાછળ રહ્યા હતા. હવે ફરી આપણે લીડ કરવાનું છે. આપણામાં ધર્મ અને જ્ઞાતિનો ભેદભાવ ન હોવો જોઈએ એર ચીફ માર્શલે રાષ્ટ્રીય એકતા પર ભાર મૂકતા ઉમેર્યું કે, વિદ્યાર્થીઓ ખાસ આ બાબતે ધ્યાન આપે કે, સફળતા માટે કોઈ શોર્ટકટ નથી. તમારે કઠોર મહેનત કરવી પડશે. જે સમાજમાંથી આવીએ છીએ, એ સમાજ ને પણ તમે આપો તે જરૂરી છે. દરેક સૈનિક યુનિફોર્મની અંદર એક નાગરિક છે, અને દરેક નાગરિક એક સૈનિક છે. આપણામાં ધર્મ અને જ્ઞાતિનો ભેદભાવ ન હોવો જોઈએ. આપણે સૌપ્રથમ ભારતીય છે. આ દીક્ષાંત સમારોહ વિદ્યાર્થીઓ માટે માત્ર ડિગ્રી મેળવવાનો જ નહીં, પરંતુ રાષ્ટ્રના એક અગ્રણી વ્યક્તિત્વ પાસેથી પ્રેરણા અને જીવનના પાઠ મેળવવાનો યાદગાર અવસર બની રહ્યો.
    Click here to Read more
    Prev Article
    Gandhinagar News : GSEB ની મોટી જાહેરાત, ધો. 10-12 બોર્ડ પરીક્ષા 2026નું ટાઇમટેબલ જાહેર, 26 ફેબ્રુઆરીથી થશે પ્રારંભ
    Next Article
    Punjab National Bankમાં LBO પદ પર નીકળી ભરતી, જાણો કેટલી છે વેકેન્સી અને કોણ કરી શકે છે એપ્લાય?

    Related મનોરંજન Updates:

    Comments (0)

      Leave a Comment