Kishtwar Cloudburst: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં કુદરતનો પ્રકોપ, વાદળ ફાટતા પૂરનું સંકટ
5 days ago
અધિકારીઓએ જણાવ્યુ છે કે, વાદળ ફાટવાના કારણે ત્રણથી ચાર રસ્તાઓને નુકસાન થયું છે. જન-જીવન ખોરવાયુ કિશ્તવાડના ડીસી પંકજ કુમારે જણાવ્યું હતું કે વાદળ ફાટવાના કારણે ત્રણથી ચાર રસ્તાઓને નુકસાન થયું છે. અત્યાર સુધી, ઘટનાના પરિણામે જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ પ્રાપ્ત થયા નથી. સમારકામનું કામ શરૂ થઈ ગયું છે અને લોકોને તળાવ વિસ્તારમાંથી દૂર રહેવા અપીલ કરવામાં આવી રહી છે. જાનમાલનું નુકસાન નથી: જીતેન્દ્ર સિંહ ઘટના અંગે કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, કિશ્તવાડ જિલ્લામાં બે વાદળ ફાટવાના અહેવાલ છે. પહેલી ઘટના સર્થલના ગહાન વિસ્તારમાં બની હતી. જ્યારે બીજી ઘટના માછીપાલથી બની હતી. ઘટનાસ્થળ પરથી મળેલા પ્રારંભિક અહેવાલો અનુસાર, બંને વિસ્તારમાં કોઈ જાનહાનિ, ઈજા કે મિલકતને નુકસાન થયાના અહેવાલ નથી. પોલીસે શુ આપી પ્રતિક્રિયા ? કિશ્તવાડના એડિશનલ ડેપ્યુટી કમિશનર, પવન કોટવાલે પુષ્ટિ આપી હતી કે અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મિલકતને નુકસાન થયું નથી. તેમણે કહ્યું કે જિલ્લા રેડ ક્રોસ, પોલીસ અને મહેસૂલ વિભાગની ટીમો ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહી છે. રસ્તાઓ પર અવરોધ હોવાના અહેવાલો મળ્યા છે, જેના પગલે અસરગ્રસ્ત રસ્તાઓ સાફ કરવા અને શક્ય તેટલી વહેલી તકે ટ્રાફિક માટે ફરીથી ખોલવા માટે કર્મચારીઓ અને મશીનરી તૈનાત કરવામાં આવી છે. આ પણ વાંચોઃ શું સ્કીનને ગોરી કરવામાં સનસ્ક્રીનનો છે મહત્ત્વનો ફાળો?, જાણો સ્કિન સ્પેશિયાલિસ્ટ પાસેથી
Click here to Read more