Laxmi Narayan Yog 2026: શુક્ર ગોચર-લક્ષ્મી નારાયણ રાજયોગનો મહાસંયોગ, આ રાશિને મળશે વૈભવ
7 hours ago
જૂનના શરૂઆતના અઠવાડિયામાં આવું જ એક અત્યંત શુભ અને ફળદાયી સંયોગ બનવાનો છે. દ્રિક પંચાંગ અનુસાર, 8 જૂન 2026 સુધી મિથુન રાશિમાં બુદ્ધિ અને વેપારના કારક બુધ અને સુખ-વૈભવના દાતા શુક્રની યુતિ થવાની છે. લક્ષ્મી નારાયણ રાજયોગનું નિર્માણ બુધ અને શુક્ર એક જ રાશિમાં આવતા હોવાથી લક્ષ્મી નારાયણ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. જ્યોતિષમાં આ રાજયોગને ધન, સમૃદ્ધિ, કારકિર્દીમાં પ્રગતિ અને માન-સન્માન આપનાર માનવામાં આવે છે. જોકે, જ્યારે આ રાજયોગ કેન્દ્ર (1, 4, 7, 10) અથવા ત્રિકોણ (1, 5, 9) ભાવમાં બને છે ત્યારે જાતકની કુંડળી પર શુભ અસર કરે છે. મિથુન રાશિમાં બનેલા આ રાજયોગનો પ્રભાવ તમામ રાશિઓ પર પડશે, પરંતુ કેટલીક ભાગ્યશાળી રાશિઓને આ સમય દરમિયાન ખાસ લાભ મળશે. ચાલો જાણીએ કે 8 જૂન સુધી કઈ રાશિઓની કિસ્મત ચમકશે. 1. મિથુન રાશિ (Gemini) - તમારા જ ઘરમાં યોગ કારકિર્દી અને વ્યવસાય: નોકરીયાત લોકોને કાર્યસ્થળ પર નવી જવાબદારીઓ અથવા પ્રમોશન મળી શકે છે. જે લોકો નવો વ્યવસાય શરૂ કરવા વિચારી રહ્યા છે, તેમના માટે આ સમય ખૂબ અનુકૂળ છે. આર્થિક સ્થિતિ: તમારી આવકના સ્ત્રોતોમાં વધારો થશે. અટકેલું પૈસું પાછું મળી શકે છે. વ્યક્તિત્વ: તમારી આકર્ષકતા અને વાતચીત કરવાની શૈલીમાં સુધારો આવશે, જેના કારણે લોકો તમારી તરફ આકર્ષિત થશે. 2. સિંહ રાશિ (Leo) - ધન લાભના મજબૂત યોગ સિંહ રાશિના જાતકો માટે આ ગોચર એકાદશ એટલે કે આવકના ભાવમાં થઈ રહ્યો છે, જે અત્યંત શુભ છે. આર્થિક લાભ: તમારી આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે. રોકાણથી અણધાર્યો લાભ થઈ શકે છે. કારકિર્દી: તમારા કામની પ્રશંસા થશે અને વરિષ્ઠ અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે. પારિવારિક જીવન: મોટા ભાઈ-બહેનનો સહયોગ મળશે અને સમાજમાં પ્રતિષ્ઠા વધશે. 3. કન્યા રાશિ (Virgo) - કારકિર્દીમાં મોટી સફળતા બુધ તમારી રાશિના સ્વામી છે, તેથી આ રાજયોગનો તમને ખાસ લાભ મળશે. આ યુતિ તમારા દશમ (કર્મ) ભાવમાં બની રહી છે. નોકરીમાં પ્રગતિ: જે લોકો નોકરી બદલવાનો વિચાર કરી રહ્યા છે, તેમને સારા ઑફર મળી શકે છે. કાર્યસ્થળે તમારી મહેનતનું યોગ્ય પરિણામ મળશે. આ પણ વાંચો: Vastu Tips: ઘરમાં રહેલુ મંદિર કઇ દિશામાં હોવુ જોઇએ? આ ભૂલો ન કરતા થશે મુશ્કેલી(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)
Click here to Read more
