Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Mars Transit Effects: ક્યાંક મંગળનું ગોચર ન કરી દે આર્થિક પાયમાલ, મુશ્કેલી દૂર કરવા કરો આ ઉપાય

    1 hour from now

    1

    0

    જો ગોચર દરમિયાન વ્યક્તિની કુંડળીમાં મંગળ નબળી સ્થિતિમાં હોય, તો જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે લાલ કિતાબમાં કેટલાક અચૂક ઉપાયો જણાવવામાં આવ્યા છે, જે મંગળના અશુભ અને કઠોર પ્રભાવને ઘટાડવામાં મદદરૂપ માનવામાં આવે છે. કેવી રીતે ઓળખશો કે મંગળ અશુભ ફળ આપી રહ્યો છે? કોઈ કારણ વિના વારંવાર વાદ-વિવાદ થવા લાગવા. વારંવાર ઈજા થવી અથવા અકસ્માતનો ભોગ બનવો. લાંબા સમય સુધી દેવાની સમસ્યા રહેવી. ભાઈ-બહેન અથવા અંગત સગાઓ સાથેના સંબંધોમાં અચાનક કડવાશ આવવી. લાલ કિતાબના ઉપાયો 1. મંગળના અશુભ પ્રભાવને દૂર કરવા માટે મંગળવારનો દિવસ શુભ માનવામાં આવે છે. આ દિવસે સ્નાન અને પૂજા કર્યા બાદ કૂતરાને રોટલી ખવડાવો. માન્યતા છે કે આ ઉપાયથી મંગળ અને કેતુના અશુભ પ્રભાવમાં ઘટાડો થાય છે અને જીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે. 2. મંગળવારની રાત્રે સૂતા પહેલાં તાંબાના લોટામાં સ્વચ્છ પાણી ભરીને પલંગની પાસે રાખો. બીજા દિવસે સવારે તે પાણી કોઈ છોડના મૂળમાં અર્પણ કરો. લાલ કિતાબ અનુસાર આ ઉપાય માનસિક શાંતિ મેળવવામાં મદદરૂપ બને છે. 3. જો તમે મંગળના અશુભ પ્રભાવનો સામનો કરી રહ્યા છો, તો મંગળવારે મંદિરમાં અથવા જરૂરિયાતમંદ લોકોને લાલ મસૂરની દાળ અને ગોળનું દાન કરો. માન્યતા છે કે આ ઉપાયથી મંગળદોષમાં રાહત મળે છે અને સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે. મંગળ મંત્ર: "ૐ ભૌમાય નમઃ" મંગળ બીજ મંત્ર: "ૐ ક્રાં ક્રીં ક્રૌં સઃ ભૌમાય નમઃ"આ પણ વાંચો: Surya Budh Yuti 2026: સૂર્ય બુધની યુતિથી રચાશે ખુબજ શુભ બુધાદિત્ય યોગ(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)
    Click here to Read more
    Prev Article
    Taylor Swift-Travis Kelce wedding rumours intensify: Madison Square Garden venue claim, no plus-ones for guests
    Next Article
    उत्तर प्रदेश की गवर्नर आनंदीबेन पटेल का लंबा कार्यकाल चर्चा में क्यों है?

    Related ભક્તિ Updates:

    Comments (0)

      Leave a Comment