દિલ્હીની તીવ્ર ગરમી વચ્ચે અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. યુએસ એમ્બેસી સપોર્ટ એેનેક્સ બિલ્ડિંગના ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન તેમણે ભાષણમાં હળવા અંદાજમાં કહ્યું કે તેઓ પોતાનું ભાષણ ટૂંકું રાખવા માગે છે કારણ કે ગરમી અસહ્ય છે.દિલ્હીની ગરમી જ અલગ છે રૂબિયોએ કહ્યું કે તેઓ માયામીથી આવે છે, જ્યાં ભેજવાળી ગરમી રહે છે, પરંતુ દિલ્હીની ગરમી અલગ જ સ્તર પર છે. તેમણે મજાકિયા અંદાજમાં કહ્યું, “અત્યારે તો સમય થઈ ગયો છે, શું હવે સુધી ઠંડક ન થવી જોઈએ?” તેમના આ નિવેદન પર હાજર લોકો હસી પડ્યા અને માહોલ હળવો બની ગયો. તેમણે પોતાના સંબોધનમાં ભારત-અમેરિકા સંબંધોને ઈન્ડો-પેસિફિક રણનીતિનો મુખ્ય આધાર ગણાવ્યો. રૂબિયોએ કહ્યું કે ભારત અમેરિકાની વિદેશ નીતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને આવનારા સમયમાં બંને દેશો વચ્ચે સંબંધોને વધુ મજબૂત કરવા માટે નવા નિર્ણયો લેવાશે. વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત તેમને વડાપ્રધાન મોદી સાથેની મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ભારત-અમેરિકા સંબંધો હાલમાં મજબૂત સ્થિતિમાં છે. સાથે જ તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મોદીના સારા સંબંધોને પણ મહત્વપૂર્ણ ગણાવ્યા. રૂબિયોએ જણાવ્યું કે ભારતીય કંપનીઓએ અમેરિકામાં 20 અબજ ડોલરથી વધુનું રોકાણ કર્યું છે અને ભવિષ્યમાં દ્વિપક્ષીય વેપાર 500 અબજ ડોલર સુધી પહોંચાડવાનો લક્ષ્ય છે. આ કાર્યક્રમ દરમિયાન યુએસ એમ્બેસી સપોર્ટ એેનેક્સ બિલ્ડિંગનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પણ વાંચો : Delhi: અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી
Click here to Read more