Sandesh Explainer : યુદ્ધની સ્થિતિમાં ઈંધણની કટોકરી, જાણો ઈથેનોલ કેવી રીતે બની શકે છે ભારતનું ભવિષ્યનું ઈંધણ
1 hour from now
હાલમાં ચાલી રહેલી યુદ્ધની સ્થિતિ વચ્ચે ઈંધણની કટોકટી સર્જાઈ છે. અનેક દેશોમાં ઈંધણને કારણે કપરી સ્થિતિ જોવા મળી છે. ઈંધણના વધતા ભાવ અને અછતને કારણે એક્સપોર્ટ અને ઈમ્પોર્ટ સહિતની બાબતોમાં મોટું નુકસાન સામે આવ્યું છે. આ ઉપરાંત અનેક દેશોમાં વધી રહેલી મોંઘવારીએ લોકોને પણ હેરાન કર્યા છે. ત્યારે ભારતમાં ઊર્જા વ્યવસ્થામાં ઈથેનોલનો ઉપયોગ કેવી રીતે મોટો આધાર બની શકે છે તેનો એક રીપોર્ટ પ્રકાશમાં આવ્યો છે. તો આવો જાણીએ શું કહે છે આ રીપોર્ટ. તણાવની સીધી અસર દેશના અર્થતંત્ર પર પડે છેભારત પોતાની ઉર્જા જરૂરિયાતોનો મોટો હિસ્સો આયાતી ક્રૂડ ઓઇલ દ્વારા પૂરો કરે છે.આવી સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવોમાં ઉછાળો કે રાજકીય તણાવની સીધી અસર દેશના અર્થતંત્ર પર પડે છે. વૈશ્વિક કન્સલ્ટિંગ ફર્મ KPMGના એક રીપોર્ટમાં જણાવાયું છે કે ઇથેનોલ ભવિષ્યમાં ભારતના પરિવહન ઉર્જા ક્ષેત્રની મજબૂત કરોડરજ્જુ બની શકે છે.ભારતે પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ મિશ્રણનું લક્ષ્ય હાંસલ કરી લીધું છે. જેથી ભારત દેશે E85 અને E100 જેવા ઉચ્ચ ઇથેનોલ મિશ્રણ ધરાવતા ઇંધણ તરફ આગળ વધવું જોઈએ. બિયોન્ડ E20 નામના આ રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઇથેનોલને માત્ર એક મિશ્રિત ઇંધણ તરીકે જ નહીં પરંતુ ઉર્જા સુરક્ષાના એક મહત્વપૂર્ણ સાધન તરીકે જોવું જોઈએ.તેલની આયાત પર નિર્ભરતા ઘટશેભારત પોતાની ઉર્જા જરૂરિયાતોનો મોટો હિસ્સો આયાતી ક્રૂડ ઓઇલ દ્વારા પૂરો કરે છે.આવી સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવોમાં ઉછાળો કે કેટલાક દેશો વચ્ચેની રાજકીય તણાવની સીધી અસર દેશના અર્થતંત્ર પર પડે છે.KPMGના રીપોર્ટ પ્રમાણે ઇથેનોલના વધુ પડતા ઉપયોગથી આયાતી તેલ પરની નિર્ભરતા ઘટાડી શકાય છે.આનાથી વિદેશી હૂંડિયામણની બચત થશે અને વૈશ્વિક તેલ બજારની અસ્થિરતાની અસર પણ મર્યાદિત રહેશે.રશિયા-યુક્રેન યુદ્ધ અને પશ્ચિમ એશિયાના તણાવ જેવી પરિસ્થિતિઓએ વૈકલ્પિક ઇંધણની જરૂરિયાતને વધુ વધારી દીધી છે.ઇથેનોલ ઇકોસિસ્ટમ મજબૂત થઈછેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે ઇથેનોલના ઉત્પાદન અને વિતરણ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે.સરકારના ઇથેનોલ બ્લેન્ડિંગ કાર્યક્રમ હેઠળ ઉત્પાદન ક્ષમતા અને સપ્લાય નેટવર્કનો વિસ્તાર થયો છે.તાજેતરમાં જ સરકારે 22 ટકાથી 30 ટકા સુધી ઇથેનોલ મિશ્રણ ધરાવતા પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટીમાં મુક્તિ આપવાનો નિર્ણય પણ કર્યો છે.આનાથી ઉચ્ચ ઇથેનોલ મિશ્રણ વાળા ઇંધણોને પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે.પડકારો પણ ઓછા નથીKPMGના રીપોર્ટમાં કહેવાયું છે કે E20થી આગળ વધવા માટે ઘણા પડકારોનો સામનો કરવો પડશે.હાલમાં ઇથેનોલનું ઉત્પાદન મુખ્યત્વે શેરડી અને અન્ય કૃષિ પાકો પર આધારિત છે.ઉત્પાદન વધારવા માટે નવા સ્ત્રોતોની જરૂર પડશે.આ સિવાય ફ્લેક્સ ફ્યુઅલ વાહનોની સંખ્યા વધારવી પડશે અને ઇંધણ વિતરણ નેટવર્કને પણ ઉચ્ચ ઇથેનોલ મિશ્રણ માટે અનુકૂળ બનાવવું પડશે. ઉર્જા આત્મનિર્ભરતા તરફ કદમKPMGના રીપોર્ટ પ્રમાણે જો ભારત ઇથેનોલ આધારિત ઇંધણ પ્રણાલીને વ્યાપક સ્તરે અપનાવવામાં સફળ થાય છે તો તે દેશની ઉર્જા સુરક્ષાને મજબૂત કરવાની સાથે-સાથે તેલની આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.આનાથી ભારત વૈશ્વિક તેલ બજારની વધઘટનો વધુ સારી રીતે સામનો કરી શકશે અને ઉર્જા આત્મનિર્ભરતાની દિશામાં એક મોટું પગલું ભરી શકશે.ઇથેનોલ ભારતના પરિવહન ઉર્જા ક્ષેત્રનો એક મહત્વપૂર્ણ આધાર બની શકે છે.E20થી આગળ વધીને E85 અને E100 જેવા મિશ્રણો અપનાવવાથી તેલની આયાત પરની નિર્ભરતા ઘટશે. ઉર્જા સુરક્ષા મજબૂત થશે અને વૈશ્વિક તેલ બજારના આંચકાની અસર ઓછી થશે. આ પણ વાંચોઃ Weather Explainer: પ્રશાંત મહાસાગરમાં અલનીનોની શરૂઆત થઈ, જાણો ભારતનો IOD તેને કેવી રીતે રોકશે
Click here to Read more