Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Masala Poha Recipe: ગેસ સળગાવ્યા વગર બનાવો ટેસ્ટી મસાલા પૌઆ રેસીપી, વઘાર કરવાની પણ જરૂર નહીં

    3 days ago

    1

    0

    No Cook Poha Recipe : જો તમને ક્યારેય બહુ ભૂખ લાગે છે અને ગેસ સિલિન્ડર ખાલી થઈ જાય છે અને બહારથી કંઇક ઓર્ડર કરવાનું મન ન થાય છે, તો તમે No Cook Poha Recipe ટ્રાય કરી શકો છો. બીજી તરફ મોંઘવારીના આ યુગમાં જ્યાં રસોઈનો ખર્ચ સતત વધી રહ્યો છે, ઘણા લોકો એવા સરળ અને સસ્તા નાસ્તાની શોધમાં છે જે ઓછી સામગ્રીમાં ફટાફટ બનાવી શકાય. આવી સ્થિતિમાં આ રેસીપી તમારા માટે ઘણી રીતે મદદરૂપ થઇ શકે છે. સૌથી સારી વાત એ છે કે જ્યારે તમે આ રીતે પૌઆ બનાવો છો ત્યારે તમારે કોઇ વસ્તુ રાંધવાની જરૂર પડતી નથી. આમ છતાં પણ પૌઆનો સ્વાદ અને દેખાવ બહુ આકર્ષક લાગે છે. આ રેસીપી તંદુરસ્ત બ્રેકફાસ્ટનો વિકલ્પ શોધી રહેલા લોકો માટે પણ યોગ્ય છે. તેમા તેલનો ઉપયોગ થતો નથી, તેથી તેને હળવો અને સ્વસ્થ નાસ્તો ગણી શકાય. ઓઇલ ફ્રી મસાલા પૌઆ બનાવવા માટે સામગ્રી 1 કપ મધ્યમ પૌઆ 1/4 ચમચી હળદર  1 ચપટી ખાંડ (વૈકલ્પિક)  1 નાનું ડુંગળી (ઝીણું સમારેલું )  1નાનું ટામેટું (ઝીણું સમારેલું )  1 લીલા મરચાં (ઝીણું સમારેલું )  1 નાનું ગાજર (છીણેલું )  1-2 ચમચી લીલા કોથમીર  1 /2 લીંબુનો રસ 1-2 ચમચી શેકેલા સીંગદાણા સ્વાદ અનુસાર મીઠું No Cook Poha Recipe : તેલ વગર પૌઆ બનાવવાની રીત સૌ પ્રથમ પૌઆ પાણીમાં ધોઈ લો સૌ પ્રથમ, પૌઆ એક ચારણી કે મોટા વાસણમાં કાઢો. ત્યારબાદ  ચોખ્ખા પાણીથી એક બે વખત તેને ધોઇ લો. એક વાતનું ધ્યાન રાખો કે પૌઆ લાંબા સમય સુધી પાણીમાં પલાળી રાખવાના નહીં, તેનાથી તે વધુ પડતા નરમ અને ચીકણા થઈ શકે છે. પૌઆ ધોયા પછી વધારાનું નીતારી લો. પૌઆમાં મસાલા ઉમેરો હવે તમારે ધોઈ નાખેલા પૌઆમાં મીઠું, હળદર અને એક ચપટી ખાંડ ઉમેરો. હવે તેની ઉપર 1-2 ચમચી પાણી છાંટી હળવા હાથે મિક્સ કરી લો. આમ કરવાથી પૌઆમાં માત્ર સ્વાદ અને રંગ જ નહીં આવે પણ નરમ પણ બનશે. થોડી વાર ઢાંકીને રાખો હવે પૌઆને વાસણ વડેઢાંકીને 10 થી 15 મિનિટ માટે રાખી મૂકો. આ સમય દરમિયાન, પૌઆ તેનો ભેજ શોષી લે છે અને રાંધ્યા વગર જ ખાવા લાયક નરમ બની જાય છે. Instagram પર આ પોસ્ટ જુઓ Bharat Wadhwa (@bharatzkitchen) દ્વારા શેર કરેલ એક પોસ્ટ મનપસંદ તાજા શાકભાજી મિક્સ કરો તમે પૌઆમાં તમારા મનપસંદ શાકભાજી પણ ઉમેરી શકો છો. જ્યારે પૌઆ સારી રીતે ફૂલી જાય, ત્યારે તેમાં ઝીણી સમારેલી ડુંગળી, ટામેટાં, લીલા મરચાં અને છીણેલું ગાજર ઉમેરો. આ રેસીપીમાં વઘાર કરવામાં આવતું નથી, તેથી તાજા શાકભાજીનો સ્વાદ અને દેખાવ બંને યથાવત રહે છે. આ પણ વાંચો | મેંગો લસ્સી નહીં હવે મેંગો અપ્પે કેક બનાવો, બાળકોને જરૂર ભાવશે છેલ્લે મસાલો ઉમેરો હવે તેમાં લીલું કોથમીર, જીરું મસાલો અથવા ચાટ મસાલો અને લીંબુનો રસ મેળવી સારી રીતે મિક્સ કરી લો. છેલ્લે શેકેલા સીંગદાણા, રતલામી સેવ અથવા તીખી સેવ ઉમેરી પૌઆ સર્વ કરો.
    Click here to Read more
    Prev Article
    प्रोड्यूसर ने जिस धुन को बताया था कचरा, उसी गाने के लिए मोहम्मद रफी ने जीता अपना पहला अवॉर्ड, ब्लॉकबस्टर थे गाने
    Next Article
    Baby boom over, India's population test begins now

    Related જીવનશૈલી Updates:

    Comments (0)

      Leave a Comment