Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Middle East Crisis:એક ફોન કોલે રોકી દીધી ઈરાનની બરબાદી! જાણો કયા વૈશ્વિક નેતાઓ ધારે તો અટકી શકે છે મહાયુદ્ધ

    3 weeks ago

    1

    0

    મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ)માં વધી રહેલા સૈન્ય તણાવ વચ્ચે એક મોટા રાજદ્વારી (Diplomatic) ઘટનાક્રમે સમગ્ર વિશ્વને રાહત આપી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં એક ચોંકાવનારો ખુલાસો કરતા જાહેરાત કરી છે કે, ઈરાન સામે પ્રસ્તાવિત સૈન્ય હુમલાને કતાર, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE)ના નેતાઓની સીધી અપીલ બાદ રદ કરવામાં આવ્યો છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, ખાડી દેશોના નેતાઓની વિનંતીને ધ્યાનમાં રાખીને હાલ પૂરતી સૈન્ય કાર્યવાહી ટાળવામાં આવી છે અને સંબંધિત પક્ષો વચ્ચે ગંભીર વાતચીત ચાલી રહી છે.આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે વૈશ્વિક નેતાઓ ધારે તો કૂટનીતિના જોરે યુદ્ધ રોકી શકે છે. ચાલો જાણીએ દુનિયાના એવા પાવરફુલ લીડર્સ વિશે, જેમની એક હા કે ના વિશ્વયુદ્ધને રોકવાની તાકાત રાખે છે.ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકાની સૈન્ય શક્તિઅમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ દુનિયાની સૌથી અત્યાધુનિક મિલિટરી પાવરની કમાન સંભાળે છે. અમેરિકા પાસે અજોડ સૈન્ય ક્ષમતા, ઘાતક હથિયારો અને મજબૂત નૌકાદળ છે. આ ઉપરાંત, પ્રતિબંધો અને અમેરિકી ડોલરના વૈશ્વિક પ્રભુત્વને કારણે વોશિંગ્ટન પાસે જબરદસ્ત નાણાકીય શક્તિ પણ છે. આ જ કારણે અમેરિકી રાષ્ટ્રપતિનો એક નિર્ણય મિડલ ઈસ્ટથી લઈને એશિયા સુધીના યુદ્ધોની દિશા બદલી શકે છે.વ્લાદિમીર પુતિનનો પ્રભાવરશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વૈશ્વિક ભૂ-રાજકારણમાં અત્યંત પ્રભાવશાળી નેતા છે. રશિયા પાસે દુનિયાનો સૌથી મોટો પરમાણુ હથિયારોનો જથ્થો છે. તે સિવાય તેલ, ગેસ અને ઉર્જા નિકાસ પર રશિયાનું વર્ચસ્વ વૈશ્વિક બજારોને નિયંત્રિત કરે છે. મિડલ ઈસ્ટ અને યુરોપના સંઘર્ષોમાં પુતિનની મધ્યસ્થતા હંમેશા નિર્ણાયક સાબિત થાય છે.શી જિનપિંગની આર્થિક અને સૈન્ય તાકાતચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ દુનિયાની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા અને ગ્લોબલ સપ્લાય ચેઈનનું નેતૃત્વ કરે છે. 'બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ' (BRI) દ્વારા ચીને એશિયા, આફ્રિકા અને યુરોપ સુધી પોતાનો પ્રભાવ વધાર્યો છે. તાઈવાન અને દક્ષિણ ચીન સાગર જેવા મુદ્દાઓ પર ચીનનું વલણ વૈશ્વિક લશ્કરી સમીકરણો નક્કી કરે છે.નરેન્દ્ર મોદી: ગ્લોબલ મિડિએટરભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને 'ગ્લોબલ સાઉથ'ના એક મજબૂત અવાજ તરીકે સ્થાપિત કર્યું છે. ભારતની સૌથી મોટી ખાસિયત એ છે કે તે અમેરિકા અને રશિયા બંને વિરોધી મહાસત્તાઓ સાથે એક સમાન વ્યૂહાત્મક સંબંધો જાળવી રાખે છે. વિશ્વની સૌથી મોટી વસ્તી અને સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રના નેતા હોવાના કારણે, પીએમ મોદી આજે આંતરરાષ્ટ્રીય કૂટનીતિમાં શાંતિદૂત અથવા ગ્લોબલ મિડિએટર (મધ્યસ્થ) તરીકે ઉભરી આવ્યા છે. મોહમ્મદ બિન સલમાન (MBS)સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન મિડલ ઈસ્ટના સૌથી શક્તિશાળી નેતાઓમાંના એક છે. OPEC પ્લસના લીડર હોવાના નાતે સાઉદી અરેબિયા વૈશ્વિક તેલના ભાવ અને ઉર્જા બજારને પલટવાર કરવાની ક્ષમતા રાખે છે. સાથે જ મક્કા-મદીનાના કારણે સમગ્ર ઈસ્લામિક વિશ્વમાં તેમનો ધાર્મિક અને રાજકીય પ્રભાવ અસાધારણ છે.ગ્લોબલ લીડર્સની આ તાકાત જ દર્શાવે છે કે જો આ નેતાઓ એકમંચ પર આવે તો દુનિયા પર મંડરાઈ રહેલું ત્રીજા વિશ્વયુદ્ધનું સંકટ હંમેશ માટે ટળી શકે છે.
    Click here to Read more
    Prev Article
    UPSC Exam Calendar 2027 released: Check CSE Prelims, Mains and other key exam dates
    Next Article
    हिंदुस्तान वालों मिट जाओगे... ट्रंप की धरती से पाकिस्तानी सीनेटर ने उगला जहर, दी गीदड़भभकी

    Related વિશ્વ Updates:

    Comments (0)

      Leave a Comment