Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    બસ કારમાં બેસવાથી ઉલટી થાય છે? Motion Sickness થી બચવા મુસાફરી દરમિયાન આ ઘરેલું ઉપાય અપનાવો

    2 days ago

    2

    0

    Bus Car Me Vomit Ulti Rokvana Upay In Gujarati : ઘણા લોકોને બસ, કાર, ટ્રેન અથવા પહાડી રસ્તાઓ પર મુસાફરી કરતી વખતે ઉલટી અથવા ઉબકા આવવાની સમસ્યા હોય છે. આને સામાન્ય રીતે Motion Sickness તરીકે ઓળખવામાં આવે છે. મોશન સિકનેસ ત્યારે થાય છે જ્યારે આંખો, કાન અને મગજ શરીરની હિલચાલ વિશે વિવિધ સંકેતો મેળવે છે. આવી સ્થિતિમાં, કેટલાક લોકોને તેનાથી કોઇ ફરક થતો નથી. જ્યારે કેટલાક લોકો ખૂબ જ પરેશાન થઈ જાય છે. તેનાથી ચક્કર આવવા, બેચેની થવી, પરસેવો આવવો, ઉબકા અને ઉલટી થવાનું કારણ બની શકે છે. Motion Sickness થી બચવાના ઘરેલુ ઉપચાર આદુની ચા પીવી જો તમે મુસાફરી પર જઇ રહ્યા છો, તો તેની પહેલાં આદુની ચા પીવો. આદુ પેટને શાંત રાખવામાં મદદ કરી શકે છે. જો તમે ચા પીવા માંગતા નથી, તો તમે આદુનો એક નાનો ટુકડો ચાવી શકો છો. આનાથી ઉબકા ઓછા થઈ શકે છે. લીંબુ સુંઘો બસ કે કારમાં મુસાફરી કરતા પહેલા અને મુસાફરી દરમિયાન, તમારે લીંબું સુંઘવું જોઈએ. તેની તાજગી ઘણા લોકોને રાહત આપે છે. જો તમે ઇચ્છો તો લીંબુનું શરબત પણ પી શકો છો. ખાલી પેટે મુસાફરી ન કરવી ઘણા લોકો માને છે કે ખાલી પેટ રાખવાથી ઉલટી નહીં થાય. આ ખોટું છે, આમ કરવાથી મુશ્કેલી વધી શકે છે. મુસાફરી કરતા પહેલા હળવો અને સરળતાથી પચી જાય તેવો ખોરાક લો. ફુદીનો  જો તમે Motion Sickness થી પરેશાન છો, તો ફુદીનાનું સેવન કરો. ફુદીનો પેટને ઠંડુ રાખવામાં અને ઉબકા ઘટાડવામાં મદદ કરી શકે છે. ફુદીનાની ચા અથવા ફુદીનાના પાન મુસાફરી દરમિયાન રાહત આપી શકે છે. તાજી હવા લો જો કાર કે બસમાં મુસાફરી કરી રહ્યા હોય તો બારી પાસે બેસવાનો પ્રયાસ કરો. તાજી હવા શ્વાલમાં લેવાથી ગૂંગળામણ અને ઉબકાની સમસ્યા ઓછી થઈ શકે છે. મોબાઈલ જોવાનું ટાળો મુસાફરી દરમિયાન સતત મોબાઇલ ફોનનો ઉપયોગ કરવો, પુસ્તકો વાંચવા અથવા સ્ક્રીન પર આંખો સ્થિર રાખવી એ મોશન સિકનેસમાં વધારો કરી શકે છે. આગળની તરફ જોવું અને અંતરમાં સ્થિર બિંદુ પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ સારું છે. વરિયાળી ચાવવી વરિયાળી પેટમાં ઠંડક કરવા માટે જાણીતી છે. મુસાફરી દરમિયાન થોડી વરિયાળી ચાવવાથી મોઢાનો સ્વાદ પણ બરાબર રહે છે અને બેચેની ઓછી થાય છે. પુરતા પ્રમાણમાં પાણી પીવો જ્યારે શરીરમાં પાણીનો અભાવ હોય ત્યારે ઉબકા અને નબળાઈ વધી શકે છે. તેથી, મુસાફરી પહેલાં અને મુસાફરી દરમિયાન થોડી થોડી માત્રામાં પાણી પીતા રહો. આ પણ વાંચો | ઉનાળામાં શરીરને ઠંડુ રાખશે દેશી પીણું, આ રીતે ફાલસા શરબત બનાવો Disclaimer : આ લેખ સામાન્ય માહિતીના હેતુઓ માટે તૈયાર કરવામાં આવ્યો છે. મોશન સિકનેસ, ઉબકા અથવા ઉલટીથી રાહત મેળવવા માટે સૂચવવામાં આવેલા ઘરેલું ઉપાયોની અસર દરેક વ્યક્તિ દીઠ અલગ અલગ હોઇ શકે છે. જો તમને સ્વાસ્થ્ય સમસ્યાઓ હોય, તો ડોક્ટર અથવા હેલ્થ એક્સપર્ટ્સ પાસેથી સલાહ લેવાનું ભૂલશો નહીં.
    Click here to Read more
    Prev Article
    रणवीर सिंह बनेंगे ललित मोदी? बायोपिक पर चल रहा है काम, पूर्व IPL चेयरमैन बोले- धुरंधर में उन्होंने जो किया...
    Next Article
    भास्कर अपडेट्स:हैदराबाद के कमर्शियल कॉम्प्लेक्स में लगी आग, दमकल की टीम मौके पर पहुंची

    Related જીવનશૈલી Updates:

    Comments (0)

      Leave a Comment