NDA CM Meeting: 10 જૂને PM Modiની અધ્યક્ષતામાં મુખ્યમંત્રીઓની બેઠક, આગામી રણનીતિ ઘડાશે
2 weeks ago
કેન્દ્ર સરકારના 12 વર્ષની સિદ્ધિઓ અને આગામી રાજકીય વ્યૂહરચના પર ચર્ચા કરાશે. આગામી વ્યૂહાત્મક ચર્ચાઓ કરાશે પીએમ મોદીની અધ્યક્ષતામાં આગામી 10 જૂનના રોજ NDA શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠક કેન્દ્રની મોદી સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં બોલાવવામાં આવી છે. જેમાં ભાજપ અને સહયોગી પક્ષોના તમામ મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ હાજર રહેશે. 12 વર્ષની ઉપલબ્ધિઓ પર મંથન આ મહાબેઠકનો મુખ્ય એજન્ડા કેન્દ્ર સરકારના છેલ્લા 12 વર્ષના શાસનકાળ દરમિયાન લેવાયેલા ઐતિહાસિક નિર્ણયો અને જનકલ્યાણકારી યોજનાઓની સમીક્ષા કરવાનો છે. પીએમ મોદીની આગેવાનીમાં સરકારની સિદ્ધિઓને જન-જન સુધી કેવી રીતે પહોંચાડવી અને વિકાસ કાર્યોની ગતિ કેવી રીતે વધારવી તે અંગે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. નીતિ આયોગની બેઠક પહેલાં મોટું આયોજન NDA મુખ્યમંત્રીઓની બેઠક નીતિ આયોગની બેઠકના બરાબર એક દિવસ પહેલાં યોજાઈ રહી છે. આગામી 11 જૂનના રોજ દિલ્હીમાં નીતિ આયોગની મહત્વની બેઠક યોજાવાની છે. જેમાં તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ ભાગ લેશે. પરંતુ તે પહેલાં 10 જૂને NDAના મુખ્યમંત્રીઓ એકમંચ પર આવીને પોતાની રણનીતિ સ્પષ્ટ કરશે. જે વહીવટી અને રાજકીય દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ પણ વાંચોઃ Byjusના સ્થાપક Raveendranને સિંગાપોરની કોર્ટે ફટકારી 6 મહિનાની સજા, કોર્ટના અપમાનનો આરોપ
Click here to Read more