Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    NEET RE-Exam : કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજ્યોને લખ્યો પત્ર, વિદ્યાર્થીઓની સુરક્ષા અને સુવિધા માટે આપ્યા નિર્દેશ

    2 weeks ago

    1

    0

    કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને દેશના તમામ મુખ્યમંત્રી, લેફ્ટનન્ટ ગવર્નર અને પ્રશાસકોને પત્ર લખીને 21 જૂન, 2026ના રોજ યોજાનારી NEET (UG) પુનઃ પરીક્ષા નિષ્પક્ષ, સરળ અને સફળ રીતે યોજાય તે માટે સહકાર આપવા અપીલ કરી છે. હાલ ચાલી રહેલી ભારે ગરમી અને હીટવેવને ધ્યાનમાં રાખીને તેમણે ખાસ કરીને ઉમેદવારોની સુવિધા અને સુરક્ષા માટે જરૂરી તમામ મૂળભૂત સુવિધાઓ પરીક્ષા કેન્દ્રો પર ઉપલબ્ધ કરાવવા જણાવ્યું છે. પીવાનું પાણી અને બેસવાની યોગ્ય વ્યવસ્થા કરાવવી પત્રમાં ધર્મેન્દ્ર પ્રધાને લખ્યું છે કે હીટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર તેમજ પરીક્ષા યોજનારી તમામ શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ અને અન્ય સંસ્થાઓને યોગ્ય સૂચનાઓ આપવામાં આવે જેથી વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે. તેમણે જણાવ્યું કે પીવાનું સ્વચ્છ પાણી, યોગ્ય બેસવાની વ્યવસ્થા, કાર્યરત પંખા અને કુલર, સ્વચ્છ શૌચાલય, છાંયાવાળા વેઇટિંગ એરિયા, સતત વીજ પુરવઠો અને જરૂર પડે ત્યાં પોર્ટેબલ ટોયલેટ જેવી સુવિધાઓ ફરજિયાત ઉપલબ્ધ કરાવવી જોઈએ. વિદ્યાર્થીઓની સુરક્ષા અને સુખાકારી સરકારની પ્રથમ પ્રાથમિકતા છે તે બાબત પર પણ તેમણે ભાર મૂક્યો છે. વિદ્યાર્થીઓને અવર-જવર માટે કોઈ તકલીફ ના પડે તેનું ધ્યાન રાખવા અપીલ કેન્દ્રીય મંત્રીએ રાજ્ય સરકારોને પરીક્ષા દિવસે વિદ્યાર્થીઓ માટે આવન-જાવનની યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પણ વિનંતી કરી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તમામ રાજ્ય સરકારો NEET (UG) 2026ની પુનઃ પરીક્ષા પારદર્શક અને નિષ્પક્ષ રીતે યોજવામાં સંપૂર્ણ સહયોગ આપશે. આ પણ વાંચો : Marco Rubio Taj Mahal visit: અમેરિકી વિદેશ મંત્રીની તાજમહેલ સાથેની તસવીર પર ઈરાનનો કટાક્ષ, જાણો શુ કહ્યુ?
    Click here to Read more
    Prev Article
    Opinion: जिस घर में IAS-IPS हाथ जोड़कर जाते थे, वहां पुलिस दरवाजा पीटकर घुसी, बुलंदी से गर्दिश की तरफ अभिषेक बनर्जी का सफर शुरू
    Next Article
    Padma Shri Awards: रोहित शर्मा और हरमनप्रीत कौर को किया गया पद्म श्री से सम्मानित, खेल जगत के इन दिग्गजों का रहा जलवा

    Related ભારત Updates:

    Comments (0)

      Leave a Comment