Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    NEET UG 2026 : રી-ટેસ્ટ માટે એડમિટ કાર્ડ કરાયા જાહેર, 21 જૂને યોજાશે પરીક્ષા

    2 minutes from now

    2

    0

    આગામી 21 જૂન 2026ના રોજ યોજાનારી NEET (UG) પરીક્ષામાં બેસનારા લાખો વિદ્યાર્થીઓની રાહનો અંત આવ્યો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ પરીક્ષા માટે એડમિટ કાર્ડ સત્તાવાર રીતે જાહેર કરી દીધા છે. હવે ઉમેદવારો NTAની અધિકૃત વેબસાઈટ પરથી પોતાનો એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. સમય અને પેટર્નમાં કેટલાક ‘કૅન્ડિડેટ-ફ્રેન્ડલી’ ફેરફારો કર્યાઆ વર્ષે પરીક્ષા ઘણા અર્થમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે તાજેતરમાં NTAએ વિદ્યાર્થીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને પરીક્ષાના સમય અને પેટર્નમાં કેટલાક ‘કૅન્ડિડેટ-ફ્રેન્ડલી’ ફેરફારો કર્યા છે. એડમિટ કાર્ડ જાહેર થતાં જ વિદ્યાર્થીઓને પોતાની તૈયારી અને પરીક્ષા કેન્દ્ર સંબંધિત તમામ વ્યવસ્થાઓ અંતિમ રૂપ આપવા સલાહ આપવામાં આવી છે.એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું?સૌપ્રથમ અધિકૃત વેબસાઇટ neet.nta.nic.in પર જાઓહોમપેજ પર આપેલ NEET (UG) 2026 Admit Card લિંક પર ક્લિક કરોનવા પેજ પર તમારો એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરોસિક્યુરિટી પિન ભરી Submit પર ક્લિક કરોઆ પછી તમારૂં ડમિટ કાર્ડ સ્ક્રીન પર દેખાશે. તેનો કલર અથવા બ્લેક એન્ડ વ્હાઇટ પ્રિન્ટઆઉટ કાઢી પરીક્ષા કેન્દ્ર પર લઈ જવું જરૂરી રહેશે.પરીક્ષાનો સમય વધારીને 195 મિનિટ કરાયો આ વર્ષે NEET (UG) પરીક્ષાની સમયસીમા વધારીને 195 મિનિટ (3 કલાક 15 મિનિટ) કરવામાં આવી છે. પરીક્ષા બપોરે 2:00 વાગ્યે શરૂ થઈને સાંજે 5:15 વાગ્યે પૂર્ણ થશે. NTAનું કહેવું છે કે આ વધારાનો સમય વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન બાયોમેટ્રિક હાજરી અને અન્ય પ્રક્રિયાઓમાં થતા સમયના નુકસાનની ભરપાઈ માટે આપવામાં આવ્યો છે. ઉપરાંત, ફિઝિક્સ અને કેમિસ્ટ્રીના ગણિતીય પ્રશ્નો માટે આ વર્ષે વધુ રફ વર્ક જગ્યા પણ આપવામાં આવી છે.આ પણ વાંચો : TMCના 20 સાંસદોનો બળવો!, નેશનાલિસ્ટ સિટીઝન પાર્ટીમાં વિલય કરી NDAને આપશે સમર્થન
    Click here to Read more
    Prev Article
    Sandesh Explainer : યુદ્ધની સ્થિતિમાં ઈંધણની કટોકરી, જાણો ઈથેનોલ કેવી રીતે બની શકે છે ભારતનું ભવિષ્યનું ઈંધણ
    Next Article
    Trekking પર જતાં પહેલાં આ જરૂરી વાતો પર આપો ધ્યાન, એડવેન્ચર બનશે સરળ

    Related ભારત Updates:

    Comments (0)

      Leave a Comment